રાજ્ય સહિત રાજકોટ, જામનગર અને જૂનાગઢ જિલ્લાને ભારે વરસાદે ઘમરોળી નાખ્યુ છે. આ તમામ વચ્ચે ભારે વરસાદના પગલે અનેક તાલુકાઓના કોઝ વે પાણીમાં ગરકાવ થયા છે. કોઝ વે પાણીમાં ગરકાવ થવાના પગલે કેટલાક ગામના સંપર્ક પણ તુટ્યા છે. ત્યારે આ વચ્ચે ઉપલેટાના ગઢાળા ગામને જોડતા મુખ્ય રસ્તા પર મોજ નદીનો કોઝવે આવેલો છે. ભારે વરસાદ (Heavy Rain)ના પગલે આ કોઝવે પર પાણીનો ધસમસતો પ્રવાહ વહી રહ્યો છે. તેમ છતાં પણ આ ગામની વિદ્યાર્થિ (Student)નીઓ જીવના જોખમે કોઝવે પર પસાર થઇ સ્કુલ સુધી પહોંચે અને શિક્ષણ મેળવી રહી છે. આ દ્રશ્યો જોઇ અને સવાલ એ ઉભો થાય છે કે, કોઇ પણ મોટો આકસ્મિક બનાવ બને તો તેનો જવાબદાર કોણ?
Upleta : Students are crossing bridge at the risk of their life. Watch the vide.#OTTIndia #Rajkot #Upleta pic.twitter.com/Yf76vJKyOK
— OTT India (@OTTIndia1) October 4, 2021
વિદ્યાર્થિ (Student)નીઓ સહિત ગ્રામજનો 10 દિવસથી મુશ્કેલીમાં છે
ઉપલેટા પંથકમાં ભારે વરસાદના પગલે નદી (River)માં ઘોડાપૂર આવ્યું હતું. આ નદી ગઢાળા ગામથી પણ પસાર થઇ રહી છે. ગઢાળા ગામ સુધી પહોંચવા માટે નદીમાં કોઝવે બનાવવામાં આવ્યો છે, પરંતુ છેલ્લા 10 દિવસથી આ કોઝવે પર પાણીનો પ્રવાહ વહી રહ્યો છે. તેમ છતાં વિદ્યાર્થિનીઓ શિક્ષણથી વંચિત ન રહે તે માટે જીવના જોખમે કોઝવે પસાર કરી શાળા સુધી પહોંચે છે.
આ પણ વાંચો: Bhavnagar: પાંચતલાવડા ગામની સ્થિતિ દયનીય, ગ્રામજનો જીવના જોખમે પાણીમાંથી પસાર થવા મજબૂર
દુર્ઘટના સર્જાય તો તેનો જવાબદાર કોણ?
કોઝવે પર 10 દિવસથી પાણી વહી રહ્યું છે, આથી કોઝવે પર શેવાળ થવાની પણ ભીતિ સેવાય રહી છે, આથી વિદ્યાર્થિનીઓના પગ લપસે અને નદીમાં તણાય તો જવાબદારી કોની તે અંગે ગ્રામજનોએ સવાલ ઉઠાવ્યો છે. આ કોઝવે પર પુલ બનાવવા માટે ગ્રામજનોએ અનેક વાર સરકારી અધિકારીઓ અને સ્થાનિક નેતાઓને રજૂઆત કરી છે છતાં કોઇ સાંભળતું ન હોવાને કારણે ગ્રામજનોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હોવાનો આક્ષેપ થઇ રહ્યાં છે.
વિદ્યાર્થિ (Student)નીઓ ના આ વીડિયો મામલે સરપંચનું શું કહેવુ છે?
ગઢાળાના સરપંચે આ મુદ્દે જણાવ્યું હતું કે, ગ્રામજનો ગામમાંથી પસાર થઇ રહેલી મોજ નદી પરથી પસાર થઇ રહ્યાં છે, ભારે વરસાદ પડ્યો હોવાથી મોજ ડેમ (Dem)માંથી પાણી છોડવામાં આવ્યું છે, આથી ગામના મુખ્ય રસ્તા પર કોઝવે પરથી છેલ્લા 10 દિવસથી પાણી વહી રહ્યું છે. અમારા ગામની વિદ્યાર્થિનીઓ, વિદ્યાર્થીઓ, મહિલાઓ જીવના જોખમે કોઝવે પસાર કરે છે. આ અંગે અમે સરકારમાં અનેક વખત રજૂઆત કરી છે. છેલ્લા 10 દિવસથી ગામમાં એસટી બસ પણ આવતી નથી, જેથી ગ્રામજનોને મુશ્કેલી પડી રહી છે. અનેકવાર નદીમાં લોકો પડી ગયા હોવાના પણ બનાવ બન્યા છે. આ તમામ વચ્ચે ગામની એક જ માગણી છે કે આ કોઝવે 5 કે 10 ફૂટ ઊંચો બનાવવામાં આવે.
તાત પર વરસી આફત જુઓ વીડિયો:
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4