રાજકોટ જિલ્લાના ધોરાજી (Dhoraji)મા એક વિસ્તાર એવો પણ છે કે જ્યાં વિદ્યાર્થીઓ (students)ને અભ્યાસ માટે જીવના જોખમે પસાર થઈને જવું પડે છે. કારણ એ છે કે, અહીંયા બે વિસ્તારને જોડતો મુખ્ય માર્ગ એટલે કે કોઝવે હાલ પણ પાણીમા ગરકાવ છે. આ સમગ્ર પરિસ્થિતિને પગલે એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમા અભ્યાસ માટે વિદ્યાર્થીઓએ પાણીના પ્રવાહમાં જીવના જોખમે પસાર થઇને જવુ પડે છે.
ધોરાજીમાં વિદ્યાર્થીઓ જીવના જોખમે કોઝવે પાર કરી સ્કૂલે જવા મજબૂર#Dhoraji #Student #Educationminister #Jituvaghani pic.twitter.com/5kJRLzGlIN
— OTT India (@OTTIndia1) October 13, 2021
કોઝવે પાર કરી વિદ્યાર્થીઓ (students) જીવના જોખમે સ્કૂલે જવા મજબૂર
ધોરાજીમાં જે નદી ઉપર કોઝવે બનાવવામાં આવ્યો છે તે જ રસ્તો પાણીમા ગરકાવ છે. ગરકાવ થયેલા આ રસ્તામાં જે નદીનું પાણી વહી રહ્યું છે તેમાં મગર, સાપ તથા અન્ય જીવો પણ રહે છે જે વિદ્યાર્થીઓ માટે ખતરો બની શકે છે. આ મુદ્દાને લઇને સ્થાનિકોએ ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું છે કે, અહીંથી 40 થી 50 વિદ્યાર્થીઓ જીવના જોખમે રસ્તો પસાર કરી અને સ્કૂલ જઇ રહ્યાં છે.
આ પણ વાંચો: ઉપલેટાના ગઢાળામાં વિદ્યાર્થિનીઓ જીવના જોખમે કોઝવે પાર કરી સ્કૂલે જવા મજબૂર
students ના માતા પિતા ચિંતામાં
ધોરાજીના રામપરા વિસ્તાર અને ચાંપાધાર વિસ્તારને જોડતો કોઝવે પરથી હાલમાં પણ પાણી પસાર થઈ રહ્યું છે. ત્યારે આ કોઝવે પરથી સીનીયર સિટીઝન સહિત રામપરા અને ચાંપાધાર વિસ્તારના બાળકો સ્કૂલે જવા અહીંથી પસાર થાય છે. હાલમાં તો પરિસ્થિતિને પગલે બાળકોના વાલી ચિંતામાં ગરકાવ છે.
મહત્વનું છે કે, આ પરિસ્થિતિ અને સમસ્યા બાદ સ્થાનિક તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી કોઈ વેકલ્પિક વ્યવસ્થા અને સ્થાનિકોને પડતી મુશ્કેલીઓ વહેલી તકે દૂર કરશે કે નહીં તે તો આગામી સમજ જ બતાવશે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4