Ott India News Logo
Recent Posts
Connect with:
Monday / July 4.
Homeન્યૂઝઝી લિમિટેડ બાદ હવે ઝી લર્ન અને ઝી મીડિયાના શેરધારકો સુભાષ ચંદ્રાથી નારાજ

ઝી લિમિટેડ બાદ હવે ઝી લર્ન અને ઝી મીડિયાના શેરધારકો સુભાષ ચંદ્રાથી નારાજ

Subhash Chandra Oppose : After Zeel & Dish TV, promoters set to face investor ire in Zee Learn, Zee Media now
Share Now
  • ઝી ગ્રુપના પર પ્રમોટરોથી રોકાણકારો નારાજ
  • ઝી લર્ન અને ઝી મીડિયાના રોકાણકારો નારાજ
  • બંને કંપનીઓની ટૂંકમાં જ બોલાવાશે જનરલ મીટીંગ

મુંબઈ : ઝી એન્ટરટેનમેન્ટ અને ડીશ ટીવી બાદ સુભાષ ચંદ્રા પરિવારને ઝી લર્ન અને ઝી મીડિયા કોર્પોરેશનમાં પણ શેર ધારકોની નારાજગી(Subhash Chandra Oppose)નો સામનો કરવો પડી શકે છે. આ બંને કંપનીની ટૂંકમાં જ સામાન્ય બેઠક બોલાવવામાં આવી શકે છે.

આ પહેલા ગત સપ્તાહે ઝી એન્ટરટેનમેન્ટમાં શેરધારકોની એક્ટીવીજમ જોવા મળ્યું હતું, કંપનીના પ્રમુખ શેરધારકોએ પ્રમોટરો અને પુનીત ગોયનકાના નેતૃત્વ હેઠળની વર્તમાન કમિટીને હટાવવાની જાહેરમાં માંગ કરી હતી. આ ઉપરાંત ડીશ ટીવીને પણ ચાલુ મહિનાના પ્રારંભે આ પ્રકારની સ્થિતિનો સામનો કરવો પડયો હતો.

Subhash Chandra Oppose

Subhash Chandra Oppose

ઝી એન્ટરમેન્ટની પરેશાની નો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે આ એક અલગ પ્રકારની કંપની છે જેમાં પ્રમોટરો પાસે માત્ર ૩.૯૯ ટકા હિસ્સેદારી છે છતાં પણ સમગ્ર કંપનીનું સંચાલન તે જ કરે છે .કંપનીના આંતરિક સૂત્રોના જણાવ્યા અનુસાર રોકાણકરો ઈચ્છી રહ્યા છે કે ભલે સુભાષ ચંદ્રાનું એસ્સેલ ગ્રુપ સૌથી મોટા  શેર ધારક હોય પરંતુ પ્રમોટર ઝી લર્ન અને ઝી મીડિયા કોર્પોરેશન બંનેમાંથી નીકળી જાય. આ અંગે ઝીએ  હજુ સુધી કોઈ જવાબ આપ્યો નથી.

જૂન ત્રિમાસિકગાળાના આંકડા અનુસાર ઝી લર્નમાં પ્રમોટરોની ૨૧.૬૯ ટકા અને ઝી મીડિયા કોર્પોરેશનમાં ૧૪.૭૨ ટકા હિસ્સેદારી છે. ઝી મીડિયાને પહેલા ઝી ન્યુઝના નામથી ઓળખવામાં આવતું હતું. ઝી લર્નમાં પ્રમોટરો અને તેમના મિત્ર રોકાણકારોની કુલ હિસ્સેદારી ૪૦.૬૮ ટકા અને ઝી મીડિયા કોર્પોરેશનમાં ૪૩.૯૯ ટકા છે.

આ પણ વાંચો  : વિશ્વને ૫૦ ટકા ચોખા નિકાસ કરીને ભારત બનાવશે રેકોર્ડ

મુન કેપિટલનો વિરોધ

ઝી લર્નમાં નવા મેનેજેમેન્ટ માટે ન્યુયોર્ક સ્થિત હેજ ફંડ મુન કેપિટલ મેનેજમેન્ટ પગલાં(Subhash Chandra Oppose) ઉઠાવી રહ્યું છે.મુન કેપિટલ વર્ષ ૨૦૧૫થી ૬.૪૩ ટકા હિસ્સેદારી સાથે કંપનીમાં સૌથી મોટી વિદેશી શેરધારક છે. મુન કેપિટલ મેનેજમેન્ટે ફેબ્રુઆરી૨૦૨૦માં ચંદ્રાને વધતા જતા દેવા ,ગવર્નન્સ સબંધિત ખામીઓ અને સ્પષ્ટ વિકાસ રણનીતિના અભાવના હવાલો આપીને ઝી લર્ન છોડવા તાકીદ કરી હતી.સાથે જ આ કંપનીના મેનેજીંગ ડીરેક્ટરરો માંથી એક શાયન ચેટરજીની સ્વતંત્ર ડાયરેક્ટર તરીકે નિમણુક કરવાનું સૂચન કર્યું હતું.

After Zeel & Dish TV, promoters Subhash Chandra set to face investor ire in Zee Learn, Zee Media now

ઝી લર્ન, માઉન્ટ લીટેરા ઝી સ્કુલ અંતર્ગત ઝી થી ૧૨મા ધોરણની શાળાનું સંચાલન કરી રહી છે, જેની ૧૧૦ શહેરોમાં ૧૨૦થી વધારે શાળાઓ છે,સાથે જ આ એશિયાની સૌથી મોટી પ્રી-સ્કુલ ચેન કીડઝી પણ ચલાવે છે.તેની સંખ્યા ભારત અને પાડોશી દેશોમાં ૧૯૦૦થી વધારે છે.

Zee Mediaમાં પણ વિરોધનો વંટોળ 

ગ્રુપની બીજી કંપની જે રોકાણકારોની નારાજગી(Subhash Chandra Oppose)નો સામનો કરી રહી છે તે છે ઝી મીડિયા કોર્પોરેશન. આ કંપની પર પણ કોર્પોરેટ ગવર્નન્સ ખામીઓનો આરોપ છે, સાથે જ મેનેજમેન્ટ સબંધિત અન્ય સમસ્યાઓ પણ ઉઠાવવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર રોકાણકારોનું માનવું છે કે ચંદ્રા બહાર થઇ જશે તો ઝી લર્નને એક કુશળ મેનેજમેન્ટ ટીમ બનાવવામાં અને કંપનીમાં રસ ધરાવતા સંભવિત બિડર્સ સાથે પારદર્શી રીતે સામેલ થવામાં મદદ મળશે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે ઝી એન્ટરટેન્ટમેન્ટ અને ડીશ ટીવીના રોકાણકારોએ કોર્પોરેટ ગવર્નન્સની ખામીઓના કારણે બે સ્વતંત્ર ડાયરેકટરને રાજીનામું આપવા સૂચન કર્યું હતું. ત્યારબાદ ગત સ્પતાહે એજીએમના એક દિવસ પહેલા જ ફરીથી નિયુક્ત કરાયેલા ડાયરેકટર મનીષ ચોખાની અને અશોક કુરિયને પણ રાજીનામું આપી દીઘું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર આ જ પ્રકારની માંગ(Subhash Chandra Oppose) હવે ઝી મીડિયા અને ઝી લર્નના મામલે થઇ રહી છે જેને લઈને પ્રમોટરો પણ પરેશાન છે.

આ પણ વાંચો  : છૂટાછેડાનો દોર : વધુ એક અરબપતિ દંપતી થશે અલગ, પોલસનના Divorce હશે સૌથી મોંઘા

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment