Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / August 12.
HomeUncategorizedરાજકોટ પોલીસની સફળતા : રાજકોટમાં ઘટ્યો ક્રાઈમરેટ

રાજકોટ પોલીસની સફળતા : રાજકોટમાં ઘટ્યો ક્રાઈમરેટ

rajkot cp manoj agrawal
Share Now

રાજકોટમાં ક્રાઇમ ઘટાડવા માટે રાજકોટ પોલીસ સતત ખડે પડે રહે છે. ક્રાઈમથી રાજકોટને દૂર રાખવા રાજકોટ પોલીસ કમિશ્ર્નરના સતત હેઠળ રાજકોટ શહેર પોલીસ કાર્ય કરી રહી છે. જેમાં અલગ અલગ એપ્લિકેશન, અટકાયતી પગલાં, પેટ્રોલિંગ, મોટા બનાવમાં તાત્કાલિક પગલાં લઇ કાર્યવાહી કરવામાં આવે છે. જેને લઇ રાજકોટમાં ક્રાઇમ રેઈટ ઘટી ગયો છે.

crime rate decreases

the logical indian

રાજકોટ શહેર પોલીસ દ્વારા છેલ્લા 6 માસમાં કરવામાં આવેલી કામગીરી દરમિયાન ગુનાખોરીના આંકમાં 26% જેટલો ઘટાડો જોવા મળ્યો છે. જેમાં ચોરી, ઘરફોડ ચોરી, મારામારી, સ્ત્રી સંબંધી ગુના અને બાળકો સંબંધી ગુનાનો સમાવેશ થાય છે. જોકે બીજી તરફ શહેર પોલીસમાં ચોપડે નોંધાયેલા ચોરીના ગુના પૈકી 50% જેટલા ગુના આજે પણ વણઉકાયેલા છે.

પોલીસ દ્વારા ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો

રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે, રાજકોટ પોલીસ દ્વારા ટેકનોલોજીનો ઉપયોગ કરી અલગ અલગ એપ્લિકેશનો, અટકાયતી પગલા, પેટ્રોલિંગ, મોટા બનાવોમાં તાત્કાલિક ટીમો બનાવી કાર્યવાહી કરવામાં આવી રહી છે. એપ્લિકેશના ઉપયોગથી હિસ્ટ્રીશીટરો, એમ.સી.આર., ટપોરી, બુટલેગર્સ વગેરે માહિતી દરેક રાજકોટ શહેર પોલીસના મોબાઇલમાં એપ્લિકેશનના સ્વરૂપમાં રહે છે. આ એપ્લિકેશન દ્વારા ગુનાખોરીને અંકુશમાં લાવવા અને આવા ગુનેગારોને કંટ્રોલમાં રાખવા પોલીસને ઘણી મદદ મળી છે. જેના કારણે રાજકોટ શહેર ખાતે ચાલુ વર્ષ 2021માં છેલ્લા 6 મહિનામાં ગુનામાં નોંધપાત્ર ઘટાડો થયો છે.

(1) ચાલુ વર્ષે 30 જૂન 2021 સુધીમાં 150 જેટલા ગુનાઓમાં ઘટાડો નોંધાયો છે. જેમાં મિલકત સંબંધી શરીર સંબંધી ગુનાઓમાં ઘટાડો થયો છે.
(2) મિલકત વિરૂદ્ધના ગુનામાં ઘરફોડ ચોરીમાં 17 ગુનાનો ઘટાડો થયો છે. જ્યારે ચોરીમાં 35 ગુનાનો ઘટાડો નોંધાયો છે.
(3) રાજકોટ શહેરમાં લૂંટના 11 ગુના દાખલ થયા છે જે તમામ ગુનાનો ભેદ ઉકેલી આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે.

crime rate 1 જાન્યુઆરીથી 30 જીન સુધી નોંધાયેલા ગુનાઓની વિગત
– ચોરીના 88 કેસ પૈકી 48 કેસનો ભેદ ઉકેલાયો
– ઘરફોડ ચોરીના 14 કેસ પૈકી 11 કેસનો ભેદ ઉકેલાયો
– ઇજાના 87 ગુના નોંધાયા અને તમામનો ભેદ ઉકેલી આરોપીઓની ધરપકડ કરાય છે
– સ્ત્રી સબંધી 4 ગુના નોંધાયા અને તમામનો ભેદ ઉકેલાયો
– બાળકો સબંધી 48 ગુના નોંધાયા અને તમામનો ભેદ ઉકેલાયો

આ પણ વાંચો : 60%થી વધુ લોકો અનુભવે છે સ્પર્શનો ભય (Haphephobia) !!!!

ગુનાઓ દિનપ્રતિદિન વધી રહ્યા છે પરંતુ પોલીસ પણ વધુ સતર્ક બની છે. ન માત્ર ક્રાઇમ પરંતુ નવજાત બાળકી મળી આવી હતી જેનું કોઈ હતું નહિ અને રાજકોટ પોલીસે રાખી નામકરણ કર્યું ..અંબા નામની એ દીકરીની સારસંભાળ લીધી અને અત્યારે અને વિદેશમાં પાલક માતાપિતા મળ્યા…એવી જ આજની એક નવજાત બાળકી કે જેને હોસ્પિટલમાં તરછોડી પરિવાર જતો રહે છે પરંતુ રાજકોટ પોલીસ પોતાની દીકરી સમજીને અમને સાચવે અને તાપસ કરી રહ્યા છે તો આવી પોલીસ હોઈ તો ગુન્હાઓ તો ઘટશે જ પરંતુ દીકરીઓને પણ સેફ લાગશે ડરશે નહિ… રાજકોટ પોલીસ એ કોરોના કાળમાં પણ સતત ચપટી નજર રાખી હતી અને રાત દિવસ ખાંડ પગે રહ્યા હતા. લોકોની સેવમાં અને રાજકોટમાં ક્રાઇમ ઘટાડવા સતત કાર્ય કરતા અને અને જ પરિણામે રાજકોટમાં ક્રાઇમ ઘટવા લાગ્યા અને રાજકોટ પોલીસને મળી સફળતા.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment