Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / July 6.
Homeહેલ્થSugar Craving: વારંવાર ગળ્યું ખાવાનું મન થાય તો આ રીતે કરી શકો છો કન્ટ્રોલ

Sugar Craving: વારંવાર ગળ્યું ખાવાનું મન થાય તો આ રીતે કરી શકો છો કન્ટ્રોલ

sugar
Share Now

હાલના સમયમાં મોટાભાગના લોકોને મીઠી (Sugar)વસ્તુઓ પસંદ હોય છે. ચા, કૉફી, મિઠાઇ, ચૉકલેટ, આઇસ્ક્રીમ કોઇકને કોઇક રીતે સાકરનું સેવન કરતા હોય છે. આ જાણવા છતાં કે સાકર સ્વાસ્થ્ય માટે કેટલી નુકસાનકારક છે. લોકો સાકરનું સેવન કરતા હોય છે..એક્સપર્ટ પ્રમાણે મહિલાઓને દિવસમાં 6 ટી સ્પૂન, તેમજ પુરુષોને 9 ટી સ્પૂન જેટલી સાકર લેવાની સલાહ આપવામાં આવે છે. તો એવામાં વારંવાર થનારી શુરગ ક્રેવિંગને કેવી રીતે શાંત કરવામાં આવે, તે જાણવું ખૂબ જ જરૂરી છે.વધુ પડતી સુગર ખાવાથી તમારા શરીરને નુકશાની થઇ શકે છે.એકાએક સાકર છોડવાને બદલે પોતાના ડાએટ રૂટીનમાં સાકરના ઑપ્શન્સની પસંદગી કરવી જોઇએ.

જો તમે દિવસ દરમિયાન ચાય-કૉફીમાં 3 ટી સ્પૂન સાકરનું સેવન કરો છો, તો ધીમે ધીમે આને 1 ટી સ્પૂન સુધી પહોંચાડો.જેના કારણે તમારા શરીરમાં તેની આદત છે એ છુટી જાય. તે ખાદ્ય પદાર્થોના પ્રી-શુગર્ડ બ્રેડ્સને સ્વિચ કરો, જેમાં એડેડ શુગર લખેલું હોય. એવામાં તમારે સાકર મિક્સ કરવાની જરૂર હોતી નથી.આમ તમે સાકરનો ઉપભોગ કરવા પર વધારે નિયંત્રણ મેળવી શકશો અને આથી તમે સાકરનું કેટલું સેવન કરો છો તે પણ સ્પષ્ટ થશે. દુકાનમાંથી લેવામાં આવેલા ગળ્યા ખાદ્ય પદાર્થોના સેવનથી બચવું જોઇએ.

કઇ રીતે છોડશો મિઠું(Sugar) ખાવાની આદત

પ્રૉટીનનું સેવન તે લોકો દ્વારા જણાવવામાં આવેલી વધુ એક ટ્રિક છે, જે સાકરની આદત છોડાવવા માટે કારગર છે. પ્રૉટીન તમને લાંબા સમય સુધી તૃપ્ત કરવા માટે જાણીતા છે.જેથી તમને એકાએક ભૂખ લાગવાની શક્યતા ઘટી જાય છે જે સરળતાથી મિઠાઇ, કેન્ડી કે ચૉકલેટ દ્વારા પૂરી કરવામાં આવે છે.જેમા શુગરની ક્રેવિંગ થાય ત્યારે ચીકૂ, અંગૂર, કેરી, કેળા જેવા ફ્રૂટ્સને ડાએટનો ભાગ બનાવવો જોઇએ.

કિશમિશ પણ સામેલ કરી શકાય છે. જે મીઠા હોય છે અને અનહેલ્ધી પણ હોતા નથી.જેની સાથે તમને મીઠું(Sugar) ખાવા પણ મળશે. અને સાથે તમને આ આદત પણ છોડવામાં મદદ મળશે.શુગર ક્રેવિંગ એટલે વારંવાર ગળ્યું ખાવાની ઈચ્છા થવી. આ બહુ કોમન સમસ્યા છે જે મહિલાઓમાં વધુ જોવા મળે છે. એક રિપોર્ટ મુજબ પુરુષોમાં 68 ટકા શુગર ક્રેવિંગની સમસ્યા હોય છે.જેમાં 97 ટકા મહિલાઓ ક્રેવિંગનો શિકાર છે.

હેલ્થલાઈન અનુસાર, શુગર ક્રેવિંગ બહુ સામાન્ય સમસ્યા

આપણાં દેશમાં દરેક ખાસ પ્રસંગે કંઈક મીઠું (Eating Sweet) ખાવાનો અને ખવડાવવાનો રિવાજ છે. એવામાં મીઠાઈ, કેક, ચોકલેટ, કુકીઝ વગેરે ઘરમાં મૂકેલી હોય છે જેને જોતાં જ મોંમાં પાણી આવી જાય છે. અને તમે તેને ખાવાથી રોકી શક્તા નથી.કેટલાંક લોકો ગળ્યું ખાવાના એટલા શોખીન હોય છે કે તેઓ ક્રેવિંગ (Sugar Craving) પર કન્ટ્રોલ નથી કરી શકતા .અને થોડા થોડા સમયે મિષ્ટાન્ન ખાવાના બહાના શોધતા હોય છે.

હેલ્થલાઈન અનુસાર, શુગર(Sugar) ક્રેવિંગ બહુ સામાન્ય સમસ્યા છે જે મહિલાઓમાં વધુ જોવા મળે છે. એક રિપોર્ટ મુજબ પુરુષોમાં 68 ટકા શુગર ક્રેવિંગની સમસ્યા હોય છે, તો 97 ટકા મહિલાઓ ક્રેવિંગનો શિકાર છે. ડાયેટરી ગાઈડલાઈન ઓફ અમેરિકન્સ (Dietary guidelines of Americans) મુજબ, આપણા રોજના કેલરી ઇન્ટેકમાં વધુમાં વધુ 10 ટકા શુગર જ હોવી જોઈએ. મતલબ જો તમે 2000 કેલરી લો છો તો એમાં 12 ચમચીથી વધુ મીઠી વસ્તુ ખાવાથી તમારા આરોગ્ય (Health)ને નુકસાન (Harm) પહોંચી શકે છે.sugar

આ પણ વાંચો:સોમનાથ મંદિરે આજે રાત્રે 12 વાગ્યે સર્જાશે અલૌકિક ઘટના,જાણો કેવું દૃશ્ય જોવા મળશે

શુગર(Sugar) ક્રેવિંગથી થતાં ગેરફાયદા

શરીરમાં ડીહાઈડ્રેશનની ફરિયાદ,હોર્મોનલ ફેરફાર,તણાવમાં વધારો,ન્યુટ્રીશનની ઉણપ થવી,બેડ કોલેસ્ટ્રોલ વધી શકે છે.તો સાથે તમને ધણી બધી બિમારીઓ થઇ શકે છે.

શુગર(Sugar) ક્રેવિંગ થાય તો આ હેલ્ધી વસ્તુઓનું સેવન કરો

તમને ગળ્યું ખાવાનું મન થાય તો વિવિધ પ્રકારની બેરીઝ ખાઓ. એ તમારા શરીરમાં એન્ટી ઓક્સિડન્ટ, વિટામિન્સ, મિનરલની પૂરતી કરશે અને તમે ગળ્યું એન્જોય પણ કરી શકશો.જો તમને કેક, ચોકલેટ, કુકીઝ વગેરે ભાવતું હોય તો એને બદલે ડાર્ક ચોકલેટનું સેવન કરી શકો છો. રિસર્ચ મુજબ ડાર્ક ચોકલેટમાં એન્ટી ઓક્સિડન્ટ અને એન્ટી ઇન્ફ્લામેન્ટરી ગુણ હોય છે જે આરોગ્ય માટે ફાયદાકારક છે.ચીયા સીડ્સમાં ભરપૂર માત્રામાં ઓમેગા થ્રી ફેટી એસિડ, ફાઈબર વગેરે મળે છે જે તમારી ક્રેવિંગ ઘટાડે છે. એવામાં તમે ટીવી જોતી વખતે કે કામ કરતી વખતે બિસ્કિટ કે કેકને બદલે રોસ્ટેડ ચીયા સીડ ખાઈ શકો છો.

ખજૂર ન્યુટ્રીશનલ વેલ્યુથી ભરપૂર હોય છે. તેમાં ફાઈબર, પોટેશિયમ, આયર્ન વગેરે તત્વો હોય છે. એટલે ગળ્યું(Sugar)ખાવાનું મન થાય તો ખજૂર ખાઓ.પિસ્તામાં હાઈ પ્રોટીન, ફાઈબર, હેલ્ધી ફેટ હોય છે જે સારા સ્વાસ્થ્ય માટે જરૂરી છે.જેમાં શુગર ક્રેવિંગ થાય તો પિસ્તા ઉત્તમ છે.ગ્રીક યોગર્ટને તમે મીઠી વસ્તુ સાથે સરળતાથી રિપ્લેસ કરી શકો છો. એ સ્વાદમાં ટેસ્ટી અને સ્વીટ હોય છે પણ સ્વાસ્થ્યને નુકસાનને બદલે ફાયદો પહોંચાડે છે.ચીઝમાં ભરપૂર માત્રામાં પ્રોટીન, ગુડ ફેટ, સોડિયમ, કેલ્શિયમ વગેરે હોય છે જે લગભગ દરેક ફ્રીજમાં હોય છે. તમે ચીઝ ક્યુબ્સ પણ કેરી કરી શકો છો અને ક્રેવિંગમાં તેને ખાઈ શકો છો

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

No comments

leave a comment