Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / June 26.
Homeન્યૂઝલગ્ન, સુહાગરાત અને ષડયંત્ર: લગ્નની પહેલી રાત્રે એવું તો શું બન્યું કે પત્ની જ બની પતિની હત્યારી

લગ્ન, સુહાગરાત અને ષડયંત્ર: લગ્નની પહેલી રાત્રે એવું તો શું બન્યું કે પત્ની જ બની પતિની હત્યારી

suhagrat-story-1
Share Now

લગ્ન,સુહાગરાત અને ષડયંત્ર આ ત્રણ શબ્દોની આસપાસ જ માણસનુ જીવન પસાર થઈ જતુ હોય છે. શરુઆત થાય છે લગ્નની રાતથી જ્યારે લગ્નની રાત્રે વર અને કન્યા મંડપમાં ફેરા ફરી રહ્યા હતા, અને લગ્ન વિધિ પૂર્ણ કરીને દુલ્હન સાસરીમાં જાય છે. સાસરીમાં દુલ્હનના સ્વાગત માટે સંપૂર્ણ તૈયારી કરવામાં આવે છે

લગ્ન,સુહાગરાત અને ષડયંત્રની કહાની

સાસરીમાં સ્વાગત વિધિ પૂર્ણ થયા બાદ બનેં પતિ-પત્ની પોતાના રુમમાં જાય છે. લગ્નની તમામ વિધિઓ પૂરી થયા બાદ જ્યારે દુલ્હન દૂધનો ગ્લાસ લઈને રૂમમાં પ્રવેશે છે ત્યારે લાગે છે કે બંને સાત જન્મનો સંબંધ નિભાવશે. બંને સુહાગરાત પર એકબીજાને તમામ પ્રકારના વચનો આપે છે, પરંતુ અહીંથી સ્ટોરી એક અલગ વળાંક લે છે.

suhagrat-ki-kahani-1

આ પણ વાંચો:હનીમૂનને લઈને છોકરાએ કરી એવી ડિમાન્ડ કે છોકરીના પગ નીચેથી સરકી ગઈ જમીન

પત્નીએ કર્યુ રેકોર્ડ

સુહાગરાતે પતિ તેની પત્ની સાથે વ્યસ્ત હોય છે અને તે એ વાતથી અજાણ હોય છે કે રૂમમાં થઈ રહેલી બધી વસ્તુઓ રેકોર્ડ કરવામાં આવી રહી છે. એક સમયે રેકોર્ડ પણ સારુ હતુ, આજકાલ ઘણા યુગલો તેમના જીવનની દરેક ક્ષણને રેકોર્ડ કરવા માંગે છે, પરંતુ આ ઇચ્છા ક્યારે ખતરો બની જાય તેની કોઈને પણ ખબર હોતી નથી.

સુહાગરાતે મેલ દ્વારા વીડિયો મોકલ્યા

સુહાગરાતે પત્નીએ કેટલાક વીડિયો બનાવ્યા અને તેના પ્રેમીને ઈ-મેઈલ કર્યા. મતલબ કે વોટ્સએપ અને મેસેન્જરના જમાનામાં પણ શાતિર કન્યા ઈ-મેલનો ઉપયોગ કરતી હતી જેથી ભવિષ્યમાં કંઈ થાય તો તે પકડાઈ ન જાય. પરંતુ કહેવાય છે કે ગુનો કરનાર વ્યક્તિ ગમે તેટલો હોશિયાર હોય પરંતુ તે ચોક્કસપણે પકડાઈ જાય છે.

પતિનો ખૂની નવી વહુ નીકળ્યો

જો કે, કાયદાની નજરમાં ઈ-મેઈલ કરવો એ કઈ ગુનો નથી અને એક્સ્ટ્રા મેરીટલ અફેરને લઈને પણ કોઈ વિવાદ નથી.  સ્ટોરીની ખરી શરૂઆત હવે થઈ જ્યારે થોડા દિવતો પછી પતિ પરીક્ષા આપવા માટે કોલેજ ગયો. એક રાત્રે જ્યારે તે હોસ્ટેલમાં સ્ટડી કરતો હતો, ત્યારે કેટલાક લોકોએ તેને અજાણ્યા નંબરોથી ફોન કર્યો અને તેને બહાર બોલાવીને છરીના ઘા મારીને તેની હત્યા કરી નાખી.

suhagrat-ki-kahani-1

પોલિસ મુશ્કેલીમાં મુકાઈ

હત્યા બાદ પોલીસે આ મામલાની તપાસ શરૂ કરી હતી. પરંતુ શંકા કોની પર કરવી તે નક્કી કરવું ખૂબ મુશ્કેલ હતું. પતિની હત્યાના થોડા સમય પછી, દ્વેષી પત્ની તેના મામાના ઘરે ગઈ હતી, જેના કારણે પોલિસની શંકા મજબૂત થઈ હતી. પણ સવાલ એ છે કે જો શંકાને પુરાવા ન મળે તો ગુનાની દુનિયામાં એ શંકા ક્યારેય ગુનામાં પરિવર્તિત થઈ શકે નહીં. પોલીસે કોલ ડિટેઈલની શોધ કરી પરંતુ કોઈ માહિતી મળી નહી.

દુલ્હની ખુલી પોલ

આખરે પોલીસે જ્યારે વરરાજાના રૂમની તપાસ કરી તો ત્યાંથી એક લેપટોપ મળી આવ્યું હતુ. સાયબર એક્સપર્ટની મદદથી તેની હિસ્ટ્રી સર્ચ કરવામાં આવી તો દુલ્હનનુ ષડયંત્ર સ્પષ્ટ થઈ ગયુ હતુ. જાણવા મળ્યું કે તેણે તેના બોયફ્રેન્ડને ઈ-મેલ દ્વારા કેટલાક વીડિયો મોકલ્યા હતા, જો કે તે ઈ-મેલ આઈડી પણ ફેક હતું પરંતુ કોઈક રીતે પોલીસ તેના પ્રેમી સુધી પહોંચી ગઈ અને પછી બોયફ્રેન્ડ અને ગર્લફ્રેન્ડની ગુનાખોરી પોલીસની સામે આવી ગઈ, અને પોલીસે બનેંની ધરપકડ કરી હતી. લગ્ન, સુહાગરાત અને ષડયંત્રની આ ખૌફનાખ ઘટના ઉત્તર પ્રદેશથી સામે આવી છે. 

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment