Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / October 4.
Homeન્યૂઝવ્યાજખોરીના ત્રાસથી આત્મઘાતી પગલું

વ્યાજખોરીના ત્રાસથી આત્મઘાતી પગલું

virpur photo
Share Now

વ્યાજખોરનો ત્રાસ 

વ્યાજ ખોરના ત્રાસથી ઘણા કુટુંબો બરબાદ થયા છે. ઘણા વેપારી લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને આવા તો અનેક કિસ્સા રોજ બરોજ આપણી  સામે આવતા જ હોય છે. આવી જ એક ઘટના બની રાજકોટ જિલ્લાના વીરપુરના પીઠડીયા ગામ પાસે. પીઠડીયા ગામ પાસે એક જસદણના વેપારીએ આવીને ઝેરી ટીકડા ખાઈ લઇ પોતાનો જીવ આપી દીધો અને તેનું આખેઆખું કુટુંબ નોધારું થઇ ગયું. આ સમગ્ર ઘટનાથી જસદણ અને વીરપુરમાં અરેરાટીનો માહોલ સર્જાઈ ગયો છે. મૃતકે તોતિંગ વ્યાજના વિષચક્રમાં ફસાઈને જીવ આપ્યો અને સાથે મૃતકે એક સુસાઇડ નોટમાં વ્યાજખોરો કેમ પરેશાન કરતા હતા તે અંગે બંધ કહાની પણ લખી. 

virpur photo

મૃતકે સુસાઈડ નોટમાં શું લખ્યું છે ? 

સમગ્ર ઘટના અંગે મળતી માહિતી મુજબ, ગત રોજ રાજકોટ જિલ્લાના વીરપુર પાસેના પીઠડીયા ગામની સિમમાંથી એક પ્રૌઢનો મૃતદેહ મળી આવ્યો હતો. જેની જાણ પોલીસને થતા વધુ તપાસ હાથ ધરી હતી. તપાસમાં તેણે ઝેરી ટીકડા ખાઈને આત્મહત્યા કર્યાનું સામે આવ્યું છે. મૃતક ભીખુભાઇના ખિસ્સામાંથી એક સુસાઇડ નોટ પણ મળી આવી હતી. જેમાં તેણે સાફા સાફ શા માટે આત્મહત્યા કરી તેની વિગતો હતી અને કોના ત્રાસથી તેણે આત્મહત્યા કરી તે પણ લખ્યું છે.

virpur photo

wikiquote

વ્યાજખોરીના ત્રાસથી આત્મઘાતી પગલું

જસદણના રહેવાસી ભીખાભાઇ મોલીયા નામના વ્યક્તિ જસદણમાં વેપારી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. ધંધામાં થોડા પૈસાની જરૂર પડતા તેણે જસદણના જ દિલીપ ગોવિંદ ચાવ પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા તો સામે તેને એક ચેક લખીને આપ્યો હતો. ભીખુભાઇએ વ્યાજખોર દિલીપ પાસેથી 3 થી 4 વખત રૂપિયા લીધા હતા અને તેના બદલે તેણે તેને સામે ચેક પણ આપ્યા હતા.

virpur photo

વ્યાજ ભર્યા બાદ પણ વ્યાજ માટે દબાણ 

3 થી 4 વર્ષ પહેલા ભીખુભાઇએ દિલીપ ચાવ પાસે થી 4 લાખ રૂપિયા લીધા હતા અને સામે તેને દિલીપને એક કોરો ચેક પણ આપ્યો હતો. જો કે, મૃતક ભીખુભાઇએ આ તમામ રૂપિયા વ્યાજ સાથે પરત કરી દીધા હતા. આમ છતાં, વ્યાજખોર દિલીપ ભીખુભાઇને સતત ડરાવતો અને ધમકાવતો અને ભીખુભાઇએ તેની પાસે થી 40 લાખ રૂપિયા લીધા છે તેવું કહીને તે પરત આપવા માટે દબાણ કરતો હતો. જો કે, તે આટલાથી જ નહોતો અટકયો. વ્યાજખોર દિલીપે ભીખુભાઇનો કોરો ચેક બેન્કમાં જમા કરાવીને બાઉન્સ પણ કરાવ્યો અને ફરીથી આ મુદ્દે તેને ભીખુભાઇને ટોર્ચર કરવાનું શરૂ કર્યું હતું. દિલીપના ત્રાસથી ભીખુભાઇ છેલ્લા 8 વર્ષથી નાસ્તા ફરતા હતા અને અલગ અલગ શહેરોમાં છુપાઈને રહેતા હતા. અને આખરે આ અસહ્ય ત્રાસ સહન ન થતા ભીખુભાઇએ ઝેરી ટીકડા ખાઈને મોતને વ્હાલું કર્યું હતું.

virpur photo

times of india

વ્યાજખોર દિલીપની શરતી વ્યાજખોરી  

દિલીપ ચાવ એ જસદણના વિછિયા રોડ ઉપર રહે છે, અને તેનો મુખ્ય ધંધો વ્યાજ વટાવનો છે. દિલીપ પૈસાની જરૂરિયાત વાળા લોકોને વ્યાજે પૈસા આપે છે અને તે પણ ખુબ જ તોંતિગ વ્યાજ સાથે. દિલીપનું વ્યાજ 5 % થી શરુ થઇને 10 – 15 % સુધીનું હોય છે. તેમાં પણ જો કોઈ સામાન્ય વ્યક્તિ જો દિલીપના વ્યાજ વિષ ચક્રમાં ફસાઈ જાય તો ક્યારેય બહાર નીકળી જ નથી શકતો. દિલીપ જયારે પૈસા વ્યાજે આપે છે ત્યારે વ્યાજે પૈસા લેનાર વ્યક્તિ પાસેથી એક કોરો ચેક અને સાથે અનેક શરતો પણ રાખે છે. જેમાં, સમયસર વ્યાજના પૈસા ન આપે તો પેનલ્ટી સહીતની શરતો હોય છે. જો વ્યક્તિ વ્યાજ આપવામાં એક દિવસ પણ મોડું કરે તો તેવો એક દિવસના  200 રૂપિયા જેટલી પેનલ્ટી વસુલે છે.

virpur photo

વ્યાજચક્રમાં ફસાઈ અનેકે પોતાનો જીવ આપ્યો 

આ નરાધમે ભીખુભાઇ જેવા અનેક વ્યક્તિને વ્યાજના વિષ ચક્રમાં ફસાવીને બરબાદ કર્યા છે અને પોતે માલામાલ થઇ ગયો છે. તે એક ખાસ પધ્ધ્તીથી વ્યાજે પૈસા આપવા તે એક બુક રાખે છે અને તેમાં તે રોજે રોજના પૈસા પણ વ્યાજે આપે છે. જેનું વ્યાજ 10 % થી પણ વધારે હોય છે. આવા વ્યાજના પૈસા તો નાના લોકો જ લે છે અને દિલીપ આવા લોકોને બેફામ વ્યાજથી લૂંટે છે. દિલીપ ચાવ અને તેનો ધંધો તેના બેફામ વ્યાજખોરીના ચક્કરમાં ભીખુભાઇ એ પોતાનો જીવ ગુમાવ્યો છે.

virpur photo

ગુનાહિત પ્રવૃતિઓથી રહો BE ALERT 

દિલીપ ચાવનો ગુનાહિત ઇતિહાસ જોવા જઈએ તો  2013 માં પણ એક વ્યક્તિ એ તેના વ્યાજખોરીના કડક ઉઘરાણીને લઈને આત્મહત્યાનું પગલું ભર્યું હતું.અને આવી વ્યાજખોરીમાં દિલીપ મોટો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. હાલ તો પોલીસે દિલીપને સકંજામાં લીધો છે અને વધુ તપાસ હાથ ધરી છે. આવા તો અનેક કિસ્સાઓ આપણી આસપાસ બનતા જ હોય છે. તો તેનાથી ડર્યા વગર નજીકના પોલીસ સ્ટેશને જઈ જાણ કરો અને રહો BE ALERT. 

જુઓ આ વિડીયો : નિર્મમ પત્નીનો હત્યારો પતિ

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment