Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 5.
Homeન્યૂઝહાય હાય….બીલ્ડરોના ત્રાસથી કેશોદ અને રાજકોટમાં આપઘાત

હાય હાય….બીલ્ડરોના ત્રાસથી કેશોદ અને રાજકોટમાં આપઘાત

Builder crime case
Share Now

ઘટના 1 :

ગુજરાત રાજ્યના જૂનાગઢ શહેરના ભેંસાણમાં ભાજપના અગ્રણીના પુત્રએ આપઘાત કર્યો છે. રાજકોટના કાર્યપાલક ઈજનેર સહિત પાંચ શખ્સોના ત્રાસનો પણ આક્ષેપ લાગ્યો છે..રૂડા ગામના કાર્યપાલક ઈજનેરના જડ વલણના કારણે બિલ અટવાયુ હતુ.અને કેટલીક રકમ કોન્ટ્રાક્ટરોએ પચાવી પાડી હોવાના પણ  આક્ષેપ લાગ્યા છે ધવલ ડોબરિયા નામના 25 વર્ષના યુવાને ઝેરી દવા ગટગટાવી આપઘાત કર્યો છે.

Keshod suicide

યુવકના નાણા ફસાતા કર્યો આપઘાત

  • ભેંસાણ ભાજપના અગ્રણીના પુત્રએ કર્યો આપઘાત
  • રાજકોટના કાર્યપાલક ઇજનેર સહિત પાંચ શખ્સોનો ત્રાસ
  • યુવકના નાણા ફસાતા કર્યો આપઘાત
  • રૂડાના કાર્યપાલક ઇજનેરના જડ વલણને લીધે બીલ અટવાયુ અને અમુક રકમ કોન્ટ્રાકટરોએ પચાવી પાડી
  • ૨૫ વર્ષીય આશાસ્પદ યુવાન ધવલ ડોબરીયાએ ઝેરી દવાપી કર્યો આપઘાત
  • શ્રીજી કૃપા કન્ટ્રકશનના માલિક કુમનભાઈ વરસાણી, રાજકોટ રૂડાના કાર્યપાલક ઇજનેર કમલેશ ગોંડલીયા, સંદિપ ગમઢા, સંજય સાકરીયા અને દર્શન સ્ટોનના મયુરના નામનો સ્યુસાઈડ નોટ મા ઉલ્લેખ
  • મૃતક યુવક અને રૂડાના ઇજનેર કોન્ટ્રાક્ટર ભાગીદારમાં આવાસો બનાવવાના કરતા હતા કામ
  • મૃતક યુવકના કરોડો રૂપિયા ફસાવી ચાઉ કરી જવાનો કારસો હોવાથી આપઘાત કર્યાની ચર્ચા

આર્થિક સંકળામણમાં આવેલા યુવાને ઝેરી દવા પીને આપઘાત કર્યો

તે શખ્સ રૂડાના ઈજનેર કોન્ટ્રાકટરના ભાગીદારીમાં આવાસ બનાવવાનું કામ કરતા હતા.. આપઘાત કરનારા યુવકના નાણા ફસાયેલા હતા..બીજીતરફ કાર્યપાલક ઈજનેરના જડવલણના કારણે બિલ અટવાયું હતુ.અને કેટલીક રકમ કોન્ટ્રાક્ટરોએ પચાવી પાડી હતી..જેથી આર્થિક સંકળામણમાં આવેલા યુવાને ઝેરી દવા પીને આપઘાત કર્યો છે.

ગઈકાલના રોજ બપોરે યુવકે દવા પી લેતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો ત્યાં  તેનું મૃત્યુ નીપજ્યું હતું આ ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ તપાસમાં યુવકના ખિસ્સામાંથી  સુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં એક ઈજનેર સહીત છ વ્યક્તિના નામનો ઉલ્લેખ કરતા યુવકે લખ્યું હતું કે હું દવા પીને આપઘાત કરી રહ્યો છું તેનું કારણ છે રાજકોટ આવાસમાં કમ ચાલી રહ્યું છે તે. આ કામમાં મારા ભાગીદારો મારા રૂપિયા ખાઈ ગયા છે.માટે હું આ પગલું ભરું છું. સુસાઇડ નોટ કબજે કરી પોલીસે આગળની કાર્યવાહી હાથધરી છે.

આ પણ જુઓ : ઉનામાં અસામાજિક તત્વોનો આતંક

ઘટના 2 :

  • રાજકોટના બિલ્ડર પાસેથી અઢી કરોડ વ્યાજે લીધા બાદ નંદુ ટયુશન કલાસીસના સંચાલક વિજયભાઇ મકવાણાની 1પ કરોડની મિલ્કત છેતરપીંડીથી બિલ્ડરે પોતાના નામે કરી લીધી હોવાનો આક્ષેપ
  • વિજયભાઇ તેમના પત્ની કાજલ અને 11 વર્ષીય પુત્રી શનિવારથી ગુમ : તાલુકા પોલીસ અને ક્રાઇમ બ્રાંચની ટીમો શોધખોળમાં લાગી : સામુહિક આપઘાત કરવાની ચીમકી આપી હોવાથી પરિવારજનોમાં પણ ચિંતા વ્યાપી

રાજકોટના કાલાવડ રોડ પર આવેલ પ્રદ્યુમન વિલામાં રહેતા પરિવારના પતિ-પત્ની અને 11 વર્ષની પુત્રી છેલ્લા ત્રણ દિવસથી લાપતા છે. પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પરંતુ હજુ સુધી પરિવાર મળી આવ્યો નથી. બિલ્ડરના ત્રાસથી પરિવાર સામુહિક આપઘાત કરવાનો પત્ર લખી ઘરેથી નીકળી ગયો છે.વિસ્તૃત વિગત મુજબ શહેરના કેકેવી ચોકમાં નંદુ કલાસીસ ચલાવતા વિજયભાઇ મકવાણા, તેમના પત્ની કાજલબેન અને 11 વર્ષીય પુત્રી પોલીસ કમિશ્નરને સંબોધી એક પત્ર લખી સામુહિક આપઘાત કરી લેવાની ચીમકી આપી ઘરેથી નીકળી ગયા બાદ તાલુકા પોલીસ મથકે વિજયભાઇના ભાઇ કિરણભાઇએ ગુમ નોંધ નોંધાવી છે. સમગ્ર મામલો રવિવારે પોલીસ સમક્ષ આવ્યા બાદ તાલુકા પોલીસ અને ક્રાઇમ બ્રાંચની ટીમો તપાસમાં લાગી છે.

Family Crime

પરંતુ આજ ત્રીજા દિવસે પણ પરિવારનો કોઇ પતો લાગ્યો નથી. ગઇકાલે તાલુકા પોલીસ મથકે ડીસીપી ઝોન-2 મનોહરસિંહ જાડેજા, એસીપી જે.એસ.ગેડમ, પીઆઇ જે.વી.ધોળાએ પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં જણાવ્યું હતું કે પોલીસને અરજી મળ્યા બાદ તુરંત જ તપાસ હાથ ધરી હતી અને બિલ્ડરને પણ એક પત્ર તેમના ઘરના લેટર બોકસમાંથી મળતા તેઓ પણ પત્ર લઇ માલવીયાનગર પોલીસ મથકે પહોંચ્યા હતા. જયાં બિલ્ડરની તપાસ થઇ હતી. વિજયભાઇએ પત્રમાં આક્ષેપ કર્યો હતો કે તેમણે બિલ્ડર પાસેથી રૂા.2.5 કરોડ તેમના કલાસીસના બિલ્ડીંગ બનાવવા માટે લીધા હતા અને સિકયુરીટી પેટે તેમને પેઢીમાં 30 ટકા ભાગીદારી આપી હતી. 70 ટકા ભાગ બંને ભાઇઓના નામે કર્યો હતો. દર મહિને તેઓ 7.5 લાખ રૂપિયા વ્યાજ ચુકવતા હતા. 2019માં જ તેમનો વ્યવસાય ઠપ થતા અને બેંક લોનના હપ્તા ચડી જતા બિલ્ડરે લોન પોતે ચુકતે કરવાનું કહી લોન કલીયર કરતી વખતે આપતી મિલ્કત પોતાના નામે છેતરપીંડીથી કરી લીધી હતી જેથી વિજયભાઇએ બિલ્ડીંગ વેચવું હતું છતાં બિલ્ડર વેચવા દેતો નહોતો

જેથી આર્થિક ભીંસમાં આવેલા પરિવારે સામુહિક આપઘાત કરવાનું કહી ઘરેથી નીકળી ગયો હતો.પોલીસે બિલ્ડરના નિવેદન પરથી દાવો કર્યો છે કે આ વ્યાજ વટાવનો મામલો નથી પરંતુ ભાગીદારીમાં કોઇ વિવાદ થતા પરિવાર ઘરેથી ચાલ્યો ગયો છે. જોકે ગુમ થનાર જયારે મળી આવશે ત્યોર જ સત્ય બહાર આવી શકે છે. હાલ પોલીસ શોધખોળ કરી રહી છે અને તપાસ માટે પરિવારના સગા-સંબંધીઓનો પણ ફોન મારફત સંપર્ક કરી પુછપરછ કરવામાં આવી રહી છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Androidhttp://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment