Ott India News Logo
Recent Posts
Connect with:
Monday / May 16.
Homeન્યૂઝઇન્ડોનેશિયાના પ્રથમ રાષ્ટ્રપતિની દિકરીએ શા માટે અપનાવ્યો હિન્દુ ધર્મ?

ઇન્ડોનેશિયાના પ્રથમ રાષ્ટ્રપતિની દિકરીએ શા માટે અપનાવ્યો હિન્દુ ધર્મ?

Sukmawati Soekarnoputri
Share Now

ભારતમાં તમને દરેક ધર્મના અને જાતના લોકો સંપીને રહેતાં જોવા મળશે, જેના કારણે જ ભારત અલગ અલગ સાંસ્કૃતિક વરાસાઓ ધરાવતો દેશ તરીકે ઓળખાય છે, ભારતમાં જ નહી પણ વિદેશમાં પણ ભારતની પ્રશાસા થતી હોય છે, તે ભારતના સારા કાર્યો ને લઇને કે પછી તેના જુના વારસા અને સંસ્કૃતિને લઇને છે.ત્યારે મોટા પ્રમાણમાં વિદેશમાંથી ટુરિસ્ટ ભારતમાં ફરવા પણ આવતા રહે છે, ત્યારે હવે એક એવા સમાચાર મળી રહ્યાં છે કે, ઇન્ડોનેશિયાના પ્રથમ રાષ્ટ્રપતિ સુકર્ણોના ત્રીજા નંબરના દિકરીએ પોતાનો 70 મો જન્મદિવસ કંઇક અલગ રીતે ઉજવ્યો હતો, જેની ચર્ચા મીડિયા હાઉસ તેમજ લોકોમા ચર્ચાનો વિષય બની છે.

સમગ્ર વિશ્વમાં ઇન્ડોનેશિયા (Indonesia) માં ઇસ્લામ ધર્મનું પાલન કરનારા સૌથી વધુ લોકો છે, એટલું જ નહી પણ સમગ્ર વિશ્વમાં સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતા દેશોમાં ઇન્ડોનેશિયાનો પ્રથમ ક્રમ આવે છે.     

પહેલાં જાણીએ કોણ છે સુકમાવતી (sukmawati)સુકર્ણો?

‘Sudhi Wadani’ (Photo: Twitter)

ઈન્ડોનેશિયાના પ્રથમ રાષ્ટ્રપતિ સુકર્ણોના દીકરી સુકમાવતી છે. સુકમાવતીનું પુરુ નામ દાયાહ મુતિયારા સુકમાવતી સુકર્ણોપુત્રી છે. સુકમાવતી (sukmawati) સુકર્ણોના ત્રીજા નંબરના દીકરી છે, તેમણે પોતાનો 70 મો જન્મદિવસ મંગળવારે જ ઉજવ્યો છે.તેમણે હિન્દુ ધર્મ સ્વીકાર્યો છે, જેનો કાર્યક્મર બાલીના બાલે આગુંગ સિંગારાજા જીલ્લામાં સુકર્ણો હેરિટેઝ સેન્ટરમાં યોજાયો હતો. કટ્ટરવાદી ઇસ્લામિક જુથોએ ગત વર્ષે સુકમાવતી વિરુદ્વ ઇશનિંદાની ફરિયાદ પણ નોંધાવી હતી.

શું હતી પુરી ઘટના?

પોતાની એક કવિતા સુકમાવતીએ જાહેર કરી હતી, ત્યારે ઇસ્લામિક કટટરવાદિઓએ તે સમયે આરોપ મુક્યો હતો કે સુકમાવતીએ ઇસ્લામનું અપમાન કર્યું હતુ. જે બાદ સુકમાવતીએ બધા સામે માફી પણ માંગી, છતાં વિવાદ શાંત ન થયો, લોકો દ્વારા અવાર નવાર ટીકાઓ કરવાનું ચાલુ જ રહ્યુ.

Image Courtesy: IST

દાદી પણ હિન્દુ ધર્મમાં વિશ્વાસ ધરાવતા હતા

સુકમાવતીએ આ નિર્ણય લીધો તે શા માટે લીધો તેની પાછળ તેમા દિવગંત દાદી ઇદા અયુ નયોમાન રાઇ શ્રીમબેનની પ્રેરણા છે, જેઓ હિન્દુ ધર્મમાં વિશ્વાસ અને શ્રધ્ધા રાખતા હતા. સુકમાવીના નિર્ણય અંગે જાણકારી આપી હતી. સુકમાવને હિન્દુ ધર્મની વ્યાપક પ્રમાણમાં જાણકારી હતી. તે હિન્દુ દ્રમના તમામ સિદ્ધાંતો અને પરંપરાઓથી વાકેફ છે.

જુઓ વીડિયો: 

 

આ નિર્ણય તેમણે તેમના પર લાગેલા ઇસ્લામના નિંદા અંગેના 3 વર્ષ બાદ લીધો છે, વર્ષ 2018 માં જે તેમણે એક ફેશન ઇવેન્ટમાં કવિતા રજુ કરી અને ત્યાં રહેલા હાજર ઘણા સમુહોએ પોલીસને કવિતા ઇંગે ફરિયાદ કરી. જેમાં લકોએ શરિયા કાનુન, હિજાબની ટીકા કરવાનો અને મુસ્લિમનોને પ્રાર્થના કરવાની અપીલ કરવાનો આરોપ લગાવ્યો હતો.

આવી જ રોચક માહિતી મેળવવા માટે જોતા રહો OTT India

આ પણ વાંચો: અમદાવાદ શહેરની મધ્યમાં જે દેવી કરે છે શહેરનું રક્ષણ એવા ભદ્વકાળી માતા

No comments

leave a comment