આઇપીએલ સિઝન લાંબા સમય ગાળા બાદ યુએઇમાં શરૂ થઇ છે ત્યાં ચિંતા વધારનારા સમાચાર સામે આવ્યા છે. સનરાઇઝ હૈદરાબાદનો એક પ્લેયર કોરોના (corona) પોઝિટિવ આવ્યો છે, ત્યારબાદ તેના સંપર્કમાં આવેલા 6 અન્ય સભ્યને આઇસોલેશનમાં મોકલવામાં આવ્યા છે.
જણાવી દઇએ કે સનરાઈઝ હૈદરાબાદ (Sunrisers Hyderabad)ની દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals)સામે મેચ હતી. જોકે આજની મેચ પર કોઇ અસર નહીં પડે અને મેચ રમાશે.
ક્યા પ્લેયરને થયો કોરોના (Corona)?
સનરાઇઝ હૈદરાબાદના બોલર ટી. નટરાજન કોરોના પોઝિટિવ (Corona Positive) આવ્યો છે. મેચની શરૂઆત પહેલા જ આરટી-પીસીઆર (RTPCR)ટેસ્ટ થાય છે, જેમાં આ પરિણામ સામે આવ્યુ છે. ત્યારબાદ તેના સંપર્કમાં આવેલા પ્લેયર્સ અને સ્ટાફને આઇસોલેશન (Isolation)માં મોકલી દેવામાં આવ્યા છે.
આ પણ વાંચો: પાકિસ્તાનને વધુ એક ઝટકો, રમીઝ રાજા શું કામે ઇંગ્લેન્ડ પર તુટી પડ્યા?
ટીમના અન્ય સભ્ય અને સ્ટાફનો પણ આરટી-પીસીઆર ટેસ્ટ (RTPCR Test)કરવામાં આવ્યો છે, જેમાં તમામનું રિઝલ્ટ નેગેટિવ આવ્યુ છે.
કોરોનાના પગલે બંધ થઇ હતી આઇપીએલ
જણાવી દઇએ કે આઇપીએલ (IPL)ની આ સિઝનની શરૂઆતમાં પણ કોરોનાના કેસ સામે આવ્યા હતા, ત્યારે આઇપીએલ સિઝન ભારતમાં રમાતી હતી અને બાદમાં તેને બંધ કરવી પડી હતી. એક લાંબા અંતર બાદ સીઝનને પુર્ણ કરવા માટે યુએઇ (UAE)માં 19 સપ્ટેમ્બરથી જ આઇપીએલને ફરી શરૂ કરવામાં આવી છે. હવે બે દિવસ બાદ ફરી કોરોનાનો કેસ સામે આવ્યો છે.
RCBની કેપ્ટનશીપમાંથી વિરાટનું રાજીનામું જુઓ વીડિયો:
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4