શિયાળામાં આપણું શરીર ઠંડીથી બચવા માટે પોતાની કેલરી બર્ન કરે છે. તેને લીધે શિયાળામાં શરીરને સામાન્ય કરતાં વધારે કેલરીની આવશ્યકતા રહે છે. શિયાળામાં આપણી ડાયજેશન(winter diet) સિસ્ટમ સામાન્ય કરતાં વધારે સારી રીતે કામ કરે છે. અર્થાત શિયાળામાં આપણે ડાયટ(winter diet) વધારી શકીએ છીએ.તો સાથે જ આ વસ્તુઓ તમને ફાયદાથી ભરપુુર જોવા મળશે.આ પ્રકારના સુપરફુડમાં ન્યૂટ્રીશન તો વધુ હોય છે જ સાથે આ તમારા મેટાબોલિઝમને સંતુલિત રાખે છે અને તમારું સ્વાસ્થ્ય પણ સારું રહે છે, તેથી 30ની ઉંમર બાદ આ વસ્તુઓ ખોરાકમાં ચોક્કસથી શામેલ કરવી જોઈએ.
દૂધ
દૂધએ તમારા શરીરની સાથે તમારા મગજને પણ ફાયદાકારક છે.તો સાથે જ બ્લડ સુગર લેવલને અંકુશમાં રાખે છે. વજન ઘટાડવામાં મદદ કરે છે.એટલા માટે તે ડાઇટમાં(winter diet) વધુ ઉપયોગમાં લેવામાં આવે છે.
નારંગીનો રસ
નારંગી વજન ઘટાડવામાં મદદ કરી શકે છે.તો સાથે જ નારંગીમાં હાજર ફાઇબર તમારા પેટને ભરેલું રાખે છે જેથી તમે ઓછો ખોરાક ખાઓ છો. તેમાં કેલરી ઓછી હોય છે. તમે તેનો રસ પણ પી શકો છો.નારંગીમાં ઓર્ગેનિક એસિડ, વિટામિન, ખનિજો, વિટામિન સી અને ફ્લેવોનોઇડ્સ હોય છે. તેઓ તમારી ત્વચાને સ્વસ્થ રાખવા માટે કામ કરે છે. તો સાથે જ ત્વચાને હાઇડ્રેટેડ રાખે છે.
આ પણ વાંચો :ભાવનગરનું તાળું “મુબારક મકબરો” હું નિષ્ઠાવાન ચોકીદાર!
અશ્વગંધા
અશ્વગંધા એક કે બે નહીં પણ અનેક ઔષધીય ગુણો ધરાવે છે. અશ્વ એટલે ઘોડો અને ગંધ – એટલે સુગંધ. તેનું નામકરણ એ છે કે તેની મૂળિયા ઘોડાના પરસેવાની ગંધ હોય છે. તે એક મજબૂત છોડ છે જે ઉચ્ચ તાપમાનથી નીચા તાપમાન સુધી ટકી શકે છે. જોકે એવા ઘણા ફાયદા છે જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે. તેનો ઉપયોગ બાળકોથી લઈને વૃદ્ધ લોકોને પણ ફાયદો પહોંચાડે છે.તમારા શરીર માટે આ એક સારો એન્ટીઓક્સિડન્ટ છે.જે શરીરમાં ફ્રી રેડિકલ્સ અને ઓક્સિડેટીવ સ્ટ્રેસ સામે રક્ષણ આપે છે અને તેની સામે લડવા મદદ કરે છે. પુરુષોમાં ઉંમર સાથે ઘટતું જતું ટેસ્ટોસ્ટેરોઈન લેવલ પણ અશ્વગંધાના સેવનથી સરળતાથી વધારી શકાય છે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4