સોમ એટલે ચંદ્ર ભગવાને સોનાનું, રાવણે ચાંદીનું અને શ્રી કૃષ્ણે લાકડાનું મંદિર બાંધ્યું હતું.અને ચંદ્રદેવને ૨૭ પત્નીઓ હતી .જેને આપણે આજે ૨૭ નક્ષત્રોના નામોથી ઓળખીએ છીએ. તે બધી દક્ષ પ્રજાપતિની પુત્રીઓ હતી. તેમાંથી રોહિણી નામવાળી પત્ની સાથે ચંદ્ર સદાય પ્રેમમગ્ન રહેતા હતા. બાકીની ૨૬ પત્નીઓ કે જે સગી બહેનો હતી તે પતિ વિયોગે ઉદાસ રહેવા લાગી. એક દિવસ પિતા દક્ષ દીકરીઓનું દુઃખ જાણીને દુભાયા અને જમાઈ ચંદ્રને આજ્ઞા કરી કે દરેક પત્ની સાથે સરખો પ્રેમભાવ રાખવો. પણ ચંદ્રે વડીલની આજ્ઞા અવગણી હતી.અને આથી દક્ષરાજે ક્રોધે ભરીને તેમને “ચંદ્ર તારો ક્ષય થાય.” એવો શ્રાપ આપ્યો હતો.
પ્રજાપિતા બ્રહ્માની સલાહથી સૌથી પ્રિય પત્ની રોહિણી સાથે ચંદ્રએ આ સ્થળે ‘પ્રભા’ પાછી મેળવવાની આશા સાથે પ્રભુ શિવનું ધ્યાન કર્યું ને તપસ્યા કરી હતી. તેણે આ ક્ષેત્રમાં શિવજીની મહામૃત્યુંજય મંત્રથી પૂજા કરી હતી.તપથી પ્રસન્ન થયેલા શિવ શંકરના અનુગ્રહથી ચંદ્રનો શ્રાપમાંથી આંશિક છૂટકારો થયો હતો.ત્યારથી શિવજીની કૃપાથી ૧૫ દિવસ સુધી વધતો (સૂદ અથવા કૃષ્ણ પક્ષ) અને પછી ૧૫ દિવસ ઘટતો (વદ અથવા શુકલ પક્ષ) ચંદ્ર થાય છે.આ અલોકિક ઘટનાના દર્શન કરવા દુર દુરથી ભાવિકો સોમનાથ (Somnath)મંદિરે આવે છે.
કાર્તીકી પૂર્ણિમાના દિવસે મંદિરમાં વિશેષ પૂજા-અર્ચના અને મહાઆરતી
આજે કાર્તીકી પૂર્ણિમાના દિવસે સોમનાથ મંદિરમાં નિત્યક્રમ મુજબ મધ્યરાત્રીએ વિશેષ પૂજા-અર્ચના અને મહાઆરતી કરવામાં આવશે. આ મહાપુજાના સમયે મધ્યરાત્રીએ 12 વાગ્યે સોમનાથ મંદિરના(Somnath) શિખર પર સાક્ષાત ચંદ્ર દેવ બિરાજમાન થશે તેવી ખગોળીય દ્રષ્ટીએ અલોકિક ઘટના સર્જાશે તેવું પુજારી દ્નારા કહેવામાં આવી રહ્યું છે. દર્શન કરવા દુર દુરથી ભાવિકો સોમનાથ મંદિરએ (Somnath)પહોંચે છે.કાર્તીકી પૂર્ણિમાની મધ્યરાત્રીએ ભગવાન શિવ ચંદ્રને મસ્તક પર ધારણ કરે છે. શિવ, ચંદ્રશેખર અને સોમેશ્વર નામથી પૂજાયએ દિવસ પણ કાર્તિકી પૂર્ણિમાનો હોવાથી ધાર્મિક દ્રષ્ટીએ તેનું મહાત્મય છે.
આ પણ વાંચો :ભાવનગરનું તાળું “મુબારક મકબરો” હું નિષ્ઠાવાન ચોકીદાર!
કેવું દૃશ્ય જોવા મળશે આજના દિવસે
ર વર્ષે કાર્તીકી પૂર્ણિમાની મધ્યરાત્રીના 12 વાગ્યે સોમનાથ(Somnath)મંદિરના શિખર પર ચંદ્ર પોતે સ્થાન લે છે.તેનો અલોકીક નજારો નિહાળવા મોટીસંખ્યામાં ભાવિકો સોમનાથ મંદિરએ આવે છે. આ દિવસે મધ્યરાત્રીએ સોમનાથ મહાદેવને મહાઆરતી પણ કરવામાં આવે છે. જેનો લ્હાવો લેવા દર વર્ષે અનેક ભક્તો આવે છે. જે મુજબ આજે રાત્રીના 10:45 વાગ્યે મહાપુજન અને 12 વાગ્યે મહાઆરતી કરવામાંઆયોજન કરવામાં આવશે.સોમનાથ મંદિર રાત્રીના 1 વાગ્યા સુધી ભાવિકો દર્શન કરી શકે તે માટે ખુલ્લુ રહેશે.તો સાથે જ સોમનાથ સાંનિધ્યે કાર્તીકી પૂર્ણિમાનું અનેરૂ મહાત્મય છે. છેલ્લા સાત દાયકાથી દર વર્ષે દેવદિવાળીના પર્વે બાદ કાર્તીકી પૂર્ણીમાના દિવસ સુઘી સોમનાથ સાંનિધ્યે પાંચ દિવસીય લોકમેળાનું મંદિર ટ્રસ્ટ દ્રારા આયોજન કરવામાં આવે છે.
Android: http://bit.ly/3ajxBk4