Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 5.
Homeએન્ટરટેઈન્મેન્ટસાઉથના આ સુપરસ્ટાર એક્ટરને અચાનક કેમ અમેરિકા ભાગવુ પડ્યુ?

સાઉથના આ સુપરસ્ટાર એક્ટરને અચાનક કેમ અમેરિકા ભાગવુ પડ્યુ?

South Star
Share Now

સાઉથના સુપરસ્ટાર હિરોની જો વાત કરીએ તો તે લિસ્ટમાં અલ્લુ અર્જુન, રામચરણ , પૃથ્વીરાજ વિજય, મહેશ બાબુ, રજનીકાંત (Superstar Rajinikanth ) અને દેવકોડા જેવા સ્ટારની લિસ્ટ ખુબ લાંબી છે, પણ આજે આપણે વાત કરવાના છે એવા સાઉથ સ્ટાર હિરોની જેની ફિલ્મનું પોસ્ટર આવતાની સાથે જ ફેન્સ ફિલ્મની રાહ જોવા લાગે છે, ટ્રેલરની તો ન પુછો વાત અને જ્યારે ફિલ્મ આવે ત્યારે દુધ અને ફુલહાર થી પોસ્ટરને સજાવવામાં આવે છે. કોઇ બીજા સ્ટાર નહી પણ કબાલી ફિલ્મના સુપર સ્ટાર રજનીકાતં ( Superstar Rajinikanth ) ની વાત કરી રહ્યાં છે.

દક્ષિણ ભારતીય ફિલ્મોના સુપરસ્ટાર રજનીકાંતના (Superstar Rajinikanth ) ફેન્સ માટે તેની નાની નાની ન્યુઝ પણ ખુબજ મહત્વની હોય છે. રજનીકાંતની દરેક અંદાજ અને તેમના લુકસ પર ફેન્સ ધ્યાન રાખતા હોય છે. ત્યારે મીડિયા રિપોર્ટમાંથી સમાચાર મળ્યા છે કે, અચાનક અમેરિકા ભાગવુ પડ્યુ હતુ. એવુ તો શું થયુ હશે કે રજનીકાંતને અમેરિકાની ફ્લાઇટ પકડવી પડી હતી.

સુપર સ્ટાર રજનીકાંત

Rajanikant

  • સુપરસ્ટાર રજનીકાંતે અમેરિકામાં થોડા વિક સુધી રહેશે
  • અમેરિકામાં કરાવશે રજનીકાંત પોતાનું હેલ્થ ચેકઅપ
  • થોડો સમય તે ત્યાં જ પત્ની સાથે રહેશે
  • અમેરિકા જવા માટે કેન્દ્ર સરકાર પાસેથી માંગી હતી પરમિશન

સાઉથ સુપર સ્ટાર રજનીકાંતે અમેરિકામાં થોડા વિક સુધી રહેવાના છે, તેવા પણ સમાચાર મળી રહ્યાં છે. હૈદરાબાદમાં ફિલ્મનું શુટીંગ પુર્ણ કરીને પત્ની સાથે રજનીકાંત અમેરિકા ગયા છે. રજનીકાંત પોતાનું હેલ્થ ચેકઅપ કરાવવા માટે અમેરિકા રવાના થયા છે. અને થોડો સમય તે ત્યાં જ પત્ની સાથે રહેવાના છે.

રજનીકાંતના ફોટો વાયરલ

 

ફિલ્મ Annaatthe ની શુટીંગ પુર્ણ કરીને રજનીકાંત ( Rajinikanth)પત્ની સાથે અમેરિકા ગયા છે. એક રિપોર્ટ પ્રમાણે અમેરિકામાં(US) પોતાના ડૉક્ટર સાથે પોતાનો જનરલ હેલ્થ ચેકઅપ કરાવશે.

 

રજનીકાંતને ત્યાં ઘણા ટેસ્ટ પણ કરાવવાના છે. રજનીકાંતના એરપોર્ટ પર ક્લીક કરવામાં આવેલા ફોટોઝ અને વીડિયો ફેન્સ શેર કરી રહ્યાં છે જે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યાં છે.

 

કેન્દ્ર સરકાર પાસેથી પરમિશન પણ માંગી

Rajanikant b

રજનીકાંતે અમેરિકા જવા માટે કેન્દ્ર સરકાર પાસેથી પરમિશન પણ માંગી હતી, કેન્દ્ર તરફથી પરમીશન મળ્યા બાદ રજનીકાંત વિશેષ વિમાનમાં અમેરિકા ગયા છે. રજનીકાંતનું સ્વાસ્થ્ય થોડા વર્ષોથી ઠીક નહોતુ, કોરોના કાળમાં પ્લેન પણ બંધ હતી, જેથી તે જઇ શક્યા નહોતા.

વર્ષ 2020 માં રજનીકાંતને બ્લડપ્રેશરની પ્રોબલમ થઇ હતી જેને લઇને તેમને હોસ્પિટલમાં એડમિટ પણ કરવા પડ્યા હતા. જે બાદ જ રજનીકાંતે રાજનીતીમાંથી બ્રેક લઇ લીધો હતો.

રજનીકાંત 8 જુલાઇએ આવશે ભારત

સુપરસ્ટાર રજનીકાંત એક ચાર્ટડ પ્લેનથી દોહા ગયા છે, ત્યાંથી જ યુએસની પેસેન્જર ફ્લાઇટ પકડશે. રજનીકાંત 8 જુલાઇના દિવસે ભારત પાછા આવી શકે છે.

આ પણ વાંચો: મહેનત રંગ લાવી: ગુજરાતની દિકરીની USની નેવીમાં થઇ નિમણુક

No comments

leave a comment