Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / December 1.
Homeન્યૂઝસુપ્રીમ કોર્ટના ઈતિહાસમાં પ્રથમ વખત 9 જજોએ એક સાથે લીધા શપથ, 3 મહિલા જજો પણ સામેલ

સુપ્રીમ કોર્ટના ઈતિહાસમાં પ્રથમ વખત 9 જજોએ એક સાથે લીધા શપથ, 3 મહિલા જજો પણ સામેલ

supreme court, judge,news in gujarati,big news
Share Now

સુપ્રીમ કોર્ટ માટે આજનો દિવસ ઐતિહાસિક છે. દેશમાં પ્રથમ વખત 9 જજોએ એકસાથે શપથ લીધા હતા. જેમાં ત્રણ મહિલા જજોનો પણ સમાવેશ થાય છે. દરેકે મંગળવારે સુપ્રીમ કોર્ટના જજ તરીકે શપથ લીધા. આ સાથે એ પણ સ્પષ્ટ થઈ ગયું કે સપ્ટેમ્બર 2027 માં જસ્ટિસ બી.વી. નાગz રત્ના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ બનવા જઈ રહ્યા છે.

ઇતિહાસમાં પર્થમ વખત કોર્ટ પરિસરની બહાર લેવાયા શપથ 

તમને જણાવી દઈએ કે ઇતિહાસમાં પ્રથમ વખત એવું બન્યું કે શપથ ગ્રહણ સમારોહ સુપ્રીમ કોર્ટ પરિસરની બહાર યોજાયો હતો. શપથગ્રહણ સમારોહનું પણ પ્રથમ વખત જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. તમને જણાવી દઈએ કે કોલેજિયમે 9 નામોની ભલામણ કરી હતી. ત્યારબાદ કેન્દ્ર સરકારની મંજૂરી મળ્યા બાદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ લીલી ઝંડી આપી દીધી હતી.

supreme court, judge,news in gujarati,big news

આ પણ વાંચો:અમેરિકી સેનાએ અફઘાનિસ્તાનને સંપૂર્ણપણે છોડ્યું

સુપ્રીમ કોર્ટના નવા જજ 

  • જસ્ટિસ ઓકા
  • જસ્ટિસ વિક્રમનાથ
  • જસ્ટિસ જે. કે. મહેશ્વરી
  • જસ્ટિસ હિમ કોહલી
  • જસ્ટિસ બી. વી. નાગરત્ન
  • જસ્ટિસ સી. ટી રવી કુમાર
  • જસ્ટિસ એમ. એમ સુંદરેશ
  • જસ્ટિસ બેલા એમ ત્રિવેદી
  • જસ્ટિસ પીસ નરસિમ્હા 

ત્રણ મહિલા જજોએ પણ શપથ લીધા

આજે સુપ્રીમ કોર્ટને ત્રણ નવા મહિલા જજ મળ્યા છે. તમને જણાવી દઈએ કે નાગરત્ન સિવાય કર્ણાટક હાઈકોર્ટના ત્રીજા સૌથી વરિષ્ઠ-જજ, બેલા એમ ત્રિવેદી, ગુજરાત હાઈકોર્ટના પાંચમા-વરિષ્ઠ જજ અને તેલંગાણા હાઈકોર્ટના ચીફ જસ્ટિસ હિમા કોહલીને પણસુપ્રીમ કોર્ટના જજ બનાવવામાં આવ્યા છે. 

પીએસ નરસિંહ બારમાંથી સીધા જ સુપ્રીમ કોર્ટના જજ બન્યા

પીએસ નરસિમ્હાએ સુપ્રીમ કોર્ટના જજ તરીકે શપથ લીધા છે. પીએસ નરસિમ્હા સીધા જ બારમાંથી સુપ્રીમ કોર્ટના જજ બની રહ્યા છે. 1993 માં ન્યાયાધીશોની નિમણૂક માટે કોલેજિયમ સિસ્ટમ અસ્તિત્વમાં આવી ત્યારથી નરસિંહ બારમાંથી સીધા સુપ્રીમ કોર્ટમાં આવનારા છઠ્ઠા વકીલ બન્યા છે.

આ વકીલો બારમાંથી સીધા જજ બન્યા  

1993 પછી, પાંચ વકીલો એન સંતોષ હેગડે, આરએફ નરીમન, યુ યુ લલિત, એલએન રાવ અને ઈન્દુ મલ્હોત્રા બારમાંથી સીધા જ સુપ્રીમ કોર્ટના જજ બન્યા. આ પહેલા જસ્ટિસ એસ.એમ.સિકરી અને જસ્ટિસ કુલદીપ સિંહ પણ બારમાંથી સીધા જ સુપ્રીમ કોર્ટમાં જજ તરીકે નિયુક્ત થયા હતા. જસ્ટિસ સીકરી બારમાંથી સીધા જજ બનનાર પ્રથમ મુખ્ય ન્યાયાધીશ બન્યા.

હજુ પણ એક જજ ની જગ્યા 

સુપ્રીમ કોર્ટમાં 9 જજોની નિમણૂકથી ઘણી રાહત મળશે. કારણ કે છેલ્લા દસ વર્ષમાં ન્યાયાધીશોની કુલ સંખ્યામાં સૌથી ઓછી સંખ્યા હજુ પણ કામ કરી રહી છે. સુપ્રીમ કોર્ટમાં 34 જજોની કુલ મંજૂર સંખ્યા છે. અત્યારે 24 જજો કામ સંભાળી રહ્યા છે. 9 જજો આવ્યા બાદ પણ એક જગ્યા ખાલી રહેશે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment