Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 20.
Homeન્યૂઝસુપ્રીમ કોર્ટે કોરોનાથી મૃત્યુ પામનારને 50 હજાર રૂપિયાના વળતરને આપી મંજૂરી

સુપ્રીમ કોર્ટે કોરોનાથી મૃત્યુ પામનારને 50 હજાર રૂપિયાના વળતરને આપી મંજૂરી

supreme court, corona death
Share Now

સુપ્રીમ કોર્ટે કોરોનાને કારણે મૃત્યુ પામેલ લોકો માટે વળતર તરીકે 50,000 રૂપિયા ચૂકવવાના કેન્દ્ર સરકારના નિર્દેશને મંજૂરી આપી દીધી છે. કોર્ટે કહ્યું છે કે મૃતકના પરિવારને મળનાર આ વળતર અન્ય કલ્યાણ યોજનાઓથી અલગ હશે. આ વળતરની ચુકવણી દાવાની 30 દિવસની અંદર કરવામાં આવશે. આ રકમ સરકારના આપત્તિ વ્યવસ્થાપન ભંડોળમાંથી આપવામાં આવશે.

અગાઉ કોર્ટે આ નિર્ણય મોકૂફ રાખ્યો હતો 

23 સપ્ટેમ્બરે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એમ આર શાહ અને એએસ બોપન્નાની ખંડપીઠે આ મામલે આદેશ મોકૂફ રાખ્યો હતો. તે દિવસે, કેન્દ્રએ દરેક મૃત્યુ માટે 50,000 રૂપિયાનું વળતર નક્કી કરવા અંગે કોર્ટને જાણ કરી હતી. ત્યારબાદ કોર્ટે આ અંગે સંતોષ વ્યક્ત કર્યો અને કહ્યું કે ભારત જે પ્રતિકૂળ સંજોગોમાં કરી શકે છે તે અન્ય કોઈ દેશ કરી શકતો નથી. દુ:ખી થનારાઓના આંસુ લૂછવા માટે કંઈક કરવામાં આવી રહ્યું છે તે ખુશીની વાત છે.

supreme court, corona death

આ પણ વાંચો:યુપીના લખીમપુર હિંસામાં 8 લોકોના મોત, કેન્દ્રીય મંત્રીના પુત્ર વિરુદ્ધ નોધાઈ FIR

શું છે સમગ્ર બાબત?

30 જૂને આપેલા આદેશમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે દેશમાં કોરોનાથી થતા દરેક મૃત્યુ માટે વળતર આપવું જોઈએ. કોર્ટે કહ્યું હતું કે આવી આફતમાં લોકોને વળતર આપવું સરકારની વૈધાનિક ફરજ છે. પરંતુ કોર્ટે વળતરની રકમ કેટલી હશે તે નક્કી કરવાનું સરકાર પર છોડી દીધું હતું. ત્યારબાદ સુપ્રીમ કોર્ટે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDMA) ને વળતરની રકમ નક્કી કરવા અને 6 અઠવાડિયામાં રાજ્યોને જાણ કરવા કહ્યું હતું. NDMA એ બાદમાં કોર્ટ પાસે વધારાનો સમય માંગ્યો હતો.NDMAએ કોર્ટના નિર્ણયના આશરે 12 અઠવાડિયા બાદ વળતર અંગે નિર્ણય લીધો હતો. ત્યારે હવે આ બાબતે કોર્ટે ઔપચારિક મંજૂરી આપી દીધી છે.

કોર્ટે બીજું શું કહ્યું?

કોર્ટે એમ પણ કહ્યું છે કે સરકાર કોઈ પણ મૃત્યુ માટે વળતર ચૂકવવાનો ઈન્કાર કરીને એમ કહી શકતા નથી કે મૃત્યુનું કારણ મૃત્યુના પ્રમાણપત્રમાં કોરોના તરીકે લખવામાં આવ્યું નથી. વહેલામાં વહેલી તકે, રાજ્યએ દરેક જિલ્લામાં એક સમિતિની રચના માટે જાહેરનામું બહાર પાડવું જોઈએ. જેથી લોકો ત્યાં લોકો વળતરની માંગ કરી શકે. તેમજ લોકો મૃત્યુના પ્રમાણપત્રમાં સુધારા માટે પણ અરજી કરી શકે. જેઓ કોરોનાને કારણે ઘરે મૃત્યુ પામ્યા છે, તેમના પરિવારો પણ વળતર મેળવવાના હકદાર રહેશે.

ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે કોરોનાને કારણે મૃત્યુ પામેલ લોકો માટે વળતર તરીકે 50,000 રૂપિયા ચૂકવવાના કેન્દ્ર સરકારના નિર્દેશને મંજૂરી આપી દીધી છે. કોર્ટે કહ્યું છે કે મૃતકના પરિવારને મળનાર આ વળતર અન્ય કલ્યાણ યોજનાઓથી અલગ હશે. આ વળતરની ચુકવણી દાવાની 30 દિવસની અંદર કરવામાં આવશે. આ રકમ સરકારના આપત્તિ વ્યવસ્થાપન ભંડોળમાંથી આપવામાં આવશે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment