Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / December 1.
Homeન્યૂઝપેગાસસ જાસૂસી પર સુપ્રીમ કોર્ટ આવતા અઠવાડિયે આપી શકે છે તપાસના આદેશ

પેગાસસ જાસૂસી પર સુપ્રીમ કોર્ટ આવતા અઠવાડિયે આપી શકે છે તપાસના આદેશ

pagasus, supreme court,supreme court on pagasus
Share Now

સુપ્રીમ કોર્ટ આગામી સપ્તાહમાં પેગાસસ જાસૂસી કેસની તપાસનો આદેશ આપી શકે છે. તેવા સંકેત હાલ સુપ્રીમ કોર્ટ દ્વારા અપવામાં આવ્યા છે. આ મામલાની તપાસ માટે પશ્ચિમ બંગાળ સરકારે બનાવેલ કમિશનની રચનાનો વિરોધ કરતી તમામ અરજીઑને કોર્ટે બાકી મમલાઓની સાથે જોડવાનો નિર્દેશ આપ્યો હતો. આ દરમિયાન મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે, “આ દેશવ્યાપી મુદ્દો છે. અમે આવતા સપ્તાહે સમગ્ર મામલાની તપાસ કરીશું. આ અરજીને બાકીની અરજીઓ સાથે પણ જોડવી જોઈએ.”

પેગાસસની નિષ્પક્ષ તપાસ માટે 15 અરજીઓ પેન્ડિંગ 

પેગાસસ કેસની નિષ્પક્ષ તપાસ માટે સુપ્રીમ કોર્ટમાં 15 અરજીઓ પેન્ડિંગ પડી છે. આના જવાબમાં કેન્દ્ર સરકારે નિષ્ણાતોની એક સમિતિની રચના કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. 17 ઓગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારેને વિગતવાર જવાબ આપવા માટે સમય આપતા સુનાવણી 10 દિવસ માટે મુલતવી રાખી હતી. દરમિયાન, 18 ઓગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટમાં આ સંબંધિત અન્ય એક કેસ હાથ ધરવામાં આવ્યો હતો.

રાજ્યને આવા આયોગની રચના કરવાનો નથી અધિકાર 

ગ્લોબલ વિલેજ ફાઉન્ડેશન નામની સંસ્થા વતી, કોર્ટને કહેવામાં આવ્યું કે પશ્ચિમ બંગાળ સરકારે તેના તરફથી ન્યાયિક આયોગની રચના કરી છે. જેમાં સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ જસ્ટિસ મદન બી લોકુર અને કલકત્તા હાઈકોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ જ્યોતિર્મય ભટ્ટાચાર્યને રાખવામાં આવ્યા છે. પરંતુ રાજ્યને આવા આયોગની રચના કરવાનો અધિકાર નથી. રાજ્ય સરકાર રાજ્યની યાદી અને સમવર્તી યાદી જેવા વિષયોની જ તપાસ કરી શકે છે. જે તેના ભૌગોલિક કાર્યક્ષેત્રમાં આવે છે. પશ્ચિમ બંગાળ સરકારે બનાવેલ આયોગ કમિશન ઓફ ઈન્કવાયરી એક્ટની જોગવાઈઓને પણ સાચી ઠેરવાતી નથી.

pagasus, supreme court,supreme court on pagasus

આ પણ વાંચો:શું ભારત સરકાર તાલિબાન સાથે કરશે વાતચીત?

બંગાળ સરકારે નોટિસનો જવાબ આપ્યો

18 ઓગસ્ટે સુપ્રીમ કોર્ટે આ અરજી પર નોટિસ જારી કરી હતી. જવાબમાં, પશ્ચિમ બંગાળ સરકારે કહ્યું કે તેણે કમિશનની રચના કરી છે કારણ કે આ મામલે કેન્દ્ર સરકારે કોઈ પણ જાતની તપાસ શરૂ કરી નથી. રાજ્યને આમ કરવાનો અધિકાર છે. આ મામલો હાથ ધરવામાં આવતા જ મુખ્ય ન્યાયાધીશ એનવી રમણાએ કહ્યું કે આ કેસને બાકીના કેસો સાથે જોવું વધારે સારું રહેશે. અદાલતના આ સૂચન સાથે, અરજદાર તરફથી ઉપસ્થિત વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વે, સોલિસિટર જનરલ તુષાર મહેતા અને પશ્ચિમ બંગાળ સરકાર તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવી પણ સંમત થયા હતા.

પેગાસસ દેશવ્યાપી મામલો 

સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે જેવુ આ મામલાને દેશવ્યાપી છે એમ કહ્યું કે તરત જ સિંઘવીએ ન્યાયાધીશોને અપીલ કરી કે તેઓ આ મુદ્દે હાલ ટિપ્પણી ન કરે. સિંઘવીએ કહ્યું કે ન્યાયાધીશોની કોઈપણ ટિપ્પણી મીડિયાની હેડલાઇન બનશે. આ અંગે ચીફ જસ્ટિસે કહ્યું કે, “આગામી સપ્તાહે કોર્ટ સમગ્ર મામલા પર જરૂરી આદેશ આપશે. જો તે પહેલા પશ્ચિમ બંગાળ સરકારનું કમિશન કાર્યવાહી શરૂ કરશે, તો હવે આ બાબતે તપાસ કરવી જરૂરી છે. ન્યાયાધીશોના વલણને જોતા, પશ્ચિમ બંગાળ સરકારના વકીલે કોર્ટને ખાતરી આપી કે અત્યારે તપાસ પંચ તેની કાર્યવાહી સ્થગિત રાખશે.

ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટ આગામી સપ્તાહમાં પેગાસસ જાસૂસી કેસની તપાસનો આદેશ આપી શકે છે. તેવા સંકેત હાલ સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવ્યા છે. આ મામલાની તપાસ માટે પશ્ચિમ બંગાળ સરકારે બનાવેલ કમિશનની રચનાનો વિરોધ કરતી તમામ અરજીઑને કોર્ટે બાકી મમલાઓની સાથે જોડવાનો નિર્દેશ આપ્યો હતો. આ દરમિયાન મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે, “આ દેશવ્યાપી મુદ્દો છે. અમે આવતા સપ્તાહે સમગ્ર મામલાની તપાસ કરીશું. આ અરજીને બાકીની અરજીઓ સાથે પણ જોડવી જોઈએ.

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

iOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment