Ott India News Logo
Recent Posts
Connect with:
Monday / December 6.
Homeન્યૂઝસુપ્રીમ કોર્ટે પરમબીર સિંહની માંગને ફગાવી, કહ્યું- પહેલા તમે કયા છો તે જણાવો

સુપ્રીમ કોર્ટે પરમબીર સિંહની માંગને ફગાવી, કહ્યું- પહેલા તમે કયા છો તે જણાવો

parambirsingh
Share Now

સુપ્રીમ કોર્ટે મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહને રાહત આપવાનો ઈન્કાર કર્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, પરમબીર સિંહને ત્યાં સુધી રાહત આપી શકાય નહીં જ્યાં સુધી તેઓ જણાવે નહીં કે તેઓ ક્યાં છે.

કોર્ટે પરમબીર સિંહની માંગને ફગાવી 

મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે ધરપકડમાંથી રાહત માંગી હતી. કોર્ટે તેમની આ માંગને ફગાવી દીધી અને પૂછ્યું કે, “પહેલા તમે ક્યાં છો? તમે ભારતમાં છો કે બહાર? આ વિના, અરજી પર સુનાવણી થઈ શકે નહીં” સુપ્રીમ કોર્ટે કહ્યું, આરોપીઓ તપાસમાં જોડાયા નથી, વકીલોને પણ ખબર નથી કે તે ક્યાં છે?

આ પણ વાંચો:તમિલનાડુમાં વરસાદનું એલર્ટ, ભારે વરસાદની આગાહી

સુનાવણી દરમિયાન જસ્ટિસ સંજય કિશન કૌલે કહ્યું કે તમે કોઈપણ તપાસમાં જોડાયા નથી. તમે સુરક્ષા આદેશ માંગી રહ્યા છો. અમારી શંકા ખોટી હોઈ શકે પણ તમે ક્યાંક વિદેશમાં હોવ અને સુપ્રીમ કોર્ટના આદેશની રાહ જોઈ રહ્યા હોવ તો અમે કેવી રીતે આપી શકીએ?

જો મને શ્વાસ લેવા દેવામાં આવે તો બહાર આવુ – પરમબીર સિંહ
સુપ્રીમ કોર્ટે પરમબીર સિંહના વકીલને 22 નવેમ્બર સુધીમાં પરમબીર સિંહ ક્યાં છે તે જણાવવા કહ્યું છે. તે જ સમયે, પરમબીર સિંહ વતી કોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે જો મને શ્વાસ લેવા દેવામાં આવશે, તો હું  બહાર આવીશ. કેસની આગામી સુનાવણી 22 નવેમ્બરે થશે.

અનિલ દેશમુખને પણ કોઈ રાહત નહીં
સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખને પણ રાહત આપવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે અનિલ દેશમુખની અરજી પર વિચાર કરવાનો ઇનકાર કર્યો હતો. દેશમુખ વતી અરજી દાખલ કરવામાં આવી હતી, જેમાં સીબીઆઈનો પ્રારંભિક અહેવાલ અને અન્ય રેકોર્ડ્સ રજૂ કરવા માટે કોર્ટને નિર્દેશ આપવાની માંગ કરવામાં આવી હતી.  સુનાવણી દરમિયાન જસ્ટિસ સંજય કિશન કૌલે કહ્યું કે આ કેસમાં પણ સામાન્ય કાનૂની પ્રક્રિયા ચાલુ રાખવા દેવી જોઈએ.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment