Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 5.
Homeન્યૂઝગુજરાતના આ શહેરને મળ્યો બેસ્ટ સ્માર્ટ સીટી એવોર્ડ

ગુજરાતના આ શહેરને મળ્યો બેસ્ટ સ્માર્ટ સીટી એવોર્ડ

surat, smart city
Share Now

દેશમાં નરેન્દ્ર મોદી સરકારના સ્માર્ટ સીટી મિશન અંતર્ગત દેશના 100 મોટા શહેરોના પરફોર્મન્સના આધારે તેમને રેન્ક આપવામાં આવે છે. છેલ્લા 6 વર્ષથી આ પ્રમાણે રેન્ક આપવામાં આવે છે. ગઈ કાલે 25 જૂનના રોજ સ્માર્ટ સીટી મિશનની છઠ્ઠી વર્ષગાંઠ હતી. જેથી સ્માર્ટ સિટી મિશનનો સ્થાપના દિવસ મનાવાઈ રહ્યો હતો. ત્યારે મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ એર્બન અફેર્સ દ્વારા સ્માર્ટ સિટી મિશનની છઠ્ઠી વર્ષગાંઠના દિવસે સ્માર્ટ સિટી એવોર્ડના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ એર્બન અફેર્સ મંત્રી હરદીપસિંઘ પુરીએ હાજતી આપી હતી. અને તેમની અધ્યક્ષતામાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં આ કાર્યક્રમમાં સુરતને (SURAT) બેસ્ટ પરફોર્મિંગ માટે પ્રથમ ક્રમાંક મળ્યો હતો. જેને લઈને સુરતના લોકોમાં આનંદની લહેર જોવા મળી રહી છે.

દેશના ટોપ 100 સ્માર્ટ સિટીના રેન્કિંગ જાહેર કરાયા

સ્માર્ટ સીટી મિશન અંતર્ગત દેશના 100 સ્માર્ટ સિટીના પરફોર્મન્સના આધારે તેમનું રેન્કિંગ કરવામાં આવ્યું હતું. જેમાં સુરતનો પ્રથમ ક્રમાંક આવ્યો હતો. સુરત(SURAT) શહેરને સિટી એવોર્ડ, રાઉન્ડ 1ની ‘બેસ્ટ પર્ફોમિંગ સિટી તેમજ 4 પ્રોજેક્ટ માટે એવોર્ડ મળ્યા હતા. તેમજ ક્લાઈમેટ સ્માર્ટ સિટી એસેસમેન્ટ ફ્રેમવર્ક અને ડેટા મેચ્યોરિટી એસેસમેન્ટ ફ્રેમવર્કનાં પરિણામો પણ જાહેર કરવામાં આવ્યાં હતાં. જેમાં પણ સુરત શહેરને પ્રથમ ક્રમાંક આપવામાં આવ્યો હતો.

surat, smart city

PC- TOI

અલગ અલગ થિમમાં સુરતના 4 પ્રોજેક્ટને એવોર્ડ

દેશની 100 સ્માર્ટ સિટીમાં જુદી જુદી થિમમાં સુરતના 4 પ્રોજેક્ટને એવોર્ડ મળ્યો છે. સ્માર્ટ સિટી પર્ફોમન્સમાં 4 કેટેગરીમાં સુરત પ્રથમ ક્રમાંક હાંસલ કર્યો છે. સ્માર્ટ સિટીના એવોર્ડમાં જુદી-જુદી 9 કેટેગરી રાખવામાં આવી છે. અને તે કેટેગરીના પર્ફોમન્સના આધારે રેન્કિંગ ક્રમાંક જાહેર કરવામાં આવે છે. જેમાં સુરત શહેર પ્રથમ સ્થાને આવતા સુરતવાસીઓમાં આંદનની લહેર જોવા મળી રહી છે. સ્માર્ટ સિટી પર્ફોમન્સમાં સુરત સતત ત્રણ વર્ષથી પ્રથમ સ્થાને બિરાજમાન છે. ક્લાઈમેટ સ્માર્ટ સિટી ફ્રેમ વર્કમાં પણ સુરત અગ્ર સ્થાને છે તેમજ ડેટા મેચ્યોરિટી એસેસમેન્ટમાં પણ બેસ્ટ કામગીરીનો એવોર્ડમાં પણ સુરતને સ્થાન પ્રાપ્ત થયું છે. કેન્દ્ર સરકારના અર્બન ડેવલપમેન્ટ વિભાગ દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે.

આ પણ વાંચો:સરકારી કર્મચારીઓની અનિયમિતતાને લઈને સરકાર એક્શનમાં

surat, smart city

PC-REVV

સ્માર્ટ સિટી ફ્રેમ વર્કમાં પણ સુરતને મળ્યો એવોર્ડ

સુરત શહેર બીજા શહેરો કરતા બેસ્ટ પરફોર્મન્સ કરતા સુરતને(SURAT) સ્માર્ટ સિટીમાં પ્રથમ સ્થાન મળ્યું છે. વધુમાં સુરત મહાનગરપાલિકા અને સુરત સ્માર્ટ સીટી ડેવલપમેન્ટ લિમિટેડ દ્વારા ઘણા પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા હતા. અને તેમાં તેઓએ ખુબ સારું કામ કર્યું હતું. સુરત મહાનગરપાલિકા અને સુરત સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ લિમિટેડ દ્વારા સ્માર્ટ સિટીઝ મિશન અંતર્ગત સ્મેક સેન્ટર, આઈટીએમએસ, એએફસીએસ, સુરત મની કાર્ડ, સ્કાડા, એનર્જી જનરેશન, ટેરેટરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ, સ્માર્ટ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ સિસ્ટમ, એઆઈસી સુરતી લેબ, મોડલ રોડ, સુમન આઈ, એર ક્વોલિટી મોનિટરિંગ સિસ્ટમ, સોલાર-વીન્ડ પાવર, પ્રધાનમંત્રી આવાસ યોજના જેવા મહત્ત્વના પ્રોજેક્ટોનું સફળતાપૂર્વક અમલ કરવામાં આવ્યો હતો. જેને લીધે સુરતને સ્માર્ટ સિટીઝ મિશનના પ્રોજેક્ટમાં દેશનાં તમામ 100 સ્માર્ટ સિટીઓમાં સતત ત્રણ વર્ષથી પ્રથમ સ્થાને બિરાજમાન છે.

સ્માર્ટ સિટી પર્ફોમન્સમાં સતત 3 વર્ષથી સુરત પ્રથમ સ્થાને

દેશના 100 મોટા શહેરોના પરફોર્મન્સના આધારે તેમને રેન્ક આપવામાં આવે છે. સ્માર્ટ સિટીના એવોર્ડમાં જુદી-જુદી 9 કેટેગરી રાખવામાં આવી છે. જુદી જુદી 9 કેટેગરીમાં અંતર્ગત તમામ 100 સ્માર્ટ સિટી પાસેથી ગવર્નન્સ, બીલ્ટ એન્વાયરમેન્ટ, સોશિયલ આસ્પેક્ટ, કલ્ચર, ઈકોનોમી, અર્બન એન્વાયરમેન્ટ, મોબિલિટી, સેનિટેશન, વોટર જેવી 9 અર્બન થિમ અંતર્ગત પ્રોજેક્ટોનું નોમિનેશન મંગાવવામાં આવ્યું હતું. જે પૈકી સુરત સ્માર્ટ સિટીના 4 પ્રોજેક્ટને એવોર્ડ મળ્યા છે. વધુમાં પ્રથમ રાઉન્ડમાં પસંદ થયેલાં 20 શહેરના પર્ફોમન્સમાં પણ સુરત શહેરને બેસ્ટ સિટીનો પ્રથમ ક્રમે એવોર્ડ આપવામાં આવ્યો છે. આમ સતત 3 વર્ષથી સુરત પ્રથમ સ્થાને છે. જેને લઈને સુરતીઓમાં આનંદની લહેર છવાયેલી છે.

No comments

leave a comment