દિવાળી બાદ શરૂ થતા નવા વર્ષ માટે વેપારીઓની ધંધા રોજગાર માટેની અનેક આશા અપેક્ષાઓ જોડાયેલી હોય છે. જેને લઈ વેપારીઓ દિવાળી બાદ નવા વર્ષમાં પાંચ દિવસ વેપાર બંધ રાખી લાભ પાંચમના દિવસથી શુભ મુહૂર્તમાં ફરી વેપારની શરૂઆત કરે છે.સુરતનો સૌથી મોટો ટેક્ષટાઇલ અને હીરા ઉદ્યોગના વેપારીઓ દ્વારા આજે લાભ પંચના શુભ મુહૂર્તમાં વેપાર ધંધા શરૂ કર્યા હતા.લાભ પાંચમના સવારના 9:45 ના શુભ મુહૂર્ત હોવાથી વહેલી સવારથી વેઓરીઓએ વેપાર ધંધા શરૂ કરી ઓર્ડર લીધા હતા.અને જૂના ઓર્ડરની શુભ મુહૂર્તમાં ડિલિવરી કરવામાં આવી હતી.અને આવનારું સમગ્ર વર્ષ શુભ અને વેપાર ધંધાનું પ્રગતિ મય નીવડે તેવી પ્રાર્થના પ્રભુને કરી હતી.
કોરોના કારણે દરેક લોકોના ધંધા રોજગાર પર અસર જોવા મળી હતી
કોરોના અને લોકડાઉનને કારણે દરેક લોકોના ધંધા રોજગાર પર અસર જોવા મળી હતી. પરંતુ દિવાળી નજીક આવતા લોકોના ધંધા રોજગાર પાટા પર ચડ્યા હતા દિવાળી પાહેલા સુરતમાં ઘરાકી જોવા મળી હતી. જેથી વેપારીઓની દિવાળી સુધરી હતી. આ દરમ્યાન સુરતમાં દિવાળી વેકેશન પડ્યું હતું. સુરતમાં મોટા ભાગના લોકો પરિવાર સાથે દિવાળીની રજા પર હતા પરંતુ હવે દિવાળીની રજા પૂર્ણ કરી લાભ પાંચમના દિવસે વેપારીઓએ ધંધા રોજગારનો શુભારંભ કર્યો છે.આવનારું વર્ષ કોરોના જેવી સ્થિતિમાં ફરી વેપારીઓને ન લાવે તેવી પ્રાર્થના કરી હતી.અને આજના શુભ મુહૂર્તમાં વેપારની શરૂઆત કરાતા સમગ્ર વર્ષ દરમ્યાન વેપાર ધંધા ધમધમતા રહેશે તેવી વેપારીઓએ આશા સેવી હતી.
આ પણ વાંચો:65 કરોડ કમિશન’ પાછળ કોણ? કોંગ્રેસ-ભાજપના એકબીજા પર આક્ષેપો
હીરા ઉઘોગમાં હોય છે ૨૧ દિવસનું દિવાળી વેકેશન
દિવાળી દરમ્યાન હીરા ઉઘોગમાં ૨૧ દિવસનું દિવાળી વેકેશન હોય છે અને હીરા ઉઘોગને પુરપાટ ધમધમતા હહજુ ૧૫ દિવસ જેટલો સમય લાગી શકે છે. પરંતુ સુરત શહેરમાં નાના મોટા વેપારીઓ એ લાભ પંચમના દિવસે જ પૂજા અર્ચના કરી ધંધા રોજગારની શરુઆત કરી હતી.
ઉલ્લેખનીય છે કે, સુરતમાં લાભ પાંચમના દિવસે વેપારીઓએ ધંધા રોજગારનો શુભારંભ કર્યો છે. સવારના શુભ મુહૂર્તમાં વેપારીઓએ દુકાનો ખોલી પૂજા અર્ચના કરી હતી. અને આવનાર વર્ષ દરમ્યાન ધંધા રોજગાર ધમધમતા રહે તેવી પ્રાર્થના કરી હતી.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4