Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / June 26.
Homeન્યૂઝદુષ્કર્મ આચરનાર નરાધમોની ખેર નથી, સુરત કોર્ટે દુષ્કર્મના વધુ એક કેસમાં ફાંસીની સજા સંભળાવી

દુષ્કર્મ આચરનાર નરાધમોની ખેર નથી, સુરત કોર્ટે દુષ્કર્મના વધુ એક કેસમાં ફાંસીની સજા સંભળાવી

surat court
Share Now

સુરતમાં બાળકી સાથે જાતીય શોષણ અને દુષ્કર્મ (rapist in Surat)બાદ હત્યાની ઘટનાઓ છેલ્લા થોડા સમયમાં વારંવાર સામે આવી રહી હતી. ત્યારે બાળકીઓ સાથે દુષ્કર્મ કરનારાઓ સામે કડક પગલાં લેવાય તેમ દાખલા રૂપ સજાઓ થાય તે જરૂરી બન્યું હતું. જે મુજબ સુરતમાં એક પછી એક સુરત કોર્ટ (Surat Court)દ્વારા ઐતિહાસિક દાખલા રૂપ ચુકાદાઓ કરવામાં આવી રહ્યા છે. સુરત કોર્ટે  એક જ મહિનામાં દુષ્કર્મના કેસમાં એક આજીવન કેદ અને બીજો ફાંસી સજા સાથેનો ચુકાદો આપ્યો છે. સુરત કોર્ટે આજે ગુરુવારના રોજ 10 વર્ષની બાળકી સાથે દૂસક્રમ આચરી કરી ક્રૂર હત્યા કરનારને ફાંસીની સજા સંભળાવી છે. સુરત સેશન કોર્ટના એડિશનલ જજે આ ચુકાદો આપ્યો છે.

સરકારી વકીલે ફાંસીની સજાણી કરી હતી માંગણી 

સુરત (Surat)ના પાંડેસરા વિસ્તારમાં રહેતી 10 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યા બાદ ક્રૂર હત્યાના કેસમાં સરકારી વકીલ (Public prosecutor)દ્વારા આરોપીને મહત્તમ ફાંસીની સજા થાય તે મુજબ જજ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ તમામ પુરવાઓ અને દલીલોને ધ્યાને રાખીને સુરત કોર્ટના એડિશનલ જજ એન એમ કંજારીયાએ આરોપી દિનેશ બૈસાણેને દોષિત જાહેર કર્યા હતા. અને સજાની સુનાવણી માટે 16 ડિસેમ્બરને ગુરુવારે સજા સંભળાવવાની તારીખ આપી હતી. ત્યારે આજે સુરત કોર્ટે આરોપી દિનેશ બૈસાને ફાંસીની સજા સંભળાવી છે. 

rapist-in-Surat

આ પણ વાંચો:સુરત કોર્ટે બળાત્કારના વધુ એક કેસમાં દોષિતનો ચુકાદો આપ્યો, સોમવારે સજાનું એલાન

સુરતમાં બાળકી સાથે બળાત્કાર અને હત્યા (Murder)ના કેસોમાં સુરત સેશન કોર્ટે (Surat Sessions Court)વધુ એક ચુકાદો જાહેર કર્યો છે. એક વર્ષ પહેલાં પાંડેસરામાં 10 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં આરોપીને ફાંસી આપવાનો ચુકાદો સાંભળવામાં આવ્યો છે. એક વર્ષ પહેલાં 10 વર્ષની બાળકી પર બળાત્કાર આચરી આરોપીએ માથામાં ઈંટના ઘા કરી હત્યા કરી હતી. પાડોશમાં રહેતા દિનેશ દશરથ બૈસાએ બાળકીને વડાપાઉં ખવડાવવાની લાલચ આપી લઈ ગયો હતો. 7 ડિસેમ્બર 2020ના દિવસે બનાવ બન્યો હતો અને બનાવ બન્યાના 15 જ દિવસમાં પોલીસે પુરાવાઓ એકત્રિત કરીને કોર્ટમાં કુલ 232 પાનાની ચાર્જશીટ રજૂ કરી હતી. ત્યારે આ કેસમાં આરોપી દિનેશ બૈસાણેને કોર્ટે ફાંસીની સજા સંભળાવી છે. સુરત કોર્ટે એક જ મહિનામાં એક ને આજીવન કેદ અને બે ને ફાંસીની સજા સંભળવીને દાખલો બેસાડયો છે.  

શું છે સમગ્ર બનાવ?

સુરત (Surat)ના પાંડેસરા વિસ્તારમાં રહેતી 10 વર્ષની બાળકી તારીખ 7-12-2020ના રોજ પોતાના મોટા કાકાના ઘરની બહાર એકલી રમતી હતી. ત્યારે આરોપી દિનેશ ઉર્ફે દશરથ બૈસાણેએ તેને વડા પાઉં ખવડાવવાની લાલચ આપીને હતી અને નાસ્તાની લારી પર લઈ ગયો હતો. ત્યારબાદ તેને ઉધના બીઆરસી કમ્પાઉન્ડ લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક સામે ઝાડીમાં લઇ ગયો હતો અને દુષ્કર્મ કરવા પ્રયાસ કર્યો હતો. બાળાએ પ્રતિકાર કરી આરોપીની જમણા હાથની આંગળી પર બચકું ભરી લીધું હતું. જેના પગલે આરોપીએ ઉશ્કેરાઇને જઈને બાળકીને માથા પર ઇંટના ઘા મારી હત્યા કરી દીધી હતી. બાળકીના વાલીએ આરોપી સામે અપહરણ, દુષ્કર્મ-હત્યા અને પોક્સો એક્ટના ભંગ અંતર્ગત ફરિયાદ નોંધાવતા પાંડેસરા પોલીસે આરોપી દશરથની ધરપકડ કરી હતી. લાજપોર જેલમાં જેલવાસ ભોગવતા આરોપી દિનેશ બૈસાણે વિરુધ્ધ પોલીસે ગણતરીના દિવસોમાં જ ચાર્જશીટ રજૂ કરી હતી. ત્યારબાદ સ્પીડી ટ્રાયલમાં મહત્વના કુલ 45 જેટલા પંચ સાક્ષીઓ, પંચનામાના સાક્ષી, સીસીટીવી ફુટેજ માટે એફએસએલ, તબીબી સાક્ષીઓ,ભોગ બનનારના માતા પિતા, લાસ્ટ સીન ટુગેધરના સાક્ષીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment