ન્યુ યર નો સમય ચાલી રહ્યો છે, લોકો ફરવાના પ્લાન કરીને ફરવા માટે જઇ રહ્યાં છે, ત્યારે બીજી બાજુ પેટ્રેલના ભાવ વધી રહ્યાં છે, જેનાથી જનતા પર અલગ અલગ રીતે મોંઘવારી નો ભાર વધતો જ જઇ રહ્યો છે. તેવી પરિસ્થિતિમા એક કંપનીએ પોતાના કર્મચારીઓ માટે વિચાર્યું છે. આ વિચાર તમને પણ અચુક ગમશે.
બોસ ગિફ્ટમાં સ્કુટર કે બાઇક આપી
દિવાળીના તહેવારો વચ્ચે દરેક કંપનીમાંથી કોઇ ગિફ્ટ કે બોનસ મળતુ હોય છે, ત્યારે જો તમને તમારા બોસ ગિફ્ટમાં સ્કુટર કે બાઇક આપે તો એ પણ વધતાં પેટ્રોલનાં ભાવ વચ્ચે… પેટ્રોલનાં ભાવમાં વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે, ત્યારે સુરતની એક કંપનીએ કર્મચારીઓને ગિટનાં રુપે (Electric Scooter) ઇલેક્ટ્રીક સ્કુટર આપ્યા છે. કંપનીએ 35 કર્મચારીઓને આ દિવાળી પર ઇલેક્ટ્રીક સ્કુટર ગિફ્ટમાં આપ્યા છે.
Gujarat | On the occasion of #Diwali, a company in Surat has gifted electric scooters to its employees as Diwali gift
"In view of increasing fuel prices and other factors we've decided to gift electric vehicles to our employees," said Subhash Dawar, Director of the company pic.twitter.com/KW7ImBWiCg
— ANI (@ANI) November 4, 2021
સુરતમાં કંપનીએ દિવાળીની ભેટમાં તેમના 35 કર્મચારીઓને ઇલેક્ટ્રિક સ્કૂટર આપ્યાં છે. આ અગાઉ હીરાના કારોબારી સવજી ધોળકિયાએ તેમની કંપનીના કર્મચારીઓને દિવાળીની ભેટમાં ઘર અને મર્સિડિઝ ગાડીઓ આપી હતી.
કંપનીના ડાયરેક્ટર સુભાષ ડાવરે કહ્યું કે, આ મુદ્રો ફક્ત મીડિયામાં જ ચર્ચામાં નથી પણ કંપનીને પણ પ્રભાવિત કરે છે. જેના કારણે ફક્ત પેટ્રોલ માં જે ખર્ચો થતો હતો તેનાથી બચત થશે પણ પર્યાવરણના સંરક્ષણમાં પણ યોગદાન મળશે .
સુભાષે આગળ લખ્યુ છે કે, તે હંમેશાથી પર્યાવરણની સદ્ભાવનામાં વિશ્વાસ રાખે છે, તેમને પ્રકૃતિની સંગતમાં પણ રહેવુ પસંદ છે. તેમણે આ પણ ઉલ્લેખ કર્યો કે, પર્યાવરણની સુરક્ષા માટે દરેક સંભવ કદમ ઉઠાવવો એનું તેમનામાં એક જુનુન છે.
35 કર્મચારીઓને મળ્યા ઇલેક્ટ્રીક સ્કુટર
સુભાષ ડાવરનાં પુત્ર ચિરાગ ડાવર, તેમણે જણાવ્યુ કે, કંપનીના 35 કર્મચારીઓને ઇલેક્ટ્રીક સ્કુટર દિવાળી પર ગિફ્ટમાં આપ્યુ છે.આ કંપની નું નામ અલાયંસ ગ્રુપ છે, કંપનીએ પેટ્રોલ અને ડીઝલનાં વધતાં ભાવોને ધ્યાનમાં રાખીને આ ગિફ્ટ વચાર્યું હતુ.દિવાળીના દિવસે એક કાર્યક્રમમાં કર્મચારીઓને સ્કુટર આપવામાં આવ્યા હતા. કર્મચારીઓ આ નિર્ણય પર ઘણા ખુશ છે. આ ગિફ્ટ મળતાં જ કર્મચારીઓએ કહ્યું હતુ ,કે આનાથી કામ પ્રત્યે વધુ જોશ મળે છે.
આ પણ વાંચો: જ્યારે કેટરીનાએ અક્ષયને થપ્પડ મારી હતી: ફિલ્મી દુનિયાની ટોપ ખબરો