Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 5.
Homeન્યૂઝવિકાસથી વંચિત મેયરનો વોર્ડ

વિકાસથી વંચિત મેયરનો વોર્ડ

surat himgiri society
Share Now

સમગ્ર સુરત શહેરમાં ભાજપવિરોધી સૂર જોવા મળી રહ્યો છે. સત્તાધીશો અને અધિકારીઓ જાણે જાડી ચામડીના થઈ ગયા હોય તેમ વર્તી રહ્યા છે. એક બાજુ ચોમાસુ શરૂ થઈ ગયું છે અને તેને લઈને પ્રિમોન્સુન કામગીરી હજુ દેખાઈ નથી રહી. ત્યારે લોકોના પ્રશ્નોના નિકાલ લાવવામાં પણ અધિકારીઓ ધ્યાન આપી નથી રહ્યા. એમાં પણ જ્યારે શહેરના મેયરના વોર્ડમાં જ લોકોને હાલાકી ભગવવી પડતી હોય તો અન્ય વિસ્તારની વાત જ ક્યાં કરવી.સુરત(SURAT) શહેરના મેયર(MAYOR) જે વોર્ડમાંથી આવે છે તે અડાજણ વોર્ડમાં જ લોકો વિકાસનાં કામોથી વંચિત છે. તેને લઈને ભાજપ વિરોધી બેનર લાગ્યાં છે. જેમાં 25 વર્ષથી ભાજપને વોટ આપીને ભૂલ કરી, હવે વોટની ભીખ માગવા ના આવતા એવું લખાણ લખ્યું છે.

બેનર દ્વારા લોકોએ કર્યો વિરોધ

સુરત શહેરના મેયર હેમાલી બોઘાવાલા જે વોર્ડમાંથી આવે છે તે વોર્ડના લોકો ભાજપથી નારાજ છે. નારાજ લોકોએ ભાજપની કામગીરીને લઇને પોતાની વેદના બેનર થકી દર્શાવી છે. અને ભાજપ સામે વિરોધ દર્શાવ્યો છે. અડાજણ વિસ્તારની હિમગિરિ સોસાયટીની આ ઘટના છે. સોસાયટીના લોકોએ ભાજપને વોટ આપીને ભૂલ કરી છે તેવા બેનરો લગાવ્યા છે. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે અમે વર્ષોથી ભાજપને વોટ આપીએ છીએ. અને ભાજપની પડખે ઉભા છીએ. છતાં અમારી સોસાયટીમાં રોડનું કામ થતું નથી. આમ મેયરના વોર્ડમાંજ ભાજપ વિરોધી સૂર જોવા મળ્યો છે.

SURAT MAYOR

IMAGE CREDIT- HEMALI BOGHAWALA FACEBOOK

વિકાસનું કામ ન થતા કર્યો વિરોધ

ચૂંટણી સમયે ભાજપના નેતાઓ વોટ માંગવા આવે છે. અને દરવખતે ભાજપતરફી વોટ કરાવડાવે છે. અને કામ બાબતે વચન આપે છે. અને સમજાવે છે કે અમે સત્તા પર આવશું એટલે વિકાસના કામમાં કોઈ કસર બાકી નહીં રાખીએ.અને પછી જતા રહે છે. અને ચૂંટણી પૂર્ણ થયા બાદ કોઈની વાત સાંભળવામાં આવતી નથી. ત્યારે મેયરના વોર્ડમાં આવેલ હિમગિરિ સોસાયટીના લોકોએ બેનરો લગાડીને પોતાનો વિરોધ નોંધાવ્યો છે.બેનરમાં લખ્યું છે કે 25 વર્ષથી અમારી સોસાયટીના રસ્તાઓનું કામ થયું નથી. વારંવાર સોસાયટીના પ્રમુખ દ્વારા કોર્પોરેશનના અધિકારીઓને ફરિયાદ કરવામાં આવે છે. પરંતુ હજુ સુધી અમારી સોસાયટીનું કોઈ કામ હજુ સુધી થયું નથી. સોસાયટીના લોકોએ જણાવ્યું હતું કે છેલ્લા 15 વર્ષથી અમારી સોસાયટીમાં રોડનું કામ થયું નથી. ત્યારે ના છૂટકે અમારે બેનર લગાવીને વિરોધ કરવો પડ્યો છે. સોસાયટીના લોકોએ બેનરમાં સ્પષ્ટ રીતે લખ્યું છે કે મારી સોસાયટીમાં વોટની ભીખ માંગવા આવવું નહીં.

આ પણ વાંચો:વિરોધ પક્ષના નેતાને લઈને કોંગ્રેસમાં ડખા

મેયર(MAYOR)નો વોર્ડ છે વિકાસથી વંચિત

સુરત(SURAT) શહેરના મેયર(MAYOR) અડાજણ વોર્ડમાંથી આવે છે. અને તેમનાજ વોર્ડની હિમગિરિ સોસાયટી વિકાસથી વંચિત છે. હિમગિરિ સોસાયટીના લોકોએ બેનર લગાવી ભાજપનો વિરોધ કર્યો છે. સોસાયટીના લોકોએ બેનરમાં સ્પષ્ટ રીતે લખ્યું છે કે મારી સોસાયટીમાં વોટની ભીખ માંગવા આવવું નહીં. શહેરના મેયરના વોર્ડમાં ભાજપનો રીતે વિરોધ થાય એ ભાજપ માટે ખુબજ શરમજનક છે. ત્યારે એક સવાલ એ પણ થાય છે કે જો મેયરના વોર્ડમાંજ આ પરિસ્થિતિ છે. તો બીજા વિસ્તારના લોકોને કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હશે? મેયરનાજ વોર્ડમાં કામ ન થતું હોય તો બીજા વિસ્તારની તો વાત જ શું કરવી.

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

 

No comments

leave a comment