સુરતમાં પાંડેસરાના વડોદ ગામમાંથી દિવાળીની રાત્રે અઢી વર્ષની બાળકી ગુમ પ્રકરણમાં મૃતદેહ મળી આવ્યો હતો જે બાદ સુરતમાં તહેવારના સમયે લોકોમાં ભય જોવા મળ્યો હતો. જે બાદ આ કેસમાંએક પછી એક વળાંકો આવતા રહ્યાં, જે વાતનો ડર હતો તે પ્રમાણે માત્ર બે વર્ષની બાળકી પર નરાધમે દુષ્કર્મ કર્યું હતુ.
ફોરેન્સિક પોસ્ટમોર્ટમમાં તેના પર દુષ્કર્મ આચરાયું હોવાનું તબીબી સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. એટલું જ નહીં, પણ સડી ગયેલી હાલતમાં
મૃતદેહ મળી આવ્યો હતો. જેને વિશેરા લેબમાં મોકલવામાં આવ્યો છે. બાળકીનું ગળું દબાવી હત્યા કરાઈ હોય શકે અથવા દુષ્કર્મ દરમિયાન તેનું મોત થયું હશે તેવુ અનુમાન પણ લગાવવમાં આવી રહ્યું છે, જોકે ચોક્કસ કારણ વિશેરાના રિપોર્ટ બાદ જ કહી શકાય. દરમિયાન પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હોવાનું જાણવા મળ્યું છે.
- સડી ગયેલી હાલતમાં મૃતદેહ હોવાથી વિશેરા લેબમાં મોકલાયા
- બાળકી પર દુષ્કર્મ આચરનાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો
શું છે પુરી ઘટના?
સુરતના પાંડેસરા વિસ્તારના વડોદ ગામેથી દિવાળીની રાત્રે બાળકી રહસ્યમય રીતે ગુમ થઈ ગઈ હતી. આ બાળકી રમતા રમતાં ઝાડી –ઝાંખરામાં ગુમ થઇ ગઇ હતી. પણ 48 કલાકમાં પોલીસે શોધી માંખી હતી, DCB, PCB સહિતના 100થી વધુ જવાનો બાળકીની શોધખોળ કરી રહ્યા હતા. આ બાળકીનું અપહરણ થઇ ગયુ હતુ, પાંડેસરા વિસ્તાર મોટા ભાગે શ્રમજીવી વસાહત જેવો છે.
- વડોદ ગામ આવેલ અવરુ જગ્યાએ માંથી જ મળી બોડી
- બાળકીને શોધવા માટે શહેર પોલીસના 100 થી વધુ જવાનો લાગ્યા હતા
- પાંડેસરા વડોદ ગામમાંથી મળી બાળકીની લાશ
- અઠી વર્ષ ની બાળકી દિવાળીના દિવસે ગુમ થઈ હતી
- સીસીટીવીમાં બાળકીને તેડીને લઈ જતા વૃદ્ધ શંકાસ્પદ દેખાયો
- સુરત ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસની ટીમ તપાસ
- ઘટના સ્થળે ટેક્નિકલની મદદ લઇ તપાસ શરૂ કરી
- અલગ અલગ 10 ટિમો બનાવી તપાસ શરૂ
બે વર્ષની આ બાળકીનું અપહરણ થઇ ગયુ હતુ, જેમાં આજે બાળકીની લાશ આજે વડોદ ગામ આવેલ અવરુ જગ્યાએ માંથી લાશ મળી આવી છે. શ્રમજીવી પરિવારની બે પુત્રીઓમાં મોટી બાળકી જેની ઉમર માત્ર અઢી વર્ષની હતી. આ બાળકી ગુમ થવાથી પરિવારમાં પણ આઘાતમાં છે.
જેથી પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. બાળકીને અપહરણ કરીને તેની હત્યા કરી દેવામાં આવી છે. આજે બાળકીની લાશ મળી આવી હતી. આવા કેસો વધતા પોલીસ પણ સતર્કમાં આવી છે,
શહેરમાં બાળકીને લઇને લોકો અપહરણ કરી રહ્યાં હોય તેવા કિસ્સાઓ વધી રહ્યાં છે, ત્યારે વાલીઓ એ પોતાના બાળકોને એકલા ન મુકવાં જોઇએ, તેમને અજાણ્યા સાથે કઇ રીતે વાત કરવી અને અજાણ્યા વ્યક્તિ સાથે ન જવુ જોઇએ તેવી સમજણ નાનપણથી જ આપવી જોઇએ, હાલ બાળકો સાથેના આવા દુષ્કર્મ વધી રહ્યાં છે, જેને જોઇને વાલીઓએ પણ સબક લેવાની જરુર છે, વાલીઓએ પોતાના બાળકોને એકલા તો ન જ મુકવા જોઇએ. ખાસ કરીને આસ પડોશનાં લોકો પર પણ ભરોસો જલ્દી ન કરવો જોઇએ. આવા કિસ્સાઓમાં કોઇ પરિવાર અને જાણીતાં લોકો જ અપરાધી તરીકે બહાર આવતા હોય છે. બાળકોને ગુડ ટચ બેડ ટચ વિશેની પણ જાણકારી આપવી.
આ પણ વાંચો: કમલ હાસન એક એવા એક્ટર જેમની સ્ટોરી ફિલ્મથી ઓછી નથી
વધારે માહિતી માટે ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4
iOS:http://apple.co/2ZeQjTt