સુરત (Surat)શહેરમાં ખુશી ફરી એકવાર માતમમાં ફેરવાઇ છે. પાંડેસરામાં ચાલુ બાઇકે પડી ગયેલી બેગ લેવા ગયેલી મહિલાને ગાડીએ અડફેટે લેતા મહિલાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. આ સમગ્ર મામલે પોલીસે (Police)આગળની તપાસ હાથ ધરી છે.
Surat ના પાંડેસરા પાસે થયો અકસ્માત
શહેરના પાંડેસરામાં ચાલુ બાઇકે પડી ગયેલી બેગ લેવા માટે ગયેલી મહિલાને કારે અડફેટે લેતા મહિલાનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. અકસ્માતને પગલે દિવાળીમાં જ ખુશીનો માહોલ ગમમાં ફેરવાઇ ગયો છે. પોલીસે હાલ અકસ્માત (Accident)મામલે આગળની તપાસ હાથ ધરી છે. આજે સોમવારે વહેલી સવારે ઘટેલી આ કરૂણાંતિકાને પગલે પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે.
આ પણ વાંચો: સુરતમાં દેશના સૌથી નાની ઉંમરના બ્રેઈનડેડ બાળકના બંને હાથોનું દાન કરાયું
Surat પાસે આ અકસ્માત કઇ રીતે થયો
વિમલના જણાવ્યાં અનુસાર, આજે સોમવારે તેઓ મુંબઇ (Mumbai)જવા માટે નિકળ્યા હતા. બાઇક રેલવે સ્ટેશન મુકી અને ટ્રેનનું તેઓનું રિઝર્વેશન હતું. ઘરેથી નિકળ્યા બાદ કૂદીગામ નજીક બાઇક પરથી એક થેલો નીચે પડી જતા બાઇક સાઇડમાં ઉભુ રાખીને બેગ લેવા માટે સોનલ ગઇ હતી. જો કે ત્યારે અચાનક આવી ગયેલી ગાડીએ સોનલને અડફેટે લીધી હતી. અકસ્માત થતાની સાથે જ સોનલ ઉછળીને નીચે પટકાઇ હતી. આ તકે તેને તાત્કાલીક સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. જો કે જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવી હતી. જ્યારે ગાડી ચાલક અકસ્માત કરીને નાસી છુટ્યો હતો. હાલ સ્થાનિક પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
ટ્રેન સાથે સેલ્ફી પડી મોંઘી જુઓ વીડિયો:
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4