રાજ્યમાં નશાનો કારોબાર શું ફુલ્યો ફાલ્યો છે? સુરત પોલીસ નશાના કારોબાર સામે લાલ આંખ કરીને એક બાદ એક નશાના નેટવર્કનો પર્દાફાશ કરી રહી છે. ત્યારે આ તમામ વચ્ચે સુરત પોલીસે વધુ એક કારોબારનો પર્દાફાશ કર્યો છે. સુરતની પુણા પોલીસે (Surat Police)અફીણના જથ્થા સાથે એક વિદ્યાર્થીને ઝડપી પાડ્યો હતો. ત્યારે રાજસ્થાનના વિદ્યાર્થીના સ્કુલબેગમાં અફીણનો જથ્થો આપનાર એક ઈસમને વોન્ટેડ જાહેર કરાયો છે. તેમજ સુરતમાં આ અફીણનો જથ્થો કોને આપવાનો હતો તે દિશામાં પણ પોલીસે તપાસ શરુ કરી છે.
Surat Police એ ફરી નશાના નેટવર્કનો પર્દાફાશ કર્યો
સુરત પોલીસ (Surat Police)નશાના કારોબાર સામે લાલ આંખ કરીને એક બાદ એક નશાના નેટવર્કનો પર્દાફાશ કરી રહી છે. ત્યારે પોલીસને ફરી એકવાર સફળતા મળી છે. રાજસ્થાન (Rajasthan)થી સુરતમાં ઘુસાડાતા અફીણના કારોબારનો પર્દાફાશ થયો છે. જેમાં ચોંકાવનારી રીતે નશાના જથ્થાને ઘુસાડવા માટે વિદ્યાર્થીઓનો ઉપયોગ થતો હોવાનું સામે આવ્યું છે. સ્કૂલ-બેગમાં અંદાજે બે કિલો જેટલો અફીણનો જથ્થો લઈને રાજસ્થાનથી સુરતમાં ડિલિવરી કરવા આવી રહેલા ધોરણ-9ના વિદ્યાર્થીને પોલીસે નિયોલ ચેકપોસ્ટ પાસે ઝડપી લઈને કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બુટલેગરો સક્રિય, મોડાસા પોલીસે બાઇક પર દારૂની ખેપ મારતા બુટલેગરને દબોચ્યો
Surat Police એ ઇસમને વોન્ટેડ જાહેર કર્યો
આ સમગ્ર બનાવને લઇને પુણા પોલીસ (Puna police)પાસેથી મળતી માહિતી મુજબ, કિશોરની પૂછપરછમાં બહાર આવ્યું હતું કે, આ અફીણ તેને રાજસ્થાન ખાતે રહેતા ગોપાલ રતનજી શર્મા નામના ઈસમે આપ્યો હતો. જેથી પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો છે. આ ઉપરાંત સુરતમાં આ અફીણ કોણ લેવાનું હતું તે દિશામાં પણ પોલીસે તપાસ શરુ કરી છે.
સ્કૂલ બેગમાંથી મળ્યુ 2 કિલો જેટલુ અફીણ જુઓ વીડિયો
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4