Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / August 12.
Homeન્યૂઝDon’t worry! હવે આવી ગઈ છે સુરત ‘પોલીસ તેરે દ્વાર’…

Don’t worry! હવે આવી ગઈ છે સુરત ‘પોલીસ તેરે દ્વાર’…

Share Now
સુરત ગ્રામ્ય પોલીસ (Surat Police) દ્વારા વૃદ્ધો માટે અનોખું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં જિલ્લા પોલીસ વડાથી લઈને કોન્સ્ટેબલ સુધીના તમામ કર્મચારીઓ નિશ્ચિત તારીખ અને સમયે તેમના વિસ્તારમાં આવેલા વૃદ્ધોની મદદ કરશે.
ગ્રામ્ય વિસ્તારમાં રહેતા વયોવૃદ્ધ લોકોના પ્રશ્નો હલ થાય તે માટે પોલીસ દ્વારા ‘પોલીસ તેરે દ્વાર’ અભિયાન શરૂ શરુ કરવામાં આવ્યું છે. આ અભિયાનમાં વૃદ્ધોની જરૂરીયાત મુજબ અનાજ, દવા સહિતની વસ્તુઓ પુરી પાડવામાં આવશે. આ અભિયાન થકી વૃદ્ધોને મોટી મદદ મળી રહેશે.

સુરત પોલીસનું (Surat Police) “પોલીસ તેરે દ્વાર” અભિયાન

સુરત જિલ્લામાં વૃદ્ધોને મદદ રૂપ થવા પોલીસ વિભાગ આગળ આવ્યું છે. પોલીસ દ્વારા માવતર અભિયાન શરૂ કરાયું છે.જે અંતર્ગત પોલીસ તેરે દ્વાર અભિયાન શરૂ શરુ કરવામાં આવ્યું છે. સુરત ગ્રામ્યમાં ઘણા વૃદ્ધો એવા છે કે જેઓની સર સંભાળ રાખવા માટે પરિવારમાં કોઈ હોતું નથી. ત્યારે સુરત જિલ્લા પોલીસ આવા વૃદ્ધોની મદદ કરશે.
Surat Police has launched a unique campaign for the elderly
પોલીસ સ્ટેશન સુધી બિમાર અને અશક્ત વૃદ્ધોને આવવાની ફરજ પડતી હોય છે. ઘણા લોકો પોલીસ સ્ટેશન ન આવી શકતા હોવાથી મનમાં જ મૂંજાતા હોય છે. ત્યારે તેમની ફરિયાદ તેમના ઘર આંગણે જ સાંભળવામાં આવે તે માટે આ એક પ્રયાસ કરવામાં આવ્યો છે. જેમાં પોલીસના દરેક કર્મચારીઓ વૃદ્ધોના ઘર સુધી પહોંચી તેમની ફરિયાદ તો સાંભળશે જ પરંતુ સાથે સાથે તેમને પડતી અગવડતાઓનું પણ નિરાકરણ કરવા પ્રયાસ હાથ ધરશે. મહુવા તાલુકાના અંતરીયાળ આદિવાસી વિસ્તારમાંથી અભિયાનની શરૂઆત કરી દીધી છે. 
surat sp usha rada
સુરત જિલ્લા પોલીસ વડા ઉષા રાડા દેસાઈએ જણાવ્યું હતું કે, આ અભિયાન ખરેખર આત્મસંતોષ આપનારો છે. અમે પહેલી વખત તેમના ઘરે જાઈ તો સાથે તેમને આપવા શુ લઈ જઈએ તેવો પ્રશ્ન થયો,બાદમાં જીવન જરૂરી વસ્તુ લઈ જવાનો નિર્ણય કર્યો.જેથી તેમના દ્વાર જઈને જરૂરી કરીયાણાની કીટ આપી હતી. ઘણા વૃદ્ધોના ઘરમાં ઊંઘવા માટે ખાટલાની પણ સગવડ ન હતી, પોલીસ દ્વારા તેઓને ખાટલાઓ પણ પુરા પાડવામાં આવ્યા હતા. તો ઘણી જગ્યાએ વાસણ સહિતની જરૂરીવસ્તુઓ ન હોવાનું સામે આવ્યું હતું. ઘણા વૃદ્ધો મોતિયો જેવી આંખો સહિતની અન્ય બિમારીનો પણ સામનો કરી રહ્યાં છે. તો તેવાને મોતિયો પણ પોલીસ દ્વારા કરાવી આપ્યો છે.

ત્રણ હજાર જેટલા વૃદ્ધોને કરવામાં આવશે મદદ!

જિલ્લા પોલીસ દ્વારા શરૂ કરવામાં આવેલા ‘પોલીસ આપને દ્વાર’ કાર્યક્રમ અંતર્ગત 3 હજાર જેટલા વૃદ્ધોનું લિસ્ટ બનાવીને મદદ કરવાનું આયોજન કર્યું છે. દર મહિને વૃદ્ધોને મળ્યા બાદ તેમના પ્રશ્નો અને તેના સમાધાન માટે શું કરી શકાય તેનું પણ મોનિટરીંગ કરવામાં આવશે. વળી દર મહિને કોઈ ફિક્સ તારીખ ન રાખીને કોઈ પણ તારીખ અને ચોક્ક્સ સમયે તમામ વૃદ્ધોને ત્યાં એક સાથે જવામાં આવશે. જેથી વૃદ્ધોને પડતી સાચી મુશ્કેલીઓ જાણીને તેનું સમાધાન કરવાનો પ્રયાસ કરવામાં આવશે.
Surat Police has launched a unique campaign for the elderly
સુરત જિલ્લા પોલીસ (Surat Police)  દ્વારા શરૂ કરવામાં આવેલા આ પ્રોજેક્ટ અંતર્ગત કોઈ પોલીસ કર્મચારી પર વર્ક લોડ ન રહે તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. પોલીસ કર્મચારીઓમાં પણ કંઈ કર્યાનો સંતોષ રહે અને ઉત્સાહ તથા નવી સ્કૂર્તિ સાથે કામ કરવામાં આવે તેવું પણ આ અભિયાન અંતર્ગત ધ્યાન રાખવામાં આવ્યું છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment