સુરત: જેની આંગળી પકડીને મોટા થયા હોય, જેના હાથનો કોળિયો ખાઈને પેટ ભર્યું હોય. અને જેના ખભે બેસીને દુનિયા જોઇ હોય. એ જ માતા પિતા જ્યારે ઉંમરના અંતિમ પડાવ પર પહોંચે છે ત્યારે તે સંતાનો માટે બોજ બની જાય છે.આવા અનેક કિસ્સા આપણે જોયા અને સાંભળ્યા હશે. ત્યારે સુરતમાં (Surat) આવો જ એક કિસ્સો સામે આવ્યો છે.જેમાં 85 વર્ષના બા ને તેની પુત્રવધુ રોજ ઢોર માર મારી રહી હતી.આ કેવી પુત્રવધુ હશે કે, જેનાં વધામણા તેની સાસુએ હેત ભેર અને પ્રેમથી લીધા હોય. અને તે જ સાસુનાં જીવનનાં અંતિમ ચરણ પર તેની આત્માને બાળી નાખે.
માતા પર પુત્રવધુનો અત્યાચાર
આ વાત છે સુરતના વરાછા (Varachha) વિસ્તારમાં રહેતા કાંતાબેન સોલંકીની (Kanta Solanki). કાંતાબેનની ઉંમર 85 વર્ષની છે.તેમની ઉંમર થતા તેઓ તેમના 3 દિકરાઓ પર નિર્ભર રહેતા હતા.અને આ ત્રણેય દીકરાઓ આ માજીને એક-એક મહિનો પોતાના ઘરે રાખતા હતા. છેલ્લા 6 મહિનાથી તેમના બે સંતાનોએ તેમને સાચવવાનો ઇનકાર કરી દીધો હતો.ત્યારે તે તેમના ત્રીજા પુત્રના ઘરે રહેતા હતા.કાંતાબાની તબિયત માનસિક અને શારીરિક રીતે નબળી રહેતી હતી.પણ આ ઉંમરે તેમનો સાથ, એક હૂંફ આપવાના બદલે પુત્ર અને પુત્રવધુ બંને માટે તેઓ બોજ બની ગયા હતા.
અવારનવાર તેમના પર તેઓ માનસિક અને સૌથી વધારે શારીરિક ત્રાસ ગુજરતા હતા.એમાં પણ શારીરિક ત્રાસ એટલે એવો ત્રાસ કે આટલી મોટી ઉંમરે પણ માજીને તેનો જ પરિવાર ઢોર માર મારતો હતો.પરિવારના આવા વર્તનથી પાડોશીઓમાં પણ છૂપો રોષ ભભૂકતો હતો.ત્યારે પરિવારનાં આવા વર્તન સામે એક ગેલેરીમાંથી પાડોશીઓએ પુત્રવધુની હેવાનીયતનો વિડીયો બનાવી પોલીસને મોકલી આપ્યો.અને ત્યારબાદ તે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો.વિડીયોમાં દેખાય છે કે કઈ રીતે પુત્રની હાજરીમાં પુત્રવધુ 85 વર્ષના માજી પર હાથ ઉપાડે છે.85 વર્ષીય મંદ સાંભળતા અને મંદ મંદ બોલતા બા નો આ રીતનો અત્યાચાર જોઈ તમારો આત્મા પણ જનજોળાઇ જશે.આ વિડીયો વરાછા પોલીસ સુધી પહોંચ્યો.અને પોલીસને જાણ થતાં વરાછા પોલીસ તાત્કાલિક ત્યાં પહોંચી હતી. અને તે વૃદ્ધાને ઉગારી હતી.
આ પણ જુઓ : મને નહી માર બેટા મારો શું વાંક?
Surat Policeની ઉમદા કામગીરી
પોલીસના( Surat Police) જવાનોએ વૃદ્ધાની માતાની જેમ દેખરેખ રાખી હતી.વૃધા ચાલી શકતા ન હતા.તો તેમને પોતાના હાથમાં ઉપાડી તેમને પોલીસ( Surat Police) મથક લાવ્યા.અને તેમના હાથે જમાડ્યા હતા.આ સમયે પોલીસે વિડીયોમાં મારનાર પુત્રવધુ અને પુત્રને પોલીસ મથક લઈ આવી છે..ત્યારે 85 વર્ષીય આ માતાએ આટલો ત્રાસ સહન કર્યો છતાં પેલી ગુજરાતી કહેવતનાં પ્રમાણે કે છોરું કાછોરું થાય પરંતુ માતા કુમાતા ક્યારેય નહિ થાય તે સાર્થક કરી બતાવી હતી.જી હા, માતાનું હૃદય તો જુઓ કે ત્રાસ આપનાર પોતાના પુત્ર અને પુત્રવધુ સામે પોલીસે ફરિયાદ કરતા સમયે મા એ જણાવ્યું કે મે તો માફ કરી દીધા છે..પરંતુ તેમની સાથે રહીને તેમના માથે બોજ બનવા નથી માંગતી.જેથી તેમણે પોતાને વૃદ્ધાશ્રમ મોકલી આપવા પોલીસને વિનંતી કરી હતી.
માજીની વિનંતી સ્વીકારીને પોલીસે( Surat Police) સ્થાનિક કોર્પોરેટર મધુબેન ખેનીનો સંપર્ક કર્યો હતો.જેઓ પોતે વૃદ્ધાશ્રમ (Old age home) ચલાવી રહયા છે.તેમાં આ માજીને રાખવા પોલીસે વિનંતી કરી તો મધુબેન ખેનીએ તાત્કાલિક માજીને પોતાના આશ્રમ બોલાવી લીધા હતા.અને આશ્વશન આપ્યું હતું કે પોતાના મા ની જેમ તેઓ સેવા કરશે.જેથી વરાછા પોલીસે માજીને વૃદ્ધાશ્રમમાં મુકવા ગયા હતા.મધુબેન સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે માજીને જ્યારે તેઓએ નવડાવ્યા ત્યારે આખા શરીર પર મારના નિશાન જોવા મળ્યા હતા.માજી કંઈ બોલી શકતા નથી પણ તેમની ચુપકીદી અને આંખોના આંસુ પથ્થર હૃદયને પણ કંપાવી દે છે.ખરેખર આ હકીકત છે.આ વૃદ્ધાશ્રમમાં Ott indiaની ટીમ ખૂદ આ માજીની મુલાકાત લેવા પહોંચી હતી.ત્યારે માજીની વેદના જોઈ અમારી આંખ માંથી પણ ઝરઝરીયા ઝળકાઈ ગયા હતા.જોકે હવે એ માજી સારા સ્થાન પર આવ્યા હોવાનું અનુભવી રહયા છે.અને પરત જવા સદંતર ઇનકાર કરી રહયા છે.
આ પણ વાંચો: મોદી કેબિનેટ વિસ્તરણ: 2022ની વિધાનસભા ચૂંટણી પર નજર, ગુજરાતના આ નેતાઓને મળ્યું સ્થાન
કેવી કેવી માનતા રાખે છે પુત્રની ઘેલછા માટે અને પુત્ર..?
કુદરતની પરીક્ષા તો જુવો ઘરે દીકરો અવતારે, કુળનો વંશ આગળ વધારે અને બુઢાપા માં સહારાની લાકડી બને તેવી આશા રાખી કેટકેટલી માનતાઓ સાથે દીકરાના જન્મની આશ રાખતા હોય છે.પરંતુ આજે આ માજીને ભગવાને ત્રણ ત્રણ દીકરાઓ આપ્યા, અરે દીકરા ના ઘરે દીકરાઓ આપી માજી પાસે 11 સહારાની લાકડીઓ આપી હતી..છતાં એક પણ લાકડી કામની ન નીકળી.આવા સંસારમાં અનેક માતા પિતા છે જેમને પોતાનું સમગ્ર જીવન દીકરાને મહત્વ આપી તેમના પર ન્યોછાવર કરી નાખ્યું.પરંતુ હવે પુત્રની સેવાનો વારો આવ્યો ત્યારે જીવનના અંતિમ પડાવમાં તરછોડી મૂકે છે.આવા કપૂતો સામે આજે સંસાર માત્ર ફિટકાર વરસાવવા સિવાય કાય કરી શકતો નથી.એ વરવી વાસ્તવિકતા છે.
આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.
Android: http://bit.ly/3ajxBk4