સુરત (Surat)શહેરમાં સચિનની સાઈનાથ સોસાયટીમાં બહેન સાથેના ઝઘડામાં સમાધાન માટે ગયેલા ભાઈને પાડોશી (Neighbor)એ ચપ્પુના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. એટલું જ માત્ર નહીં બચાવવા દોડેલા પિતરાઈભાઈને પણ ચપ્પુના ઘા માર્યા હતા. આ હુમલા (Attack)બાદ હુમલાખોર (Attacker)પાડોશી ઘટના સ્થળ પરથી નાશી ગયો હતો.
સુરત (Surat)ખાતે પાડોશીઓને સમાઘાન માટે સમજાવવા ગયો હતો
આ સમગ્ર ઘટના અંગે મૃતકના ભાઈએ જણાવ્યું હતું કે, ચાર ભાઈ અને એક બહેનમાં દિલબર શૌકત અલી (ઉ.વ. 18) ત્રીજા નંબરનો ભાઈ હતો. યુપીથી રોજગારીને લઇને આવ્યો હતો. પોતાનો વ્યવસાય કરી અને પરિવારમાં આર્થિક રીતે મદદરૂપ થતો હતો. ત્રણ દિવસ પહેલા જ બહેન શબનમ વતન યુપીથી આવી હતી. એક જ સોસાયટીમાં રહેતા હોવાથી બહેનના નાના મોટા કામમાં મદદરૂપ થતાં હતાં. શુક્રવારના રોજ બહેન સાથે પાડોશી (Neighbor)નો ઝઘડો થયો હોવાની જાણ બાદ ભાઇ પાડોશીઓને સમજાવવા ગયો હતો.
આ પણ વાંચો: ટેલિકોમ વિભાગની ટીમના સુરતમાં દરોડા, 20 ડેટલા ચાઇનીઝ બુસ્ટર જપ્ત કર્યા
અન્ય એકને પણ ઈજા
બહેન અને પાડોશીઓ વચ્ચે ચાલતા ઝઘડામાં દિલબરે મધ્યસ્થી કરી ઝગડાને પુરો કરવાનો પ્રયાસ કરતા પાડોશીએ દિલબર ને જ ચપ્પુના ઘા મારી પતાવી દીધો હતો. એટલું જ નહીં પણ દિલબર પર હુમલો કરવા તૂટી પડેલા પડોશીથી બચાવવા ગયેલા પિતરાઈ ભાઈ પર પણ હુમલો (Attack)કર્યો હતા. આ સમગ્ર ઘટનામાં એક બહેને પોતાની નજર સામે જ ભાઈને અંતિમ શ્વાસ લેતા જોઈ ગભરાય ગઇ હતી. આ સમગ્ર ઘટનાની જાણ થતાની સાથે જ સ્થાનિક પોલીસ (Police)ઘટના સ્થળે દોડી આવી હતી. ઝઘડા પાછળ કોઈ ગંભીર કારણ નહતું. આ સમગ્ર ઘટનાને લઇને પોલીસે હત્યાને નજરે જોનાર સાક્ષીઓના નિવેદન લઈ નાશી ગયેલા હત્યારા પાડોશીને શોધવા આગળની તપાસ હાથ ધરી છે.
દારુ બંધીનો ફાયદો ઉપાડતા બુટલેગરો બેફામ જુઓ વીડિયો:
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4