Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / December 1.
Homeન્યૂઝસુરતની સરકારી શાળામાં શિક્ષકોની મોટી અછત, 106 બાળકો સામે માત્ર એક શિક્ષક

સુરતની સરકારી શાળામાં શિક્ષકોની મોટી અછત, 106 બાળકો સામે માત્ર એક શિક્ષક

Government school
Share Now

સુરત :- સુરતમાં(Surat ) સરકારી શાળામાં (Government school) શિક્ષકોની મોટી અછત જોવા મળી રહી છે.શિક્ષકોની અછત દૂર કરવા ખુદ ભાજપના કોર્પોરેટર દ્વારા સાસનાધિકારીને પત્ર લખી જાણ કરી છે.પાંડેસરાના કોર્પોરેટર ઊર્મિલા ત્રિપાઠી દ્વારા નગર શિક્ષણ સમિતિની શાળા ક્રમાંક 91 અને 276ના શિક્ષકોની અછતના આંકડા જાહેર કર્યા છે.આ શાળામાં શિક્ષકોની અછત તાત્કાલિક દૂર કરવા પત્ર લખી માંગ કરી છે.

સરકારી શાળામાં શિક્ષકોની અછત દૂર કરવા ભાજપના કોર્પોરેટરે લખ્યો પત્ર 

સરકાર રાજ્યમાં શિક્ષણનું સ્તર સુધારવા જુદા જુદા પ્રકારની યોજનાઑ બહાર પડી રહી છે. પઢેગા ઈન્ડિયા તભી તો બઢેગા ઈન્ડિયા જેવા અભિયાનો ચલાવી રહી છે.શિક્ષણથી કોઈ પણ બાળક વંચિત ન રહે જેથી શિક્ષણ માટે સરકાર પ્રવેશોત્સવ જેવા કાર્યક્રમો દર વર્ષે કરી રહી છે.રાજ્યમાં સરકારી શાળાઓમાં (Government school) શિક્ષણ માટે બાળકોને વધુ પ્રવેશ મળે તે માટે જન જાગૃતિ કાર્યક્રમો પણ કરાય છે.પરંતુ આ બધાની વચ્ચે સરકારે બાળકોના ભણતર માટે જે કરવાનું છે તેમાં કેમ ખાસ ધ્યાન આપતી નથી.સુરતમાંથી(Surat) ફરી એક વખત સરકારી શાળાના (Government school) શિક્ષણ સામે પ્રશ્ન ઊભો થયો છે.

આ પણ વાંચો : તળાવ પાસે આવી સિસોટી કોણ મારે!

Government school

 

બાળકોનું ઘડતર શાળામાં શિક્ષકો દ્વારા કરવામાં આવે છે.પરંતુ સુરતની( Surat ) અનેક શાળાઓ આજે પણ શિક્ષકોની અછત વચ્ચે ચાલી રહી છે.આ પ્રશ્ન હમણાંનો નથી છેલ્લા ઘણા વર્ષો થી ચાલી રહ્યો છે. અત્યાર સુધી વિરોધ પક્ષ અવાજ ઉઠાવતું હતું એટલે શિક્ષણને પણ ગંદી રાજનીતિમાં લઈ જવાતું હતું. પરંતુ હવે તો ખુદ સુરતના (Surat ) પાંડેસરા-બમરોલીના ભાજપના કોર્પોરેટર દ્વારા આ પ્રશ્ન ઊઠાવામાં આવ્યો છે.ભાજપના કોર્પોરેટર ઊર્મિલા ત્રિપાઠી (Urmila Tripathi ) દ્વારા શિક્ષકોની અછતની ચોંકાવનારી માહિતી દર્શાવી સુરતના સરકારી શિક્ષણ સામે મોટો પ્રશ્ન ઊભો કર્યો છે. 

આ પણ વાંચો : જાણો કેવી રીતે બને છે મિયાવાકી વન 

Government school

Government school

સરકારી શાળામાં 106 વિધ્યાર્થીઓ વચ્ચે માત્ર એક શિક્ષક 

ભાજપના કોર્પોરેટર દ્વારા નગર શિક્ષણ સમિતિની શાળા ક્રમાંક 91 અને 276માં શિક્ષકો મોટી અછતના આંકડા બહાર પડ્યા છે.જેમાં નગર શિક્ષણ સમિતિની શાળા 276માં ધોરણ 1 થી 8ના 22 વર્ગો માંથી કુલ રજીસ્ટર થયેલા 952 વિધ્યાર્થીઓ છે. જેની સામે માત્ર 8 જ શિક્ષકો છે.જ્યારે શાળા ક્રમાંક 91માં 1 થી 8 ધોરણના 20 વર્ગો માં કુલ 780 વિધ્યાર્થીઓ રજીસ્ટર થયા છે જે માટે માત્ર 8 શિક્ષકો છે. એટલે સીધે સીધું સમજી શકાય છે કે 925 + 780 = 1705 વિધ્યાર્થીઓની સામે માત્ર 16 શિક્ષકો છે.એટલેકે 1 શિક્ષકના માથે  106 વિધ્યાર્થીઓના અભ્યાસનું ભારણ થોપવામાં આવ્યું છે. હવે આ તો ખુદ સરકારના નિયમ વિરુદ્ધ છે.એક શિક્ષક ઉપર વધુમાં વધુ 55 વિધ્યાર્થીઓનું ભારણ હોય તો જ બાળકને યોગ્ય શિક્ષણ આપી શકાય.

આ રીતે શિક્ષકોની અછત વચ્ચેની સ્થિતિમાં સુરતની સરકારી શાળાઓ(Government school) ચાલી રાહી છે.શિક્ષકોની ઘટ સામે વિધ્યાર્થીઓનું શિક્ષણ અને હિત બંને જોખમાય રહ્યું છે તે અંગે પ્રશાસન પણ અજાણ નથી, તેમ છતાં પૂરતા શિક્ષકોની ભરતી સમયસર કેમ નથી કરતું તે સમજાતું નથી. ભજપના કોર્પોરેટર ઊર્મિલા ત્રિપાઠીએ લખેલા પત્રએ 25 વર્ષના સુરત મનપામાં ભાજપના શાસન સામે અનેક પ્રશ્નો ઊભા કરી દીધા છે.

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment