Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / July 5.
Homeન્યૂઝPop-Pop એ લીધો જીવ, દિવાળીનો તહેવાર સુરતના આ પરિવાર માટે બન્યો માતમ

Pop-Pop એ લીધો જીવ, દિવાળીનો તહેવાર સુરતના આ પરિવાર માટે બન્યો માતમ

Surat
Share Now

દિવાળીના તહેવારમાં ફટાકડા ફોડવાનું અને દારુખાનુ લાવીને મન ઉલ્લાસથી રાતે ફોડતા હોય છે, ત્યારે દિવાળીમાં ઘણાં એવા પરિવારો પણ એવા છે જેમના છોકરાઓને કંઇક વધુ જ ફટાકડાં ફોડ઼વાનો સોખ હોય છે, અને દિવાળી આવ્યા પહેલાં જ તે ફટાંકડાં ફોડવા લાગે છે.ફટાકડાની અવનવી વરાઇટીઓમાં સાવ નાનાં બાળકો માટે પોપ-પોપ ફટાકડા ભારે ડિમાન્ડમાં રહે છે.   

પણ નાના છોકરાઓ માટે આ ફટાકડા કંઇક અલગ જ બનીને બહાર આવ્યા છે, હા દરેક બાળકને મા-બાપ ફટાકડા પણ અપાવતા હોય છે, પરંતુ તેઓ એ ફટાકડાં સાથે શું કરે છે એ જોવાનું ચૂકી જતાં તમામ મા-બાપની આંખો ઉઘાડતો કિસ્સો સામે આવ્યો છે.

Don't buy crackers... - Immigration & Checkpoints Authority | Facebook

સુરતના ડિંડોલીમાં 3 વર્ષના બાળકનો આ કિસ્સો છે, જેમાં એક બાળકનો જીવ ગયો છે. બાળકો માટે ફટાકડા થી દુર રાખવા માટે પોપ પોપ આવે છે, જે બાળકો મજાથી રમતાં હોય છે અને એકબીજા પર પણ ફેંકતા હોય છે. બાળક નાનું હોવાથી ફેંકે અને ફૂટે એવા પોપ-પોપ સુથારી કામ કરતા મૂળ બિહારના વતની એવા પિતા દુકાનથી લાવ્યા ––બાદ ઘરે મૂક્યા હતા. બાદમાં એ ફટાકડા ફોડવાની જગ્યાએ બાળક ગળી ગયું હોય એમ બીમાર પડ્યું હતુ.

બાળકને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા બાદ મૃત જાહેર કર્યો હતો.(તસવીર વિચલિત કરી શકે છે.)

બાળકને દવા આપ્યા પછી પણ તે સારુ ન થયુ. જ્યારે બાળકને ઝાડા-ઊલટીમાં પોપ-પોપ ફટાકડા નીકળ્યા બાદ વધુ સારી રીતે સારવાર મળે તે માટે સિવિલ હોસ્પિટલ લઇ જવાયુ હતુ. જ્યાં તબીબોએ બાળકને મૃત જાહેર કર્યું હતું. તેમજ ફટાકડાં બાળક ખાઈ જવા બાબતે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું, સાથે જ તબીબોએ તમામ વાલીઓએ દિવાળીના ફટાકડા ફોડતી વખતે જાગ્રત રહેવા અપીલ કરી હતી.

 

24 કલાક બીમાર રહ્યા બાદ ઝાડા-ઊલટી થયેલા

બાળકના પિતા સુથારકામ કરી પત્ની અને 3 વર્ષનો મોટો પુત્ર શૌર્ય અને 2 વર્ષની દીકરીનું ગુજરાન ચલાવી રહ્યા હતા. અચાનક બીમાર પડેલા માસૂમ પુત્રને લઈ પિતા ચિંતિત હતા. નજીકના ડૉક્ટરની સારવાર દરમિયાન ઝાડા બાદ અચાનક ઊલટી શરૂ થતાં આશ્ચર્યમાં પડી ગયા હતા. એમાં આજે સવારે ઊલટીમાં ફટાકડાના પોપ-પોપ નીકળતાં પત્ની અંજલી ચોંકી ગઈ હતી. અને નજીકનાં દવાખાને લઇ જતાં ત્યાં બોટલ ચઠાવી હતી, BHMS ડોક્ટરે બોટલ ચઢાવ્યા બાદ દીકરાની તબિયત બગડી હતી. તેવુ જાણવા મળ્યુ હતુ. અને સિવિલ હોસ્પિટલમાં લઇ જવાની ડોક્ટરે સલાહ આપ્યા બાદ, બાળકને સિવિલ હોસ્પિટલમાં મૃત જાહેર કરાયો હતો.

આ પહેલા પણ સુરતમાં ફટાકડા ફોડતી વખતે પાંચ બાળકો દાઝ્યા હતા. અને તેનો વીડિયો પણ વાયરલ થયો હતો.

યોગીચોક વિસ્તારની તુલસી દર્શન સોસાયટીમાં ગટરના ઢાંકણા પર બેસી 5 બાળકો ફટાકડા ફોડી રહ્યા હતા. અચાનક આગ ભભૂકતા બાળકોમાં નાસભાગ મચી હતી. આગની જ્વાળામાં પાંચેય બાળકો દાઝી ગયા હતા.

પોપ-પોપ ફટાકડા ઝાડા-ઊલટીમાં નીકળ્યા હોવાની વાતે તબીબો ચોંકી ગયા હતા .

પોપ પોપ

બાળકોમાં પ્રિય અને મજાના આ પોપ પોપ બાળકોને ખુબ પસંદ આવે છે, દિવાળીમાં તેનું વેચાણ પણ થતુ હોય છે, આ કાગળની પોટલી જેવા ફટાકડામાં રેતી અને દારૂનું મિશ્રણ કરેલું હોય છે, જે ફેંકતાં જ જમીન કે દીવાલ સાથે અથડાતાં જ ફૂટે છે.  ફટાકડાના એક પેકેટની કિંમત 5થી 10 રૂપિયા સાઈઝ પ્રમાણે હોય છે.

જુઓ વીડિયો

 

આ પણ વાંચો: યે દોસ્તી…રજનીકાંતે પોતાનો કિંમતી એવોર્ડ શા માટે એક બસ ડ્રાઇવરને કર્યો સમર્પિત? કારણ છે રોચક

No comments

leave a comment