Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / October 4.
Homeન્યૂઝસુરત ટ્રાફિક પોલીસની નવી પહેલ,દંડની સાથે શરૂ કરાયું જાગૃતિ અભિયાન

સુરત ટ્રાફિક પોલીસની નવી પહેલ,દંડની સાથે શરૂ કરાયું જાગૃતિ અભિયાન

I Follow
Share Now

સુરત પોલીસે શહેરના લોકો માટે નવું અભિયાન શરૂ કર્યું છે.સમગ્ર દેશમાં સુરતને સ્વછતાની દ્રસ્ટીએ જે નામના મળી છે તેવી રીતે ટ્રાફિક આવેરનેશમાં પણ સુરતનું નામ સમગ્ર દેશમાં આગાળ આવે તેવા હેતુ સાથે સુરત પોલીસ દ્વારા ટ્રાફિક જાગૃતિનું કેમ્પેનિગ શરૂ કરવામાં આવ્યું છે.સુરત પોલીસ દ્વારા i-follow campaign – 21 નું આયોજન કરવામાં આવ્યું છે.જે 19 – 7 -2021 થી 22-08 -2021એટલેકે 35દિવસ સુધી આ અભિયાન ટ્રાફિક પોલીસ દ્વારા ચલાવાની શરૂઆત કરવામાં આવી છે.આ  અભિયાન અંતર્ગત ટ્રાફિક પોલીસ દ્વારા માત્ર લોકોને દંડવાનું જ નહીં પણ તેની સાથે નિયમોની જાગૃતતા માટેનું પણ કાર્ય કરવામાં આવશે. જે અંતર્ગત પોલીસ દ્વારા જુદા જુદા પ્રકારના સ્ટીકરો બનાવમાં આવ્યા છે જે શહેરની જનતા નિયમઓનું પાલન નહીં કરશે તેમની મોટર સાયકલ અને કાર પર લગવામાં આવશે.આ ઉપરાંત પોલીસ દ્વારા વિવિધ પ્રકારના રમુજ સ્લોગનો સાથેના હોર્ડિંગસૉ શહેરમાં લગાવીને ટ્રાફિક જાગૃતા લાવવાનું શરૂ કર્યું છે. 

I follow sticker

સુરત ટ્રાફિક પોલીસ દ્વારા I – follow campaign – 21 શરૂ કરાયું  

સુરત શહેર જે એવું શહેર કે સાવર પડતા રાત્રીના મોડે સુધી સતત ભાગતું દોડતું જોવા મળે છે.સાથે શહેરમાં જેમ વિકાસ અને પ્રગતિ થઈ રહી છે તેની સાથે સુરત શહેરમાં ટ્રાફિકની સમસ્યા પણ તેટલાં પ્રમાણમાં વધી રહી છે.લોકો ટ્રાફિકના નિયમોનું મોટા ભાગના કિસ્સાઓમાં પાલન નથી કરતાં.જેને લઈ સુરત શહેરમાં લોકો ટ્રાફિકના નિયમો જાણે અને પાલન કરે તેમજ બીજા લોકોને પણ પ્રેરણા આપે તેમજ માર્ગ અકસ્માતમાં થતી જાનહાનિ અટકાવવાના હેતુથી તા 19 – 7 -2021 થી 22-08 -2021 સુધી ટ્રાફિક પોલીસ દ્વારા ” I – follow campaign – 21 ” નું આયોજન કરવામાં આવ્યું છે. જે અભિયાનમાં ખાસ કરીને રોંગ સાઈડ ડ્રાઇવિંગ ,હેલમેટ વગર વાહન ચલાવતા વાહન ચાલકો અને  નો- પાર્કિંગમાં વાહન પાર્ક કરતાં વાહન ચાલકો પર ખાસ ધ્યાન આપી શહેરમાં જાગૃતતા લાવવાનો પ્રયાસ શરૂ કરાયો છે.લોકોની વચ્ચે રહી પોલીસ દ્વારા શરૂ કરાયેલા અભિયાનને કુલ પાંચ તાબબકમાં વહેચવામાં આવ્યું છે. 

આ પણ વાંચો: એક બોર્ડ મૂકી દેવાથી પોલીસ સ્ટેશન બની જાય?

hoardings

પાંચ તબક્કામાં શરૂ કરાયું i-follow campaign – 21

સુરત ટ્રાફિક પોલીસ દ્વારા શરૂ કરવાં આવેલા i-follow campaign – 21ને પાંચ તબ્બકામાં વહેચવામાં આવ્યું છે. ત્યારે સુરત પોલીસ કમિશ્નર અજયકુમાર તોમર દ્વારા આ અભિયાનના પાંચ તબ્બકા વિષે જણાવ્યું હતું કે  

(૧) પ્રથમ તબક્કો :- અવેરનેસ (Awareness) નો રહ્યો હતો.૧૯/૦૭/૨૧ થી ૨૫/૦૭/૨૧ સુધી અવેરનેસ લાવવાનો પ્રયાસ કરાયો હતો.જેમાં અત્યાર સુધી સોશિયલ મીડીયા થકિ 20000 જેટલા લોકો સુધી અને ફિલ્ડમાં ૧૨,૦૦૦ જેટલા લોકો સુધી પ્રત્યક્ષ રીતે અભિયાન અંતર્ગત પહોંચવામાં આવ્યું છે.

– ટ્રાફિક નિયમોનું પાલન કરનાર 7000 લોકોને સન્માનરૂપે i-follow સ્ટીકર આપવામાં આવેલ છે. 

– કુલ્લે ૨૭ પ્રાઇમ લોકેશન ઉપર સુંદર સમુજ સ્લોગન સાથેના હોર્ડીંગ્સ બોર્ડ લગાડવામાં આવ્યા છે.

– સોશિયલ મીડિયા થકી જાગૃતતાના સંદેશ તેમજ વિડીયો પોસ્ટ કરવામાં આવ્યા છે.અને આ પ્રક્રિયા સમગ્ર i-follow campaign દરમ્યાન શરૂ જ રહેશે.

– “i-follow Campaign-21 (અભિયાન)માં શહેરના પ્રતિષ્ઠિત પ્રભાવશાળી વ્યક્તિઓ અને સંસ્થાઓને પણ જોડવામાં આવી છે.

 

Ajaykumar tomar

(ર) બીજો તબક્કો :- Wrong Parking” (૨૬/૦૭/૨૧ થી ૦૧/૦૮/૨૧ સુધી)

– ૨૦,૦૦૦ “નો પાર્કિંગ ચેમ્પીયન” લખેલ સ્ટીકર નો પાર્કિંગમાં પાર્ક થયેલ વાહનના પાછળના ભાગે ચોટાડવામાં આવશે અને નિયમોનું પાલન કરવા પ્રતિજ્ઞા લેવાડાવવામાં આવશે.

(૩) ત્રીજો તબક્કો :- Two Wheeler driving without helmet (૦૨/૦૮/૨૧ થી ૦૮/૦૮/૨૧ સુધી)

૨૦,૦૦૦ “નો હેલ્મેટ ચેમ્પીયન” લખેલ સ્ટીકર હેલ્મેટ પહેર્યા વગર ટુ – વ્હીલર ચલાવનાર ના વહાન ના પાછળના ભાગે ચોંટાડવામાં આવશે અને નિયમોનું પાલન કરવા પ્રતિજ્ઞા લેવાડાવવામાં આવશે..

(૪) ચોથો તબક્કો :- No Wrong Side driving” (૦૯/૦૮/૨૧ થી ૧૫/૦૮/૨૧ સુધી)

– ૧૦,૦૦૦  “રોંગ સાઇડ ચેમ્પીયન” લખેલ સ્ટીકર રોંગ સાઇડમાં વાહન હંકારતા વાહન ચાલકના વાહનના પાછળના ભાગે ચોંટાડવામાં આવશે અને નિયમોનું પાલન કરવા પ્રતિજ્ઞા લેવાડાવવામાં આવશે.

(૫) પાંચમો તબક્કો :-  “Post Campaign Impact” (૧૬/૦૮/૨૧ થી ૨૨/૦૮/૨૧ સુધી)

– નિયમોનું પાલન કરનાર ૧૪૦૦૦ લોકોને સન્માનરૂપે i-follow સ્ટીકર આપવામાં આવશે.

– સમગ્ર અભિયાન દરમ્યાન ટ્રાફિક નિયમોનું પાલન કરતા ૨૦૦૦ વાહન ચાલકોને i-follow Cap (ટોપી) આપી સન્માનિત કરવામાં આવશે.

– ૨૦૦ વાહન ચાલકો કે જેઓ સતત ટ્રાફિક નિયમોનું પાલન કરતા હોય અને અભિયાન દરમ્યાન ટ્રાફિક તરફથી આપવામાં આવેલ ફોલોવર્સના કાર્ડમાં પાંચ વાર સ્ટેપ થયેલ હોય તેઓને ટ્રોફી આપવામાં. 

– અને અંતે અભિયાનથી થયેલ અસર વિશે લોકોના મંતવ્યો જાણવામાં આવશે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment