Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 27.
Homeન્યૂઝસુરતના વેસુમાં પત્નીને પ્રેમી સાથે પકડાતાં હોબાળો, પત્નીએ પ્રેમી સાથે મળીને પતિને જાહેરમાં ઢોર માર માર્યો

સુરતના વેસુમાં પત્નીને પ્રેમી સાથે પકડાતાં હોબાળો, પત્નીએ પ્રેમી સાથે મળીને પતિને જાહેરમાં ઢોર માર માર્યો

surat
Share Now

(surat) સુરતના વેસુ વિસ્તારમાં પત્ની અને પ્રેમીની દાદાગીરીનો કિસ્સો સામે આવ્યો છે. લાજવાને બદલે ગાજવાનો શરમજનક કિસ્સો (surat) સુરતના વેસુમાં સામે આવ્યો. આ કિસ્સામાં પતિને ઢોરની જેમ મારવામાં આવ્યો છે. કથિત રીતે પ્રેમી અને પત્ની દ્વારા પતિને ઢોર મારવામાં આવ્યો છે.  

માર બાદ પતિને સારવાર માટે હોસ્પિટલમાં પાટાપીંડી કરવાની ફરજ પડી હતી. છેલ્લા એકાદ વર્ષથી ઘરકંકાસથી પત્નીથી અલગ રહેતા પતિએ જણાવ્યું હતું કે બુધવારે મોડી સાંજે પત્ની જિમ-ટ્રેનર સાથે કારમાં હતી. મેં રંગેહાથ ઝડપી લઈને કારનો કાચ ઠપકારતાં તેઓ કાર લઈ નાસી ગયાં અને પીછો કર્યો તો બન્નેએ સાથે મળીને માર માર્યો હતો.

એક વર્ષથી પત્ની દીકરી સાથે અલગ રહે છે. કોર્ટના ઓર્ડર પછી પણ મને દીકરીને મળવા નથી દેવામાં આવતો નથી. હાલ પતિને ઢોર માર મારતાં સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : Durga માતાજીનું વિસર્જન ક્યારે કરવુ રહેશે હિતાવહ?

પોલીસ ફરિયાદ નોંધાવતી વખતે પીડિત પતિએ પત્ની પર આરોપ લગાવતા કહ્યું કે, મારી પત્નીની કાર ઊભેલી હતી, તેની બાજુમાં બીજી ઊભેલી કાર ચાલુ હાલતમાં હતી. એમાં તપાસ કરતાં મારી પત્ની કોઈ બીજા સાથે હતી. આથી મેં કાચ ઠપકાર્યો, પરંતુ તેમણે દરવાજો ખોલ્યો નહીં અને ગાડી રિવર્સ લઈને નાસી ગયાં હતાં. આથી મેં કારનો પીછો કર્યો, પ્રેમી અને પત્નીએ યુટર્ન લીધો હતો ત્યાં મેં તેમની કારને અટકાવી દીધી હતી. બાદમાં બન્ને પૂછ્યું કે તમે ગાડીમાં શું કરો છો.

ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ જુઓ વીડિયો

પત્નીને સવાલ પૂછવાથી સાથે જ ગુસ્સો થયેલી પત્ની અને તેના કથિત પ્રેમીએ પતિને મારવાનું શરૂ કર્યું હતું. ગાળાગાળી કરી જિમ-ટ્રેનરે મારી નાખવાની ધમકી આપી હતી. આ દરમિયાન મારી પત્ની પણ જોર જોરમાં કહેવા લાગી કે હું તારી પત્ની નથી અને આને મારો એમ કહી તેણે પણ હાથથી તમાચા મારી દીધા હતા. લોકોએ પોલીસને જાણ કરી હતી એટલે પત્નીએ જે કારમાં હતી એના ડ્રાઈવર વિશાલને ભગાવી મૂક્યો હતો.

બંનેને પોલીસ સ્ટેશન લઈ જવાયાં

આ બાબતે લોકો ભેગા થઈ જતાં પોલીસ દોડી આવી હતી. મને અને મારી પત્નીને ઉમરા પોલીસ સ્ટેશન લઈ જવાયાં હતાં. પોલીસે મારી ફરિયાદ નોંધી, પણ બરાબર કલમનો ઉમેરો ન કર્યો હોવાનું મને લાગે છે. બસ ન્યાય મળવો જોઈએ, મારી દીકરીના ભવિષ્યનો પ્રશ્ન છે. હું મારી પત્નીને કોર્ટમાં ખોટી સાબિત કરી કાયદેસર સજા અપાવવા માગું છું એમ પતિ યોગેશ અગ્રવાલે જણાવ્યુ હતું.

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

iOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment