દર વર્ષની જેમ આ વખતે પણ આજે દેશના સૌથી સ્વચ્છ શહેરોના નામ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં મધ્ય પ્રદેશના ઈન્દોરને સતત ચોથા વર્ષે દેશના સૌથી સ્વચ્છ શહેરનો ખિતાબ મળ્યો છે. આ સાથે તમને જણાવી દઇએ કે સુરત ( Surat)બીજું સૌથી સ્વચ્છ શહેર બન્યું છે.તો ત્રીજા ક્રમે વિજયવાડા સ્થાન પ્રાપ્ત થયું છે. તો ભારત દેશના ટોપ 10 સૌથી સ્વચ્છ શહેરોમાંથી ગુજરાતના ચાર શહેરોનો સમાવેશ થાય છે. જેમાં સુરત બીજા, અમદાવાદ પાંચમા, જ્યારે રાજકોટ છઠ્ઠા અને વડોદરા દસમા સ્થાન પર આવ્યા છે.
સ્વચ્છતાના માપદંડમાં ફરી એકવાર સુરત શહેર(surat )સફળ
સ્વચ્છતામાં કયુ શહેર જીત્યું
નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે સ્વચ્છ અમૃત મહોત્સવ એવોર્ડ્સ: ૨૦૨૧ યોજાયો હતો. જેમાં ઈન્દોર શહેરને દેશના સર્વોચ્ચ સ્વચ્છ શહેરના નામો જાહેર કરવામાં આવ્યા છે. તો સતત બીજી વખત સુરત( Surat)બન્યું દેશનું દ્વિતીય નંબરનું સ્વચ્છતમ શહેર જાહેર થયુ છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે તમામ શહેરોને સ્વચ્છતાના એવોર્ડ આપવામાં આવ્યા છે. તો રાષ્ટ્રપતિએ ઈન્દોર શહેરના વખાણ કરતા કહ્યું કે, આ વર્ષે પણ ઈન્દોરે પ્રથમ પુરસ્કાર પ્રાપ્ત કર્યું છે. આ શહેરનું પ્રથમ પુરસ્કાર પ્રાપ્ત કરવુ તે પ્રશંસનીય છે, પરંતુ સતત પાંચમી વાર પહેલા નંબર પર રહેવુ તે મોટી વાત છે.
10 લાખની વસ્તીવાળા શહેરોમાં ઈન્દોર શહેર પ્રથમ નંબરે રહ્યું. ભોપાલ 7 મા નંબર, ગ્વાલિયર 18 માં નંબરે અને જબલપુર 20 મા સ્થાન પર રહ્યું. તો એક લાખથી 10 લાખની વસ્તીવાળા શહેરોમાં મધ્ય પ્રદેશના 25 શહેરોના નામ છે. 50 હજારથી એક લાખની વસ્તીવાળા 26 શહેરના નામ છે. સાથે જ સુરતીલાલાઓ પણ આ વાત સાંભળીને ગર્વ અનૂભવી રહ્યા છે.
- 1 સ્વચ્છ શહેર – ઈન્દોર
- 2 બીજુ સ્વચ્છ શહેર – સુરત
- 3 ત્રીજુ સ્વચ્છ શહેર – વિજયવાડા
રાષ્ટ્રપતિના હસ્તે મેયર હેમાલી બોઘાવાલી અને શહેરી વિકાસ મંત્રી વિનુભાઈ મોરડીયા અને પાલિકા કમિશનર બંછાનિધી પાનીએ સન્માન સ્વિકાર્યું હતું. એક લાખથી વધુ વસ્તીવાળા શહેરમાં સુરતને( Surat) બીજો ક્રમ મળ્યો છે. સર્વેક્ષણ અંતર્ગત મ્યુનિ.એ 1 લાખથી વધુ દસ્તાવેજો અપલોડ કરવામાં આવ્યા હતા. તેમાં સુરતને 1500માંથી 1350 માર્કસ મળ્યા છે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4