Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / September 30.
Homeન્યૂઝસુરતના માર્શલ આર્ટિસ્ટએ દેશના BSF જવાનોને આપી ટ્રેનિંગ

સુરતના માર્શલ આર્ટિસ્ટએ દેશના BSF જવાનોને આપી ટ્રેનિંગ

surat, MARCEL ART, BSF, MILATRY
Share Now

સુરત માટે ગૌરવપૂર્ણ કહી શકાય એવી સિદ્ધિ સુરતના મિક્સ માર્શલ આર્ટિસ્ટ રેનશિ વીસ્પી ખરાદી એ અપાવી છે. સુરતના પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવી ચૂકેલા અને હાલ બીએસએફના ડાયરેકટર જનરલ રાકેશ અસ્થાનાની પહેલથી દેશની સીમાઓ ઉપર તૈનાત બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)ના જવાનોને રેનશિ વિસ્પી ખરાદી અને હાનશી મેહુલ વોરાની ટીમ દ્વારા માર્શલ આર્ટની ટ્રેનિંગ આપવામાં આવી છે.

સામાજિક જવાબદારી સમજીને કાર્ય કર્યું 

રેનશિ વિસ્પી ખરાદી એ જણાવ્યું હતું કે બીએસએફના ડિરેક્ટર જનરલ રાકેશ અસ્થાના કે જેઓ લાંબા સમય સુધી સુરત પોલીસ કમિશનર તરીકે રહ્યા હતા અને તે દરમિયાન અદ્યતન CCTV નેટવર્ક તથા ટ્રાફિક બ્રિગેડ જેવી સામાજિક સુરક્ષા ઉપલબ્ધ કરાવી હતી.અદ્યતન સેલ્ફ ડિફેન્સ ટેકનીક્સ તથા ધનિષ્ઠ મીલેટરી ટ્રેનિંગના અગ્રણી એવા રાકેશભાઈ અસ્થાનાએ શહેર પોલીસ અધિકારી તથા મહિલા આત્મરક્ષાની ટ્રેનીંગ પણ શહેરના જાણીતા મિક્સ માર્શલઆર્ટ ટ્રેઈનર રેનશિ વિસ્પી ખરાદી તથા તેમના પ્રશિક્ષકો દ્વારા પૂરી પાડી પોલીસ પબ્લિકના સમન્વયનું ઉદાહરણ આપ્યું હતું. આ કામગીરી સમાજિક જવાબદારી તરીકે વિનામૂલ્ય કરવામાં આવી હતી.

surat, MARCEL ART, BSF, MILATRY

આ પણ વાંચો:વિધાનસભાની ચૂંટણી પહેલા રાહુલ ગાંધીએ પ્રશાંત કિશોર સાથે બેઠક કરતા રાજકીય અટકળો શરુ

surat, MARCEL ART, BSF, MILATRYBSF જવાનોને વધુ સુસજ્જ કરવા અપાય છે ટ્રેનિંગ 

બીએસએફના જવાનો ને ટ્રેનિંગ વિશે જણાવ્યું હતું કે, રવિ ગાંધી આઈજી (BSF) ટ્રેનીંગ તથા ડિરેક્ટર જનરલ (BSF)સાથે રાકેશ અસ્થાના એ (BSF) જવાનોને કમાન્ડોની વિશિષ્ટ પ્રકારની ઇઝરાઇલીયન મિલેટ્રી ટ્રેનિંગ કે જે ”ક્રાવ માગા” (Krav Maga) તરીકે ઓળખાય છે તે તથા kudo – જાપાનીઝ મિક્સ માર્શલ આર્ટની સચોટ ગણી ગણાતી ટ્રેનિંગ આપી (BSF)ના દળને વધુ સુસજ્જ કરવાનું બીડું ઝડપ્યું છે. જેની તમામ જવાબદારી રેનશિ વિસ્પી ખરાદીને સોંપી છે. જે અંતર્ગત સૌપ્રથમ વિસ્પી ખરાદી તથા તેમના બે ચુનંદા પ્રશિક્ષકો બ્લૅકબૅલ્ટ સેનસાઇન ગુલામ મોઇનુદ્દીન મલેક તથા સેનસાઈ ચિંતસિંગ રાઠોડ, ટેકનપૂર ગ્વાલિયર મધ્યે આવેલ( BSF) ના ટ્રેનિંગ કેમ્પ ખાતે જવાનો તથા કમાન્ડોને ફેજ-1ની ટ્રેનિંગ એક અઠવાડિયા સુધી આપી હતી. ત્યારબાદ તાજેતરમાં હજારીબાગ રાચી ખાતે આવેલ bsf ટ્રેનિંગ કેમ્પ પણ ઉચ્ચ કક્ષાની ક્લોઝ કવોટર કોમ્બેટ (Combat) દુશ્મનો સાથે હાથો હાથની નિર્ણાયક ગણાતી લડાઈ તથા અત્યંત વિષમ પરિસ્થિતિમાં મિક્સ માર્શલ આર્ટ KUDO ની જાપાનીસ ટેક્નિક વડે દુશ્મનને મહાત કરવાની નવતર પ્રકારની મિલેટ્રી ટ્રેનિંગ નો સમાવેશ થયો છે. જેમાં BSF ના કમાન્ડો તથા ઉચ્ચ કક્ષાના અધિકારીઓ સાથે 50 જવાનો એ ભાગ લીધો હતો.

સંજયકુમાર સંતોષ (BSF કમાન્ડો) એ જણાવ્યું હતું કે,વિસ્પી ખરાદીએ એ ખૂબ જ ખંત અને કૌશલથી તેમના કમાન્ડો અને અધિકારીઓને વિશિષ્ટ પ્રકારની ઇઝરાઇલીયન તથા જાપાનીઝ KUDO ની ટેકનીકના નિર્ણાયક તબક્કામાં ટ્રેનિંગ આપી BSF ના જવાનોએ કમાન્ડોને વધુ આત્મવિશ્વાસની અપ્રતિમ શક્તિ અને જોશ નું નિરૂપણ કર્યું છે.જે કાબિલે તારીફ છે તેથી જ આવા પ્રકારના ટેકનીક BSF ના જવાનોને ભવિષ્યમાં પણ આપવામાં આવવી જોઈએ.જે શ્રી રાકેશ અસ્થાનાની દૂરંદેશી નીતિને કારણે શક્ય બન્યું છે.

surat, MARCEL ART, BSF, MILATRYવધુમાં જણાવ્યું કે ઇઝરાઇલયન ટેક્નિક”ક્રાવ માગા” (Krav Maga) મિક્સ માર્શલ આર્ટ KUDO વડે થયેલા BSF ના જવાનો અને કમાન્ડો માં એક અપ્રતિમ શૌર્ય વ્યૂહાત્મક કોમ્બિનેશન અને દેશ પ્રત્યે જાનફેસાનીનું નિરૂપણ કરશે. તેથી વિશ્વના શ્રેષ્ઠ ગણાતા આર્મીમાં ઇઝરાઇલીયન મિલિટરી ટેકનિક વડે સુસજ્જ ભારતીય સૈન્યની હરોળમાં BSF ના જવાનોને અને કમાન્ડો સ્થાન પામશે. ગલવાન હાઈટ્સ -લડાખ અને અરૂણાચલ તથા કાશ્મીર જંબુ બીએફ ની શ્રેષ્ઠ કામગીરી કરી રહ્યા છે તે પ્રકારનું પ્રકારનું પરીક્ષણ BSF ને વધુ સચોટ અને અસરકારક બતાવશે અત્રે નોંધનીય છે કે BSF દૂર ગામ વિસ્તારોમાં અતિ કપરી અને સંયુક્ત ટ્રેનિંગ માટે તેમનું કાબેલે સાથીઓને નિપુર્ણ સેવા આપી વધુ શક્તિશાળી બનાવવાની એક તક મળી છે. જે અમારો પુરસ્કાર છે. વિસ્પી ખરાદી મિક્સ માર્શલ આર્ટ તથા ફિટનેસના સાલીન સુરતીઓમાં ખૂબ જ લોકપ્રિય છે અને તેઓ ઈન્ડોર સ્ટેડિયમ પાસે આવેલ એથ્લેટીકામાં મેનેજિંગ ડિરેકટર છે . આ ઉપરાંત તેઓ કૂડો એસોશિયનના જનરલ સેક્રેટરી છે અને ભારતના 29 રાજ્યોમાં તેઓ ફૂડો નું સંચાલન કરી રહ્યા છે

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment