Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 5.
Homeન્યૂઝગુનાખોરી ડામવા સુરેન્દ્રનગર પોલીસ બીજા ક્રમે

ગુનાખોરી ડામવા સુરેન્દ્રનગર પોલીસ બીજા ક્રમે

Surendranagar police
Share Now

ગુના ડીટેક્શનની કામગીરીમાં સુરેન્દ્રનગર પોલીસ બીજા ક્રમે 

સુરેન્દ્રનગર જીલ્લા પોલીસની સફળ કામગીરી અવારનવાર નજરે આવતી રહે છે. ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા પોલીસને વધુ એક સફળતા મળી છે. સુરેન્દ્રનગર પોલીસ દ્વારા ગુનાખોરી ડામવા ગુના ડીટેકશનની કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં સુરેન્દ્રનગર જીલ્લો બીજા નંબરે છે.

Surendranagar photo

પોલીસની ત્રિમાસિક કામગીરીની સમીક્ષા કરાઈ 

પોલીસની ત્રિમાસિક કામગીરીની સમીક્ષા કરાઇ હતી, જેમાં સુરેન્દ્રનગર પોલીસને સફળતા મળી છે. જીલ્લામાં ગુનેગારો શોધી કાઢવા ઠેર-ઠેર CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે. ત્યારે જીલ્લામાં લાગેલાં સીસીટીવી કેમેરા મારફતે છેલ્લા ત્રણ મહીનામાં સફળ કામગીરી કરવામાં આવી છે જેમાં સુરેન્દ્રનગર બીજા ક્રમે છે. ગુજરાતના ડીજીપી આશિષ ભાટીયા દ્વારા નેત્રમના ઇન્ચાર્જ પીએસઆઇ વી.વી.કુમખાણીયાને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું.

Surendranagar photo

જીલ્લામાં 51 સ્થળો પર 257 કેમેરા લગાવાયા

જીલ્લામાં કુલ 51 સ્થળો પર 257 કેમેરા લગાવવામાં આવ્યા છે. તો સીસીટીવી કેમેરા મારફતે 11 લાખથી વધુના મુદ્દામાલ કબ્જે કરવામાં સફળતા મળી છે. જીલ્લામાં બનતાં ગુનાઓના ડીટેકશન, ટ્રાફિક નિયમ ભંગ કરતાં લોકોને ઇ-ચલણ આપવાની કામગીરી કરવામાં આવી છે. જો રાજ્યભરના પોલીસ દ્વારા આવી જ સુયોગ્ય કામગીરી કરવામાં આવે તો ગુજરાતમાં પણ ગુનાખોરી ડામી શકાય.

Surendranagar photo

સુરેન્દ્રનગર પોલીસ ખરા અર્થમાં પ્રજાના મિત્ર

સુરેન્દ્રનગર જીલ્લામાં પોલીસ દ્વારા ગુન્હાઓ ડામવા લોકો જાગૃત થાય તે માટે સુરેન્દ્રનગર પોલીસે “એક તક પોલીસને” કાર્યક્રમ પણ યોજે છે. જેમાં વ્યાજખોરો, જમીન પર કબ્જા, ખંડણી, છેતરપિંડી સહીતના કર્યો કરતા અસમાજિક તત્વો સામે કાર્યવાહી કરવા ખાસ પોલીસ પીડિતોની વેદના સાંભળે છે અને એ સમસ્યાનું સમાધાન કરે છે. આ વર્ષે પણ ચોથી વખત કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યકરમાં થાકી સુરેન્દ્રનગર પોલીસે અનેક ગુનાઓ પકડી પાડી કાર્યવાહી કરી છે. તો આવા કાર્યક્રમથી સુરેન્દ્રનગરમાં અનેક ગુનાઓ ઓછા થઇ ગયા છે. ત્યારે હવે કેમેરા થકી ગુના ડીટેકશનની કામગીરી કરી સુરેન્દ્રનગરને બીજા નંબરે સ્થાન અપાવ્યું છે.  

જુઓ આ વિડીયો : “એક તક પોલીસને”

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

 

No comments

leave a comment