Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / September 30.
Homeએન્ટરટેઈન્મેન્ટસુશાંત સિંહ રાજપુત એક બંગાળી બુકમાં…

સુશાંત સિંહ રાજપુત એક બંગાળી બુકમાં…

Susant Singh rajput
Share Now

દિવગંત અભિનેતા સુશાંત સિંહ રાજપુત આપણા વચ્ચે નથી પણ તે આજે પણ આપણા અને ફેન્સ વચ્ચે જીવિત છે, સુશાંત સિંહ રાજપુત (Susant Singh Rajput) એક્ટીમગ સિવાય પોતાની સ્માઇલ અને પોતાની ઉદારતા માટે ઓળખાય છે, બોલિવુડે 14 જુનના 2020 ના દિવસે આ મહાન એક્ટરને ગુમાવ્યો હતો, સુશાંત સિંહની લાશ પોતાના જ ઘરમાંથી મળી આવી હતી, પોલીસ મુજબ આ એક સુસાઇડ હતી. હાલ પણ આ કેસ ચાલુ છે. ઘણા બોલિવુડ એકટ્રેસ ડ્રગ્સ અને સુશાંત સિંહના કેસમાં પણ નામ આગળ આવયા જેમાં રિયા ચક્રવર્તિનું નામ પણ જોડાયું હતુ.

સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ

હાલ, સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઇ રહી છે, જેમાં સુશાંત સિંહ અને અંકિતા લોખંડેનો ફોટો ચે, તમને થશે કે શું ચે આ પોસ્ટમાં એવુ કે તે વાયરલ થઇ રહી છે. તો જાણી લઇએ કે, આ પોસ્ટમાં જે ફોટો છે તે એક બંગાળી ટેક્સ્ટ બુકમાં છે.

સુશાંતની એક મિત્ર સ્મિતા પારેખે પોતાના ટ્વીટર હેન્ડલર પરથી આ ફોટો શેર કર્યો છે, અને લોકોને માહિતી આપી હતી, જેમાં સુશાંત સિંહ રાજપુતની સાતે અંકિતા લોખંડે અને એક બાળક નજર આવી રહ્યુ છે. યુઝરે લખ્યુ છે કે, એક અન્ય પ્રાઇમરી બંગલા ટેકસ્ટ બુકે આપણા સુશાંત સિંહ રાજપુતને એક પરિવારના પિતાના રુપમાં ચિત્રિત કર્યો છે, હુમ ખુબ ગર્વ ફિલ કરી રહી છું, આ ફોટો બંગાળી બુકમાં આવવાથી એ ફિલ થાય છે કે, આપણી એજ્યુકેશન સિસ્ટમને પણ સુસાંત બેસ્ટ લાગી રહ્યાં છે.

આ પોસ્ટ યુઝર્સ શેર પણ કરી રહ્યાં છે, અને સાથે સાથે કમેન્ટ પણ આપી રહ્યાં છે, મને બંગાળી હોવાનો ગર્વ છે, મારે કહેવુ જોઇએ કે, બધાજ બંગાળી તાઇ ની જેમ નથી હોતા આ સાબિત કરે છે કે આપણા સુશાંતે તેની પાછળ એક અનોખી અને અસાધારણ વિરાસતને મુકી છે, કોઇ બાળક માટે આનાથી સારુ એક્ઝામ્પલ પણ ન હોઇ શકે. સુશાંત સિંહ ઘણા લોકોને પ્રેરિત કરે છે.

બુકમાં દર્શાવાઇ છે ફેમિલી વેલ્યુ

કહેવામાં આવી રહ્ર્યું છે કે, આ ફોટોનો ઉપયોગ ફેમિલી વેલ્યુ બતાવવા માટે કરવામાં આવ્યો છે, આ બુકની વાત કરીએ તો આ એક બંગાળી બુક છે, જેમાં સુશાંતને પિતાના રુપમાં દર્શાવવામાં આવ્યો છે. એક દાવા મુજબ બંગાળની જ કોઇ શાળાની બુકમાં આ ફોટો છે. આ ફોટો સુશાંત સિંહ રાજપુતની ફેમસ સિરિયલ પવિત્ર રિશ્તામાંથી લેવામાં આવ્યો છે. મહત્વનું છે કે, સુશાંતના કરિયરની શરુઆત અને ફ્રેમ મળી તે જી ચેનલની સિરિયલ પવિત્ર રિશ્તામાંથી મળી હતી.

pavitrarishta

@pavitrarishta08

આજ પ્રકારનો બીજો એક ફોટો સુશાંત સિંહ રાજપુતનો વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક યુઝરે પોસ્ટ સેર કરતાં લખ્યુ છે કે, આ મારી નાની સિસ્ટર જે ત્રીજા ધોરણમાં છે, તેની સાઇન્સની બુકમાં આ ફોટો મને જોવા મળ્યો છે, જેમાં લખ્યુ છે કે, માણસ કોણ છે? અને પ્રાણી કોણ છે?  તો અહીં માણસના ઉદાહરણના રુપમાં ટેક્સબુકમાં સુશાંતસિંહ રાજપુતનો ફોટો છે. કદાચ એજ અર્થ મુજબ અહીં ફોટો લગાવવામાં આવી હોય.

સુશાંત સિંહ રાજપુત કેસ

સુશાંત સિંહ રાજપુતના કેસની વાત કરીએ તો, આ કેસમાં NCB એ એક મોટી કાર્યવાહી હાથ ધરી છે, જેમાં સુશાંત સિંહ કેસમાં ડ્ર્ગ્સને લઇને ગોવામાંથી એક નશીલા પર્દાર્થોના એક કારોબારીની પોલિસે ધરપકડ કરી છે. આ કેસને લઇને પોલીસે જણાવ્યુ હતુ કે, હેમલ શાહને તેમણે ગોવામાંથી પકડી પાડ્યો હતો, હવે તેને કોર્ટમાં હાજર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ કેસમાં પહેલાં અભિનેત્રી રિયા ચક્રવર્તી અને તેના ભાઇ કૌશિકની ધરપકડ થઇ હતી, જે બાદ તેમને જમાનત મળી ગઇ હતી. સુશાંત સિંહ રાજપુતના પિતાએ રિયા ચક્રવર્તિ પર આત્મહત્યા માટે ઉક્સાવવાના આરોપ લગાવ્યા હતા.

મારી વાત

સુશાંત સિંહની છેલ્લી ફિલ્મ દિલ બેચારા હતી. મહત્વનુ છે કે તેની ફિલમ છિછોરેમાં અને દિલ બેચારામાં પણ તેને જે પ્રકારનું કેરેક્ટર નિભાવ્યુ હતુ તે ખુદ હાર ન મારનારુ અને Give Up ન કરનારુ હતુ, મોટીવેશન આપનારા આ વ્યક્તિ પોતે પણ પોતાના જીવનથી હારી જશે તે કોઇ ફેને નહીં વિચાર્યુ હોય, હા સુશાંત સિંહ રાજપુત પોતાના ડ્રીમ્સને લઇને પણ સિરિયસ હતા, જે વ્યક્તિના સપનાજ સ્પેસમાં જવાના હોય અને આત્મહત્યાને ખુદ લાસ્ટ ઓપ્શન ન માનતો હોય તે આત્મહત્યા જેવુ પગલુ ભરી શકે તેના પર હજુ સતત સવાલો છે. 

આ પણ વાંચો:  નેશનલ એવોર્ડ વિનર વનરાજ ભાટિયાનું આર્થિક તંગીના કારણે નિધન  

આજ રીતના એન્ટ્રટેન્મેન્ટ ન્યુઝ, બ્રેકિંગ અને હેલ્થ સાથે જોડાયેલા સમાચાર માટે અપડેટ રહેવા સતત જોડાયેલા રહો અમારી સાથે  OTTindia પર

વધારે માહિતી માટે ડાઉનલોડ કરો: OTT INDIA App 

Android: http://bit.ly/3ajxBk4

iOS: http://apple.co/2ZeQjTt 

No comments

leave a comment