Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / September 29.
Homeએન્ટરટેઈન્મેન્ટ“મૈં એક ફાઇટર હું ઔર મૈં બહુત બઢિયા તરીકે સે લડા”:સુશાંત

“મૈં એક ફાઇટર હું ઔર મૈં બહુત બઢિયા તરીકે સે લડા”:સુશાંત

sushant singh rajput death anniversary
Share Now

“મૈં એક ફાઇટર હું ઔર મૈં બહુત બઢિયા તરીકે સે લડા” : સુશાંત સિંહ રાજપુત

સુશાંત સિંહ રાજપુત જે એક વર્ષ પહેલાં જ ફેન્સ અને પરિવારને છોડીને ચાલ્યા ગયા હતા. આ એક એવા અભિનેતા છે જેમને લઇને સૌથી વધુ લોકોમાં રોષ જોવા મળ્યો હતો. ના, તમે કદાચ ખોટુ સમજ્યાં, અભિનેતાને લઇને પ્રેમ એટલો હતો કે લોકોમાં સુશાંતની મોતે મર્ડર કે સુસાઇડ એ બાબતે રોષ જગાવ્યો. 14 જુન 2020નો એ દિવસ જ્યારે અભિનેતાની ડેડ બોડી તેના રૂમમાંથી મળી. ઘણા સવાલો છોડીને ગયેલા આ શાંત અભિનેતાએ લોકોને અશાંત કરી દીધા હતા. સોશિયલ મીડિયા પર લોકો સતત મહિનાઓ સુધી સુશાંત સિંહ રાજપુતને શ્રધ્ધાંજલી આપીને તેમજ ન્યાયની માંગણી કરવા લાગ્યા હતા. નવાઇની વાત હતી લોકો માટે અને બોલિવુડ માટે કે એક સુપરસ્ટારનાં ગુણો ધરાવનાર અને સુપરસ્ટારની લાઇનમાં સૌથી આગળ આ અભિનેતા અચાનક કઇ રીતે આમ પોતાની લાઇફથી કંટાળીને સુસાઇડ કરી શકે છે?

સુત્રો દ્વારા અમે કહી રહ્યાં છે કે આ સુસાઇડ છે, પણ મહત્વનું એ છે કે હજી સુધી CBI આ કેસની તપાસ કરી રહી છે. જેથી હજુ નક્કી નથી થયુ કે આ સુસાઇડ હતું કે મર્ડર? ફેન્સનો સુશાંત પ્રત્યેનો પ્રેમ ટ્વીટરમાં તમે આજે પણ જોઇ શકો છો. આજે જ્યારે બોલિવુડના આ સુપરસ્ટાર અભિનેતાના નિધનને એક વર્ષ થઇ ગયુ છે. સદા એ હસતો ચહેરો શાંત થઇ ગયો છે તે વાતને આજે એક વર્ષ થઇ ગયુ છે પણ છતાં યકિન કરવુ મુશ્કેલ છે.

સુશાંત સિંહ કેસ હાલ ક્યાં પહોંચ્યો ?

14 જુનના દિવસે સુશાંત સિંહની બાંદ્રામાં પોતાના રુમમાં જ મૃત મળી આવ્યા હતા. તેના એક દિવસ બાદ સુશાંતના જીજી ઓપી સિંહને આત્મહત્યા નહિ પણ મર્ડર છે તેમ ગણાવ્યો. કેસ લોકોની સમજની બહાર હતો. લોકોની નજરમાં બોલિવુડનો એક અલગ ચહેરો સામે આવ્યો અને 19 જુનના દિવસે આખો કેસ અલગ મોડ પર જતો રહ્યો, લોકો આ કેસને નેપોટીજ્મ તરફ લઇ ગયા અને આ કેસમાં નેપોટીજ્મ શબ્દ આવતા ફેન્સ દેશભરમાં પ્રદર્શન કરવા લાગ્યા હતા. જે બાદ કેસમાં નવો મોડ પણ આવ્યો જ્યારે રિયા ચક્રવતીનું નામ આ કેસમાં આવ્યું.

આ પણ વાંચો : પ્રિયામણીએ બોડી શેમિંગ પર જાહેર કર્યું પોતાનું દુઃખ

29 રિયા ચક્રવતી પર સુશાંતના ફાધરે પટનાના રાજીવ નગર પોલિસ સ્ટેશનમાં એફઆઇઆર નોંધાઇ હતી. જેમાં રિયા સામે ફ્રોંડ, મની લોન્ડરિંગ જેવા આરોપો લાગ્યા હતા.

આ કેસ એટલો ઉલઝાઇ ગયો કે ફેન્સે આ કેસને CBIને સોંપવાની વાત કરી હતી. 1 ઓગસ્ટે આ કેસમાં બિહાર સરકારે આ કેસને CBIને આપવામાં આવે તેની માંગણી કરી.

આ કેસમાં કંગનાએ પોતાનો એક વીડિયો શેર કરીને લોકોને જણાવ્યુ કે, આ કેસ મર્ડર છે જેથી ફેન્સ વધુ ભડ્ક્યા હતા, અને ન્યાયની માંગણીઓ વધુ તીવ્ર બનતી ગઇ. 26 ઓગસ્ટના દિવસે આ કેસ ડ્રગ્સ તરફ વળ્યો અને બોલિવુડના મોટા માથાઓના નામ સામે આવ્યા હતા. જેમા રિયા ચક્રવતી સહિત દિપિકા પાદુકોણ, સારા અલી ખાન, રકુલ પ્રીત સિંહને એનસીબી દ્વારા પુછતાછ માટે બોલાવવામાં આવ્યા. ફેન્સની માંગણીઓના કારણે આ કેસને આખરે CBIને સોંપવામાં આવ્યો હતો.

જુઓ આ વિડીયો: પટેલનો દીકરો, મારવેલની મુવીમાં

સુશાંત સિંહ રાજપુતના કેસમાં 5 ઓક્ટોબરે એમ્સે આ મેડિકલ રિપોર્ટ સીબીઆઇને સોંપી અને આ કેસ મર્ડર નથી, પણ એક્ટરનું નિધન એક સુસાઇડ છે. એક મહિના બાદ આ કેસમાં રિયા ચક્રવતીને જમાનત આપી, જે બાદ તેના ભાઇને શોવિકને પણ જમાનત મળી ગઈ.

15 ઓક્ટોબરનાં દિવસે મુંબઇ હાઇકોર્ટે સુશાંત સિંહની બહેન વિરુદ્વ પણ કેસ નોંધ્યો હતો. રિયાએ એફઆઇઆરમાં જણાવ્યુ કે, મીતુએ સુશાંતની દવાઓનો નકલી ડોઝ બનાવ્યો હતો. હમણાં 28 મે 2021ના રોજ સુશાંતના ફ્રેન્ડ અને રુમ પાર્ટનર સિદ્વાર્થ પીઠાનીની એનસીબીએ ધરપકડ કરી છે.

આ મેટરમાં સીબીઆઇએ પોતાની ચાર્જશીટ જમા નથી કરી. એનસીબીને આપેલા પોતાના બયાનમાં રિયા ચક્રવતીએ મીતુ સિંહ અને સુશાંતના જીજા પર આરોપ લગાયા હતા.

આ પણ વાંચો :‘દુનિયાના સૌથી મોટા કબરસ્તાન’ના નામે ઓળખાય છે આ દીવાલ

સુશાંત સિંહની લાસ્ટ પોસ્ટ

બોલિવુડનો એ ચહેરો જે સદાય હસતો રહેતો હતો, તે સુશાંત સિંહ રાજપુત પોતાના ડ્રીમ્સને લઇને સોશિયલ મીડિયા પર પોતાના ઇમોશનલ પોસ્ટ શેર કરતાં રહેતા હતા. સુશાંત સોશિયલ મીડિયામાં ઘણા એક્ટીવ રહેતા હતા. બધાના જીવનમાં માતાનું મહત્વ અલગ અને ઉંચુ હોય છે. સુશાંત સિંહ રાજપુત તેમની માતા સાથે ઘણાં ક્લોઝ હતા, જે તમે સુશાંતની લાસ્ટ પોસ્ટમાં પણ જોઇ શકો છો. સુશાંત સિંહ રાજપુતની લાસ્ટ પોસ્ટ તેમની માતા વિશે હતી.

સુશાંત સિંહ રાજપુતે પોતાની લાઇફમાં આ લાસ્ટ પોસ્ટ કરી હતી, તેનો મતલબ ત્યારે કોઇ સમજી શક્યુ નહી પણ તેમના નિધન બાદ હવે સમજાય છે. લાસ્ટ પોસ્ટનાં એ શબ્દો જોઇને લાગે છે જાણે સુશાંત પોતાની મોત વિશે જાણતા હતા. ખુબ જ ઇમોશનલ કરી દે તેવા શબ્દો સાથે અભિનેતાએ લખ્યુ હતુ કે,”આંખોને આંસુઓથી અતિતનો એ ભાપ ધુંધળો થઇને ઉડી રહ્યો છે, ક્યારેય પણ સમાપ્ત ન થનારા સપનાઓ ચહેરા પર સ્મિત પ્રગરાવી રહ્યાં છે તેમજ એક ક્ષણભંગુર જીવન આ બંને વચ્ચે વાતચીત કરી રહ્યું છે …મા ”

આ શબ્દો લખ્યા બાદ સુશાંત સિંહ રાજપુત સોશિયલ મીડિયામાંથી જાણે ગાયબ જ થઇ ગયા, માતાથી ખુબજ નજીક સુશાંત સિંહ રાજપુત તેમની માતાને છેલ્લા દિવસોમાં ખુબ જ યાદ કરતા હતા, અને માતા પાસે જ જાણે જતાં રહ્યાં.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

iOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment