Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / August 16.
Homeએન્ટરટેઈન્મેન્ટSushmita Sen ની ‘આર્યા’ અનેે નવાઝની ‘સીરિયસ મેન’ Emmy Awards માં નોમિનેટ

Sushmita Sen ની ‘આર્યા’ અનેે નવાઝની ‘સીરિયસ મેન’ Emmy Awards માં નોમિનેટ

Sushmita Sen
Share Now

બોલિવૂડ એક્ટ્રેસ સુષ્મિતા સેને (Sushmita Sen) ઈન્ટરનેશનલ એમી એવોર્ડ્સ 2021માં ધમાકેદાર એન્ટ્રી કરી છે. 90ના દાયકમાં સારી એવી ફિલ્મો કરનારી આ અભિનેત્રી 10 વર્ષ બાદ પડદા પર પાછી ફરી છે. ગત વર્ષે સુષ્મિતા સેને તેની ક્રાઈમ ડ્રામા સીરીઝ ‘આર્યા’થી ઓટીટી પ્લેટફોર્મ પર એન્ટ્રી કરી હતી.

આ વર્ષે International Emmy Awards 2021 માં ‘આર્યા’ને નોમિનેટ કરવામાં આવી છે. સુષ્મિતાને તેની સુંદર પરફોર્મન્સ માટે ખૂબ પ્રશંસા મળી હતી. સુષ્મિતાએ આ સીરીઝ માટે ઘણાં એવોર્ડ્સ પોતાના નામે કર્યા હતા અને સાબિત કરી દીધુ કે તેની એક્ટિંગનો જાદુ આજે પણ કાયમ રહેલુ છે.

Sushmita Sen એ ટ્વિટ કરીને આપી જાણકારી

ઈન્ટરનેશનલ એમી એવોર્ડ્સમાં ઈન્ટરનેશનલ ડ્રામા સીરીઝમાં ભારતમાંથી આર્યા(Aarya )ને નોમિનેટ કરવામાં આવી છે. સુષ્મિતા સેને તેની જાણકારી સોશિયલ મીડિયા દ્વારા આપી છે. આ ગુડ ન્યૂઝને ફેન્સની સાથે શેર કરતા સુષ્મિતાએ લખ્યું, ‘ઈન્ડિયા… અભિનંદન. ટીમ આર્યા, અમિત માધવાની, રામ કે માધવાની, સંદીપ મોદી, વિનોદ રાવત, ડિઝ્નીપ્સહોટસ્ટાર, એન્ડેમોલસાઈન અને સૌથી શ્રેષ્ટ કાસ્ટ અને ક્રૂ મેમ્બર્સને ખૂબ ખૂબ અભિનંદન. તે ઉપરાંત  વિર દાસ અને નવાઝુદ્દીન સિદ્દીકીને પણ અભિનંદન પાઠ્વ્યા છે.’

નવાઝુદ્દીન સિદ્દીકી અને વીર દાસ પણ નોમિનેશન લીસ્ટમાં

આ વર્ષના એમી એવોર્ડ્સ માટે એક્ટર નવાઝુદ્દીન સિદ્દીકીને પણ નેટફ્લિક્સ ફિલ્મ ‘સીરીયસ મેન’ને બેસ્ટ એક્ટર કેટેગરીમાં નોમિનેટ કરવામાં આવી છે. નવાઝુદ્દીન ઉપરાંત  કેટેગરીમાં બ્રિટિશ સ્ટાર ડેવિડ ટેનેંટ (ડેસ)ની સાથે સાથે ઈઝરાયલના અભિનેતા રોય નિક (નોર્મલી ) અને કોલંબિયાના કિશ્ચિયન ટપ્પન (એલ રોબો ડેલ સિગ્લો કે ધ ગ્રેટ હીસ્ટ) પણ છે. એક્ટર અને વીર દાસની કોમેડી સીરીઝ ‘વીર દાસઃ ફોર ઈન્ડિયા’ કોમેડી સેગમેન્ટ માટે નોમિનેટ કરવામાં આવી છે.

Sushmita Sen લડાકુ મહિલાના પાત્રમાં જોવા મળી હતી

આર્યા નવલકથાનું રુપાંતરણ છે. આર્યા વિશે જણાવી દઈએ કે, આ સીરીઝમાં સુષ્મિતા (Sushmita Sen)ની સાથે ચંદ્રચૂર સિંહ, સિકંદર ખેર, વિકાસ કુમાર ઉપરાંત ઘણાં એક્ટર્સ સામેલ છે. તેમાં સુષ્મિતાએ આર્યાનું પાત્ર ભજવ્યુ છે જેમાં તે પતિના નિધન બાદ અલગ અવતારમાં જોવા મળી છે. તે પરિવારની સુરક્ષા માટે કોઈની પણ સાથે લડવા માટે તૈયાર છે. આ સિરીઝમાં સુષ્મિતાની એક દમદાર પર્ફોમન્સ જોવા મળી છે.

આ પણ વાંચોઃ- Boycott_Manyavar: માન્યવરની જાહેરાત પર થયો વિવાદ, ઉઠ્યા આલિયા ભટ્ટ પર સવાલો

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment