Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 20.
Homeન્યૂઝVadodara: માતા-પુત્રીના શંકાસ્પદ મોત મામલે થયો ચોંકાવનારો ખુલાસો

Vadodara: માતા-પુત્રીના શંકાસ્પદ મોત મામલે થયો ચોંકાવનારો ખુલાસો

Vadodara
Share Now

વડોદરા (Vadodara)ના ન્યૂ સમા રોડની ચંદનપાર્ક સોસાયટીમાં માતા-દીકરીના શંકાસ્પદ મોતને લઇને હવે મોટો ખુલાસો થયો છે. ગત્ત કેટલાક દિવસ પહેલા શંકાસ્પદ હાલતમાં મહિલા અને તેની પુત્રીને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા જ્યાં તબીબોએ તેમને મૃતજાહેર કર્યા હતા, જો કે આ અંગે મોતનું કારણ અકબંધ હતુ. પરંતુ ત્યારબાદ મેડિકલ તપાસ હાથ ધરતા બંનેના મોત ઝેરી દવાના કારણે થયા હોવાનું સામે આવ્યું છે. પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં બંનેને ઝેરી દવા આપી દેવામાં આવી હોવાનું સામે આવતા આ સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો છે. હાલમાં આ મામલે પતિ સામે હત્યાનો ગુનો નોંધી પોલીસે (Police)આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરા (Vadodara)ની ઘટનામાં પતિએ જ હત્યા કરી હોવાનુ સામે આવ્યુ

માતા-પુત્રીના શંકાસ્પદ મોત મામલે પોલીસે સખ્ત રીતે શંકાસ્પદ પતિની પૂછપરછ કરતા સમગ્ર ઘટના સામે આવી છે, જેમાં પતિએ જ પત્ની અને દીકરીની હત્યા કર્યાનો ખુલાસો થયો છે. માતા અને દીકરીના શંકાસ્પદ મોત અંગે પોલીસે તપાસ હાથ કરતા તપાસની કાર્યવાહી હાથ ધરી હતી. મેડિકલ (Medical)તપાસમાં પત્ની અને દીકરીને ઝેરી દવા આપી મોતને ઘાટ ઉતારી હોવાનું સામે આવ્યું છે, પતિએ પત્નીને ઝેર આપ્યા બાદ ગળું દબાવીને હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. વડોદરા માતા અને પુત્રીના શંકાસ્પદ મોત મામલે પતિ તેજસે પત્નીને ઝેર આપી અને ગળું દબાવી હત્યા કરી હોવાનું ખુલતા જ પોલીસે હત્યારા પતિની ધરપકડ કરી છે.

આ પણ વાંચો: વડોદરા: માતા-પુત્રીનું શંકાસ્પદ મોત, પોલીસે પતિની અટકાયત કરી

ઉલ્લેખનિય છે કે, ગત્ત દિવસોમાં વડોદરાના ન્યૂ સમા રોડની ચંદનપાર્ક સોસાયટીમાં રહેતાં શોભનાબેન તેજસભાઇ પટેલ અને તેમની 6 વર્ષની પુત્રી કાવ્યા પટેલ નવરાત્રિમાં ગરબા રમીને રવિવારે રાત્રે 12 વાગ્યે ઘરે આવ્યાં હતા જે બાદ બાદ બંનેની તબિયત લથડતાં પતિ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખાતે લઇ ગયો હતો, જ્યાં તબીબે બંનેને મૃત જાહેર કર્યાં હતા. માતા-પુત્રીનાં શંકાસ્પદ મોતને પગલે સ્થાનિક પોલીસ દોડી ગઇ હતી અને આગળની તપાસ શરૂ કરી બંનેના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખાતે મોકલી અપાયા હતા. પતિની આ ક્રુરતાને પગલે પતિની ધરપકડ (Arrest)કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આખરે આ બાળકનો શું વાંક? જુઓ વીડિયો:

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment