વડોદરા શહેરના ન્યૂ સમા વિસ્તારમાં રહેતી મહિલા અને તેની 6 વર્ષની પુત્રી (Mother-daughter)નું શંકાસ્પદ મોત (Suspected Death)નીપજ્યુ છે. આ સમગ્ર ઘટના અંગેની જાણ પોલીસને થતા ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
માતા-પુત્રી (Mother-daughter)ને હોસ્પિટલમાં મૃત જાહેર કર્યાં
શહેરના ન્યૂ સમા વિસ્તારમાં મહિલા શોભાબેન અને તેમની પુત્રી કાવ્યા નવરાત્રિમાં ગરબા રમીને રવિવારે રાત્રે 12 કલાકે ઘરે પરત ફર્યા હતાં. ત્યારબાદ બંનેની તબિયત લથડતા પતિ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખાતે લઇ ગયો હતો. જ્યાં ફરજ પરના તબિબે બંને માતા પુત્રીને મૃત જાહેર કર્યાં હતા. માતા-પુત્રીના શંકાસ્પદ મોત મામલે સ્થાનિક પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. બંને માતા પુત્રીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યા છે. ત્યારે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ હકીકત બહાર આવશે કે આખરે સત્ય શું છે.
આ પણ વાંચો: સચિને શિવાંશની માતા મહેંદીની હત્યા કર્યાનો ખુલાસો
ગરબા રમીને આવ્યા બાદ ઘટના સામે આવી
શંકાસ્પદ મોત બાદ તપાસ હાથ ધરતા મહિલાના ગળાના ભાગે નિશાન જોવા મળ્યા છે. મોડી રાત્રિના પતિ ખાનગી હોસ્પિટલ લઇ ગયો હતો જ્યાં બંનેના મોત નિપજ્યાં છે. ગરબા રમીને પરત આવ્યા બાદ ઘરે કઇ થયુ હોય તેવી પોલીસને આશંકા લાગી રહી છે જેના પગલે પોલીસે પતિ તેજસ પટેલની અટકાયત કરી અને આગળની તપાસ હાથ ધરી છે.
માતા-પુત્રી (Mother-daughter)ના પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ હકીકત બહાર આવશે
પોલીસ અધિકારીએ જણાવ્યું હતુ કે, મૃતક મહિલાનો પતિ ઘર જમાઇ તરીકે રહે છે. હાલ આ મામલે અમે અકસ્માતે મોતનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. ત્યારે આ સમગ્ર મામલે પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યા બાદ હકીકત બહાર આવશે.
આખરે આ બાળકનો શું વાંક? જુઓ વીડિયો:
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4