Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / September 25.
Homeન્યૂઝમમતાના “ખેલા હોબે” પર ભાજપે કર્યો કટાક્ષ

મમતાના “ખેલા હોબે” પર ભાજપે કર્યો કટાક્ષ

khela hobe, mamta banerjee, swapnadas gupta
Share Now

ગઈ કાલે પશ્ચિમ બંગાળના મુખ્ય મંત્રી મમતા બેનર્જી(MAMTA BANERJEE) દ્વારા દર વર્ષે 16 ઓગસ્ટના રોજ ખેલા હોબે દિવાસ ઉજવવાની ઘોષણા કરવામાં આવી હતી. જેને લઈને ભાજપે તેમના પર કટાક્ષ કરી છે.  તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના અધ્યક્ષ અને પશ્ચિમ બંગાળના(WEST BENGAL) મમતા બેનર્જીની ઘોષણા પછી ભાજપના રાજ્યસભા સાંસદ સ્વપનદાસ ગુપ્તાએ(Swapandas Gupta) કટાક્ષ કરતાં કહ્યું કે, ‘ ખૂબ જ રસપ્રદ વાત છે કે મમતા બેનર્જીએ 16 ઓગસ્ટને ખેલા હોબે દિવસ તરીકે જાહેર કર્યો છે. આ તે દિવસ છે જ્યારે મુસ્લિમ લીગ દ્વારાડાયરેક્ટ એક્શન ડે શરૂ કરવામાં આવ્યો હતો. અને 1946 માં કોલકાતામાં ગ્રેટ કલકત્તા કિલિંગની શરૂઆત થઈ હતી.

ખેલા હોબેનો આતંક પેદા કરવામાં માટે ઉપયોગ કરાય છે

સ્વપનદાસ ગુપ્તાએ(Swapandas Gupta) વધુમાં કહ્યું કે, ખેલા હોબે સૂત્રનો ઉપયોગ ભાજપ સામે આતંક મચાવવા માટે થઈ રહ્યો છે. મમતા બેનરજીએ ખેલા હોબે માટે 16 ઓગસ્ટનો દિવસ પસંદ કર્યો છે. અને તે દિવસ પશ્ચિમ બંગાળના ઇતિહાસમાં મહત્વપૂર્ણ છે. કારણ કે તે દિવસે મુસ્લિમ લીગે 1946 માં ડાયરેક્ટ કિલિંગ શરૂ કરી હતી જેના પરિણામ સ્વરૂપ ઘણા લોકો માર્યા ગયા હતા. હું સમજું છું કે તેની કોઈ ઐતિહાસિક સ્મૃતિ નથી. પણ કઈ રીતે તેમણે પોતાની રાજકીય મહત્વાકાંક્ષાઓને સંતોષવા માટે આ દિવસની પસંદગી કરી છે. મમતા બેનરજીની વાત આ દેશના લોકો ક્યારેય સ્વીકારશે નહીં? દાસગુપ્તાએ કહ્યું, ખેલા હોબે શું છે? આ એક સૂત્ર છે જેનો આતંક પેદા કરવા માટે વપરાય છે. એમાં પણ ખાસ કરીને ભાજપ સામે આ સૂત્રનો ઉપયોગ કરવામાં આવે છે. જેમાં સંપત્તિને નુકસાન થાય છે. આના પરિણામે ઘણા લોકો બેઘર થઈ જાય છે, જેમાં 50 થી વધુ રાજકીય ખૂન આચરવામાં આવે છે.

khela hobe, mamta banerjee, swapnadas gupta

PC- JAGBANI

આ પણ વાંચો:તેજસ્વી યાદવે પછાત વર્ગોની જાતિ આધારિત વસ્તી ગણતરીને લઈને સરકાર પર કર્યા પ્રહાર

16 ઓગસ્ટે થશે ખેલા હોબે દિવસની ઉજવણી 

તમને જણાવી દઈએ કે, ગઈ કાલે મમતા બેનર્જીએ કહ્યું હતું કે ‘ભાજપને દેશમાંથી કાઢી નાખવામાં નહીં આવે ત્યાં સુધી ખેલા હોબે દરેક રાજ્યોમાં યોજવામાં આવશે. અમે ખેલા દિવસની ઉજવણી કરીશું. અમે 16 ઓગસ્ટે ગરીબ બાળકોને ફૂટબોલ આપીશું. આજે આપણી આઝાદી દાવ પર છે. ભાજપે આપણી આઝાદી જોખમમાં મૂકી દીધી છે. તેઓ તેમના પોતાના મંત્રીઓ પર પણ વિશ્વાસ કરતા નથી અને એજન્સીઓનો દુરૂપયોગ કરે છે. તેમજ મમતા બેનરજીએ પેગાસસ જાસૂસી મામલે સરકાર પર કટાક્ષ કરતાં કહ્યું હતું કે, મી તો મારા ફોન પર પ્લાસ્ટર કરવી દીધું છે. જેથી સરકાર જાસૂસી ન કરી શકે. 

મમતા બેનરજી પશ્ચિમ બંગાળ સુધીજ સીમિત રહેશે 

સ્વપનદાસ ગુપ્તાએ પણ 2024 ની વિધાનસભાની ચૂંટણીમાં અન્ય રાજકીય પક્ષો સાથે આવવાની બેનર્જીની વિનંતી પર પ્રતિક્રિયા આપી હતી. દસ ગુપ્તાએ કહ્યું હતું કે, “મમતા બેનરજીને બિન-ભાજપ પક્ષોને અપીલ કરવાનો પૂરેપૂરો અધિકાર છે. હકીકતમાં, 2019 ની ચૂંટણી પછી, મમતા બેનર્જી સતત પોતાને એક અગ્રણી નેતા તરીકે રજૂ કરવાનો પ્રયાસ કરી રહ્યા  છે. જો કે, ભારતના લોકોએ તેમને પ્રાદેશિક નેતા અથવા રાષ્ટ્રીય નેતા તરીકે જ જોયા છે. મને લાગે છે કે તેમની અપીલ પશ્ચિમ બંગાળ સુધી જ મર્યાદિત રહેશે.

ઉલ્લેખનીય છે કે, ગઈ કાલે પશ્ચિમ બંગાળના મુખ્ય મંત્રી મમતા બેનર્જી દ્વારા દર વર્ષે 16 ઓગસ્ટના રોજ ખેલા હોબે દિવાસ ઉજવવાની ઘોષણા કરવામાં આવી હતી. જેને લઈને ભાજપે તેમના પર કટાક્ષ કરી છે.  તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના અધ્યક્ષ અને પશ્ચિમ બંગાળના મમતા બેનર્જીની ઘોષણા પછી ભાજપના રાજ્યસભા સાંસદ સ્વપનદાસ ગુપ્તાએ(Swapandas Gupta) કટાક્ષ કરતાં કહ્યું કે, ‘ ખૂબ જ રસપ્રદ વાત છે કે મમતા બેનર્જીએ 16 ઓગસ્ટને ખેલા હોબે દિવસ તરીકે જાહેર કર્યો છે. આ તે દિવસ છે જ્યારે મુસ્લિમ લીગ દ્વારાડાયરેક્ટ એક્શન ડે શરૂ કરવામાં આવ્યો હતો. અને 1946 માં કોલકાતામાં ગ્રેટ કલકત્તા કિલિંગની શરૂઆત થઈ હતી.

No comments

leave a comment