સ્વીટી પટેલ મર્ડર કેસ: વડોદરામાં છેલ્લા 45 દિવસથી ગુમ થયેલી PI સ્વીટી પટેલનો કેસ ગુંચવાતો જ જતો હતો, રોજ એક પછી એક પુરાવા મળ્યા બાદ આ કેસ મિસ્ટ્રી મર્ડર કેસ ( Sweety Mysterious murder case ) બનતો જતો હતો. સ્વીટી પટેલના ગુમ થયાના લગભગ 45 દિવસ બાદ આ કેસમાં આખરે સ્વિટિ પટેલ તો ન મળ્યા પણ તેમના હાડકાં મળી આવ્યા હતા. તો કઇ રીતે આખો કેસ એક કડી દ્વારા સોલ્વ થયો અને કઇ રીતે PI એ પોતાની જ પત્નીના મર્ડરનો પ્લાન બનાવીને કઇ રીતે આપ્યો આ મર્ડરને અંજામ?
વડોદરાના PI અજય દેસાઇએ(Ajay Desai) જ પત્નીની હત્યા કરી હતી તે વાત તેણે પોલીસ સમક્ષ કબુલી લીધી છે, પણ આ પરિવારનો આ અંજામ આખરે કેમ આટલો ખરાબ આવ્યો તે જાણીએ…
આ કેસમાં જ્યારે એક PI જ જે શહેરની સુરક્ષા માટે હોય છે, તેજ જ્યારે પોતાની જ પત્નીનું મર્ડર કરે ત્યારે ઘણા સવાલો ઉભા થાય છે.
શું હતો પુરો કેસ?
વડોદરા જીલ્લામાં એસઓજી પીઆઇ એ.એ દેસાઇનાં પત્ની 37 વર્ષના સ્વીટી દેસાઇ ( Sweety Desai ) કરજણમાંથી રહસ્મય રીતે 45 દિવસ પહેલાં રહસ્યમય રીતે ગુમ થયા હતા.
આ કેસમાં પોલીસ તપાસમાં હાથ લાગ્યુ કે, સ્વીટી પટેલના આ બીજા લગ્ન હતા, તેમના પહેલાં પતિ અને પુત્ર ઓસ્ટ્રેલિયામાં રહેતા હતા, જ્યાં તેમનો પુત્ર 15 વર્ષના રુધમે વિદેશમાં બેઠાબેઠા માતાને શોધવા અને ન્યાય આપવા માંગ કરવામાં આવી હતી. પુર્વ પતિ અને તેમના પુત્ર રિધમે સોશિયલ મીડિયામાં કેમ્પેઈન શરૂ કરતા આ એક ઈન્ટરનેશનલ મુદ્દો બની ગયો હતો.
PI ને હતી બે પત્ની
અજય દેસાઇ અને સ્વીટીએ 2016 માં એક કલ્ચરલ પ્રોગ્રામમાં મુલાકાત થઇ હતી. બંનેને એકબીજા સાથે મિત્રતા બંધાઇ અને પછી એક રિલેશનશીપમાં જોડાયા. વર્ષ 2016 માં મંદિરમાં ફુલહાર કરીને ઘરમાં રહેતા હતા.
Image Courtsey: Ridham Patel Facebook
એક વર્ષ બાદ સ્ટોરીમાં ટ્વીસ્ટ આવ્યુ જેમાં સ્વીટીના પતિ એટલે કે વડોદરાના પીઆઇ એ પરિવારના દબાણના કારણે 2017 માં સમાજની સ્ત્રી સાથે લગ્ન કરવા પડ્યાં હતા. જે બાદ બંને પતિ પત્ની વચ્ચે ઝઘડો ચાલતો હતો. સ્વીટીની ઇચ્છા હતી કે પતિ પોતાની બીજી પત્નીને છુટાછેડા આપીને સ્વીટી સાથે રહે.
IMAGE COURTESY : RIDHAM PANDYA FACEBOOK
જે બાદ પીઆઇ અજય દેસાઇની પહેલી પત્ની (નામ બદલીને) પાયલ વડોદરામાં રહેતા અજય દેસાઇ અને સ્વીટી પટેલના ઘરે આવી ગઇ હતી, જ્યાં ત્રણેય વચ્ચે બોલાચાલી થઇ હતી, અને અજય દેસાઇને બંનેમાંથી કોઇને ટાઇમ આપી શકતો ન હોવાની વાતથી બોલાચાલી થઇ હતી. જ્યારે સ્વીટી ઇચ્છતી હતી કે અજય પહેલી પત્નિને ડિવોર્સ આપીને તેની સાથે રહે.
આ પણ વાંચો: મમ્મી તમે ક્યાં છો ? 1 મહિનાથી ગુમ થયેલ સ્વીટીને શોધવા શરૂ થયું ઈન્ટરનેશનલ કેમ્પેઈન
સ્વીટી પટેલની પ્રેગનેંસીની જાણ થતા બનાવ્યો પ્લાન
સ્વીટી પટેલ અને અજય દેસાઇએ 2016 માં લગ્ન કર્યા બાદ સ્વીટી પટેલ પ્રેગનેંટ થયા હતા, અને 4 મહિના સુધી અજય દેસાઇને આ વાતની જાણ કરી ન હતી. બંને વચ્ચે ઝઘડો થતો રહ્યો અને તેમના ઘરે દીકરાનો જન્મ થયો. જેનું નામ અંશ પાડ્યું. આ વચ્ચે PI એ જ મર્ડર પ્લાન બનાવ્યો, કારણ કે PI હવે સ્વિટિ પટેલ નામનો કાંટો તેના જીવનમાંથી દુર કરવા માંગતો હતો.
કઇ રીતે આ ખુની ખેલ ખેલાયો?
Image Courtsey :Pune Mirror
PI અજય દેસાઇ તેમની પત્ની સ્વીટી પટેલ સાથે, ઝઘડા થતા રહ્યાં અને આવી 4 જૂનની રાત, જ્યારે PI પત્ની સાથે ઝઘડો કરીને લગ્ન બાબતે માથાકુટ થઇ,બબાલ થયા પછી રાત્રે સ્વીટી અને તેનું બાળક સુઇ ગયા હતા. ઉંઘતા 2 વર્ષના પુત્રની સામે જ માતાને 12.30 વાગ્યેની આસપાસ પતિ અજય દેસાઇએ સ્વીટીનું ઉંઘમાં જ ગળુ દબાવી દીધુ અને હત્યા કરી નાંખી.
આ પણ વાંચો: વડોદરા સ્વીટી પટેલ કેસ : ક્રાઇમ બ્રાન્ચના હાથમાં કયા નવા પુરાવા લાગ્યા?
ભાઇ સામે લાશને લઇ ગયો
સ્વીટી પટેલની હત્યા કરીને લાશને એક દિવસ સુધી ઘરમં જ રાખી અને બીજા દિવસે 11 વાગ્યાની આસપાસ તે સ્વીટીની લાશને ડેકીમાં મુકી, આટલું જ નહીં એ સમયે તેની લાશને ડીકીમાં મુકીને અટારી ખાતે નીકળતો હતો, એટલામાં જ સ્વીટીનો ભાઇ ત્યાં આવી ગયો અને ભાઇ સામે જ સ્વિટીની લાશને ડેકીમાં છુપાવી દીધી. ભાઇને આ વાતની જાણ ન હતી. અજય દેસાઇએ ભાઇને કહ્યું કે, તે સ્વીટીને શોધવા જાય છે તેમ કહીને ડીકી લઇને તે અટારી ખાતે એક બંધ સ્થિતિમાં પડેલી હોટલમાં લઇ ગયો.
આ સિવાય અજય દેસાઇએ પોતાની પત્નીના મર્ડર બહાર ન આવે તે માટે લાશને ત્યાં જ કાગળ અને ઘાસ લઇને સળગાવી દીધી હતી. આટલુ જ નહી પીઆઇ જ્યારે આ મર્ડરને અંજામ આપી રહ્યો હતો, આ કૃત્યમાં તેની મદદ તેના મિત્ર કિરિટજાડેજાએ પણ કરી હતી, જેની આ હોટલ હતી. તે દુર ઉભો રહીને કોઇ આ ક્રાઇમને જોઇ ન જાય તેનું ધ્યાન રાખતો હતો. આ આખા કેસમાં પરિવારના લોકો અને પુત્ર માનવા તૈયાર જ નહોતા કે સ્વીટી આ રીતે પોતાના 2 વર્ષના બાળકને ઘરે મુકીને જઇ શકે છે.
કેસ સોલ્વ કેમનો થયો?
આ કેસ ડભોઇ ડિવિઝનના ડીવાયએસપી કલ્પેશ સોલંકીને સોંપાયો જે બાદ પોલીસની ટીમ સ્વીટીની શોધખોળ કરવા માટે એલસીબી, એસઓજી, પેરોલ ફર્લો સ્ક્વોડ, ડભોઇ ડિવિઝનના સ્ટાફ અને કરજણ પોલીસ તમ પાંચ પોલીસની ટીમ દ્વારા તપાસ કરાઇ ,અલગ અલગ જગ્યાએ ડોગ સ્કોવડની મદદ લઇને પણ શોધખોળ શરુ કરાઇ.
Image Courtsey : Hindustan Times
થોડા દિવસ પહેલા જ અચાનક જ PIએ નાર્કો ટેસ્ટનો ઈન્કાર કરતાં ક્રાઈમ બ્રાન્ચની તપાસ કિરીટસિંહ જાડેજા તરફ ડાઈવર્ટ થઈ હતી. અને પોલીસે એક પછી એક આ કેસમાં પુરાવા પણ મળતા રહ્યાં.
પણ પોલીસની તપાસમાં અટારી નજીક હોટેલમાં આ બળેલા હાડકાં મળી આવતા અને ત્યાં જ પતિ પીઆઇ અજય દેસાનું લોકેશન પણ મળી આવતા ઘટના સોલ્વ થવા તરફ આગળ વધી રહી હતી.
સ્વિટિના ઘરના બાથરુમમાંથી મળ્યા લોહીના ડાઘા
સ્વીટીના મિસિંગ કેસમાં સ્વિટિ પટેલ અને પીઆઇ એ.એ અજય દેસાઇ જે ઘરમાં રહેતાં હતા, તેના બાથરુમમાંથી લોહીના ડાઘા મળ્યા આ લોહીનાં ટીપાને ગાંધીનગર ખાતે FSL મોકલવામાં આવ્યા, આ કેસ પર સ્વીટીના પતિ અને પીઆઇ અજય દેસાઇ પર શંકાની સુઇ આવીને અટકી હતી, જેના કારણે આ કેસ સોલ્વ થવાની નજીક હતો. આ સિવાય પોલીસને સ્વિટિના ઘરની બહાર સીસીટીવી મળ્યા હતા, જેમાંથી સ્વિટિ પટેલ ઘરમાંથી બહાર ન આવ્ય હોવાથી શંકા ગઇ હતી.
Image Courtesy: Indian Express
કોંગ્રેસી નેતા કિરિટ સિંહ જાડેજા સાથે અજય દેસાઇની મિત્રતા ગાઢ હતી જેના કારણે તેણે લાશને ઠીકાને લગાવવા માટે પી આઇ અજય દેસાઇનો સાથ આપ્યો હતો.
અજય દેસાઇ પોતાની બહેન લગ્ન પહેલાં પ્રેગનેટ થઇ ગઇ છે, એમ ખોટુ બોલીને લાશને બાળવા માટે મદદ માંગી હતી, અને કિરિટસિંહ જાડેજાએ તેની મદદ કરી હતી.
આ સાથે જ પોલીસે જ્યાંથી હાડકાં મળી આવ્યા હતા તે જમીનના દસ્તાવેજની પણ તપાસ કરી હતી. કારણ કે આ હોટેલ ના 15 જેટલા ભાગીદારો હતા, જેમાં કિરિટસિંહ પણ ભાગીદાર હતો અને તે હોટેલનું કામ પણ અડધેથી અટકી ગયુ હતુ. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે માત્ર 4 જ દિવસમાં કેસને ઉકેલી નાંખ્યો હતો.
જો કે અજય દેસાઇએ પોતાનો ગુન્હો કબુલી લેતા આ કેસનો અંત આવ્યો છે, અને આ કેસમાં DGP આશિષ ભાટિયાએ પોતાનું નિવેદન આપતા કહ્યું છે કે, અજય દેસાઇએ રક્ષણ થઇને ભક્ષણનું કામ કર્યું છે, જેથી તેને કડકમાં કડક સજા થશે.
આ પણ વાંચો: સ્વીટી પટેલ મીસીંગ કેસ: PI અજય દેસાઇ જ નીકળ્યો હત્યારો
આવા જ દેશ વિદેશના સમાચાર, ક્રાઇમ અને રમત-ગમતના સમાચારો માટે તમે જોતાં રહો માત્ર OTT india…
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4