વડોદરા જીલ્લાના એસઓજી PI દેસાઇની પત્ની સ્વીટી પટેલ ( Sweety Patel ) ગુમ થઇ ગયેલ કેસમાં એક પછી એક નવા ખુલાસાઓ આવ્યા બાદ હવે આ કેસમાં ખુલાસો થઇ ગયો છે. 5 જુને ગુમ થયેલ સ્વીટી પટેલ કેસ ( Sweety Patel ) નો રહસ્યનો પર્દો ક્રાઇમ બ્રાન્ચે (Crime Branch) ઉંચકી લીધો છે. PI અજય દેસાઇ(Ajay Desai)એ પોતે જ પત્ની સ્વીટી દેસાઇની હત્યા કરી છે.
પતિ જ નીકળ્યો હત્યારો
આ કેસ દિવસને દિવસે ગુંચવાતો જતો હતો ત્યારે 5 જૂને ગુમ થયા બાદ આજે 49 દિવસ બાદ સ્વીટી પટેલની હત્યા થઇ હોવાનો ખુલાસો થયો છે. પતિ અજય દેસાઇ(Ajay Desai)એ પોતાના કરજણ ખાતેના ઘરે જ સ્વીટી પટેલની હત્યા કરી નાંખી હતી. અને પોલીસને ગોળ ગોળ પોતાની વાતોમાં ફેરવતો રહ્યો, ઘર કંકાસનું પરિણામ આખરે પત્નિની મોત આવ્યુ હતુ.
Image Courtesy : Ridham Pandya Facebook
સમાજમાં આવા કિસ્સા બનતા રહે છે પણ આપણે તેમાંથી શું શીખ્યા તે મહત્વનુમ છે, સ્વિટિ પટેલ કેસ જેમાં તેના પુત્રે જ સોશિયલ મીડિયા થકી મદદ માંગીને આખા કેસને ઉજાગર કર્યો હતો ત્યાં સ્વિટિ પટેલના બીજા પતિ અજય દેસાઇ જ એ જ આ ખુની ખેલને અંજામ આપ્યો હતો.
કઇ રીતે આ ખુની ખેલ ખેલાયો?
કરજણના પોતાના ઘરમાંથી જ 4 જૂનની રાત્રે સ્વીટી પટેલ અને પતિ અજય દેસાઇ વચ્ચે લગ્ન બાબતે માથાકુટ થઇ હતી. જેમાં આ બબાલ થયા પછી રાત્રે સ્વીટી અને તેનું બાળક સુઇ ગયા હતા. ઉંઘતા 2 વર્ષના પુત્રની સામે જ માતાને 12.30 વાગ્યેની આસપાસ પતિ અજય દેસાઇએ સ્વીટીનું ઉંઘમાં જ ગળુ દબાવી દીધુ અને હત્યા કરી નાંખી.
Image Courtesy : Ridham Pandya Facebook
- 4 જૂનની રાત્રે સ્વીટી પટેલ અને પતિ અજય દેસાઇ વચ્ચે લગ્ન બાબતે માથાકુટ થઇ હતી
- પતિ અજય દેસાઇએ સ્વીટીનું ઉંઘમાં જ ગળુ દબાવી દીધુ અને હત્યા કરી હતી
- જે બાદ લાશને કમ્પાસ જીપની ડીકીમાં મુકીને અટાલી લઇ ગયો
- જ્યાં અટાલી ખાતે બંધ સ્થિતિમાં પડેલી એક હોટલમાં સ્વીટીના મૃતદેહ સળગાવી દીધો હતો
- 49 દિવસ બાદ સ્વીટી પટેલની હત્યા થઇ હોવાનો ખુલાસો થયો
- 5 જુને ગુમ થયેલ સ્વીટી પટેલનો ક્રાઇમ બ્રાન્ચે સોલ્વ કર્યો
આટલું જ નહીં આ કેસ બહાર ન આવે અને પત્નિની મોતનો ભાંડો ફુટે તે માટે PI એ પોતાની ચાલાકીથી સ્વીટી એટલે પોતાની જ પત્નીની હત્યા બાદ લાશને કમ્પાસ જીપની ડીકીમાં મુકીને તેના ઘરે આવેલા ભાઇને સ્વીટીને શોધવા જતો હોવાનું કહીને નિકળી ગયો.
આ પણ વાંચો: વડોદરા સ્વીટી પટેલ કેસ : ક્રાઇમ બ્રાન્ચના હાથમાં કયા નવા પુરાવા લાગ્યા?
અટાલી ખાતે બંધ સ્થિતિમાં પડેલી એક હોટલ જે 49 કિલોમીટરની દુરી પર છે, ત્યાં જઇને લાકડા, ઘાસ, પુઠાનો ઢગલો કરીને સ્વીટીના મૃતદેહ સળગાવી દીધો હતો. આ કેસમાં અજય દેસાઇની મદદ કિરિટજાડેજાએ પણ કરી હતી, જેની આ હોટલ હતી. તે દુર ઉભો રહીને કોઇ આ ક્રાઇમને જોઇ ન જાય તેનું ધ્યાન રાખતો હતો, તેનો પણ મર્ડરમાં હાથ છે.
Representational Image
આ રહ્સ્યમઇ કેસમાં ક્રાઈમ બ્રાન્ચ અમદાવાદની ટીમે અગાઉ પી.આઇ. એ.એ. દેસાઈનાં કરજણ સ્થિત પ્રયોશા સોસાયટીમાં આવેલા મકાનનું પંચનામું કર્યા બાદ આ કેસમાં મકાનની તપાસ કરી હતી, જેમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમને દેસાઈના ઘરના બાથરૂમમાંથી લોહીના ડાઘા મળી આવ્યા હતાં. આ પહેલાં પણ આ કેસમાં પોલીસને અટાલીના મકાનમાંથી માનવ હાડકા મળી આવ્યા હતા, જેને તપાસ માટે મોકલી આપ્યા હતા. તેની આસપાસના મોબાઇલ ટાવરો (Mobile Tower)ની તપાસમાં સ્વીટીના પતિ એ.એ દેસાઇના મોબાઇલ ફોનનું લોકેશન પણ મળી આવ્યુ હતુ એટલે કેસમાં શંકાની સોય અજય દેસાઇ પર જ લટકતી હતી. આજે આ કેસ ક્રાઇમ બ્રાન્ચે સોલ્વ કરી દીધો છે. પણ સ્વીટી પટેલના પુત્ર જે માત્ર 2 વર્ષના છે તે માતા વગરનો થઇ ગયો છે.
આજે 49 દિવસ બાદ વડોદરાની સ્વીટી પટેલની હત્યા થઇ હોવાનો ખુલાસો થયો છે. અજય દેસાઇએ પોતાના કરજણ ખાતેના ઘરે જ સ્વીટી પટેલની ઉંઘમાં ગળુ દબાવીને આપીને હત્યા કરી નાખી હતી. આ ગુન્હો અજય દેસાઇએ કબુલી લીધો છે.
આ પણ વાંચો: ઝોમેટોના શાનદાર પરફોર્મન્સ બાદ આ સ્ટાર્ટઅપ પણ છે IPOની લાઈનમાં
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4