Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 27.
Homeન્યૂઝગાંધીનગર મનપાની ચૂંટણીમાં ભાજપ-AAP વચ્ચે ઘર્ષણ થતા ખુરશીઓ ઉડી

ગાંધીનગર મનપાની ચૂંટણીમાં ભાજપ-AAP વચ્ચે ઘર્ષણ થતા ખુરશીઓ ઉડી

gandhinagar election
Share Now

ગાંધીનગર મનપાની ચૂંટણીમાં જોર શોરથી મતદાન ચાલી રહ્યું છે. રાજકીય પાર્ટીઓના કાર્યકર્તાઓ મતદારોને મતદાન મથક સુધી લઇ જવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે આ બધા વચ્ચે AAP અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું હોવાનો મામલો સામે આવ્યો છે. પોદ્દાર ઇન્ટરનેશનલ સ્કૂલ સામે આમ આદમી પાર્ટી અને ભાજપના કાર્યકર્તાઓ સામસામે આવી જતા મોટી બબાલ થઇ હતી.

આમ આદમી પાર્ટીએ ભાજપ પર કર્યા આક્ષેપ

ગાંધીનગરમાં મનપાની ચૂંટણી ચાલી રહી છે. ત્યારે મતદાન સમયે પોદ્દાર ઇન્ટરનેશનલ સ્કૂલ સામે ભાજપ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. ત્યારે આમ આદમી પાર્ટીએ આરોપ લગાવ્યો હતો કે, ભાજપે આમ આદમી પાર્ટીના ટેબલ પાસે રહેલ ખુરશીઓ તોડી નાખી તેમજ તમામ પેપર સામગ્રીઓ ફેંકી દીઘી છે. તેમજ મારામારી કર્યા હોવાનો આક્ષેપ પણ કર્યો છે. સૌથી મોટી વાત એ છે કે બંને પેકો વચ્ચે ઘર્ષણ થયું તે સમયે પોલીસ હાજર હોવા છતાં મૂક પ્રેક્ષક બનીને તમાશો જોતી રહી હતી.

gandhinagar election

આ પણ વાંચો:ગાંધીનગર મનપાની ચૂંટણીનું મતદાન શરૂ, 162 ઉમેદવારોનું ભાવિ થશે કેદ

સેક્ટર 22માં ભાજપ કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ

ગાંધીનગરના સેક્ટર 22માં આવેલ સરકારી શાળામાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ દ્રશ્યો સર્જાયા હતા. મતદાન દરમ્યાન આચારસંહિતા લાગુ હોવા છતાં કોંગ્રેસ અને ભાજપના કાર્યકર્તાઓ પ્રચાર કરી રહ્યા હતા. અને તે દરમ્યાન જ બને રાજકીય પક્ષોના કાર્યકર્તાઓ એકબીજાની સામે આવી ગયા હતા. અને એક બીજા પર આક્ષેપો કરી રહ્યા હતા.

આપના કાર્યકર્તાઓએ ટોપી પહેરતા વિવાદ

ગાંધીનગરમાં હાલ મનપાની ચૂંટણીમાં મતદાન ચાલી રહ્યું છે. ત્યારે સેક્ટર 13ના મતદાન મથકમાં આપણા કાર્યકર્તાઓ બુથ પર પાર્ટીની ટોપી પહેરીને બેઠા હતા. જેને લઈને ભારે વિવાદ સર્જાયો હતો. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ બુથ પર પાર્ટીની ટોપી પહેરીને બેઠા હતા ત્યારે કોંગ્રેસના નિશીત વ્યાસે વાંકધોં ઉઠાવ્યો હતો. અને ચૂંટણી અધિકારીને ફોન કરીને આ અંગે ફરિયાદ કરતા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ પોતાની ટોપી ઉતારી દીધી હતી. તમને જણાવી દઈએ કે, ચૂંટણી દરમ્યાન મતદાન મથકની 100 મિત્રની આસપાસ કોઈ પણ પ્રકારે પ્રચાર કરવો તે ગેરકાયદેસર ગણાય છે.

ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર મનપાની ચૂંટણીમાં જોર શોરથી મતદાન ચાલી રહ્યું છે. રાજકીય પાર્ટીઓના કાર્યકર્તાઓ મતદારોને મતદાન મથક સુધી લઇ જવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે આ બધા વચ્ચે AAP અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું હોવાનો મામલો સામે આવ્યો છે. પોદ્દાર ઇન્ટરનેશનલ સ્કૂલ સામે આમ આદમી પાર્ટી અને ભાજપના કાર્યકર્તાઓ સામસામે આવી જતા મોટી બબાલ થઇ હતી.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment