Ott India News Logo
Recent Posts
Connect with:
Saturday / June 25.
Homeઑટો & ગેજેટ્સSuicide Machine: માર્કેટમાં આત્મહત્યા કરવાનું મશીન ચર્ચામાં, આંખના પલકારાથી જ થઇ જશે મોત

Suicide Machine: માર્કેટમાં આત્મહત્યા કરવાનું મશીન ચર્ચામાં, આંખના પલકારાથી જ થઇ જશે મોત

Suicide Machine
Share Now

સ્વિટ્ઝર્લેન્ડે (Switzerland )ડેથ મશીન (Suicide Machine)ને મંજૂરી આપી છે. આ મશીનની મદદથી લોકો માત્ર ગણતરીના સમયમાં જ કોઈપણ મુશ્કેલી વગર શાંતિપૂર્ણ રીતે મોતને ગળે લગાવી શકશે. આ જાણકારી મશીન બનાવનારી કંપનીએ આપી છે. મશીન કોફિન આકારનું બનાવવામાં આવ્યુ છે. મશીનની અંદર ઓક્સીજન (Oxygen)નું સ્તર ખુબ ઓછુ થઈ જાય છે, જેનાથી વ્યક્તિનું આંખોના પલકારા સાથે જ મોત થઇ જાય છે.

Suicide Machine બનાવવાનો વિચારો કોને આવ્યો

આ મશીનમાં બેસીને પણ તેને સંચાલિત કરી શકાય છે. આ મશીન (Machine)એવા દર્દીઓ માટે મદદરૂપ છે જે બીમારીને કારણે બોલી કે હલી શકતા નથી. જાણવા મળી રહ્યું છે કે, આત્મહત્યાનું મશીન બનાવવાનો વિચાર એનજીઓ એક્ઝિટ ઇન્ટરનેશનલના ડાયરેક્ટર ડોક્ટર ફિલીપ નિટસ્ચકે આપ્યો છે.

આ પણ વાંચો: પેટ્રોલ-ડીઝલની વધતી જતી કિંમત વચ્ચે દમદાર ઇલેક્ટ્રિક સ્કૂટરનું આગમન, ખાસિયત જાણી અભિભૂત થઇ જશો

Suicide Machine ના પગલે ફિલીપ નિટસ્ચકની થઈ રહી છે ટીકા

ડોક્ટર ડેથની મોટા પાયે ટીકા થઈ રહી છે. લોકો તેના મશીનના ઉપયોગ થનારી રીતને ખોટી ઠેરવી રહ્યાં છે. તેમનું કહેવું છે કે, આ એક ગેસ ચેમ્બરની જેમ છે. કેટલાક અન્ય લોકોએ કહ્યું કે, આ મશીન આત્મહત્યાને પ્રોત્સાહન આપે છે. વર્તમાન સમયમાં બે સાર્કો પ્રોટાઇપ બનીને તૈયાર કરવામાં આવ્યા છે. હવે એક ત્રીજા મશીનને બનાવવામાં આવી રહ્યું છે જે આગામી વર્ષ સુધી તૈયાર થઈ જશે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment