અત્યાર સુધી તમે કોઈ દેવી દેવતાનું મંદિર જોયુ હશે.અથવા તો કોઈ સંતમહંતનું મંદિર જોયું હશે.પરંતુ શું તમે કોઈ પત્નીનું મંદિર જોયું છે. ખરા? આ સવાલ એટલા માટે કે આજે અમે તમને એક એવું મંદિરની કહાની વિશે સંભળાવી શું.જેમાં કોઈ દેવીદેવતા નહી પરંતુ એક પત્નિની યાદમાં પતિએ બંધાવ્યું છે મંદિર અને મંદિરમાં રહેલી મૂર્તિ જોઈ તમને લાગશે કે આ કોઈ મહિલા સંત અથવા દેવીનું મંદિર હશે. પરંતુ આ મંદિર એક પ્રેમની નિશાની છે.પ્રેમની સૌથી મોટી નિશાની આગરાનો તાજમહેલ તો આપણે સૌ કોઈ જાણીએ છીએ..જ્યાં દરવર્ષે લાખો પ્રવાસીઓ મુલાકાત લે છે.પરંતુ આ મંદિરની કહાની તાજમહેલથી ઓછી નથી.આ કહાની છે સુરેન્દ્રગરના ઝાલાવાડની.અહીના માનવી માયાળું છે..અને આ મંદિર પણ તેની નિશાની છે.
આ મંદિર પાછળ શું છે પ્રેમની કહાની
આ મંદિર અજબ પ્રેમની ગજબ કહાની છે.સુરેન્દ્રનગરથી ખોડૂ ગામ તરફ જતા રસ્તા પર એક વૃદ્ધાશ્રમ આવેલો છે.અને તેનું નામ છે લલીતાબેન ભોજવીયા.આ મંદિર પણ લલીતાબેનની યાદમાં જ બનાવ્યું છે.આ મંદિર ના માત્ર પ્રેમની નિશાની છે..પરંતુ નારી સન્માની એક અદભૂત ગાથા છે.લલિતાબેનના પતિ લાલાભાઈ અને તેમનો પરિવાર મધ્યમવર્ગીય હતો.લાલાભાઈ એન્ટીક ચીજવસ્તુ બનાવી તેનું વેચાણ કરી પરિવાનું નિર્વહન કરતા.પરંતુ અચાનક આ પરિવાર પર દુખના ડૂંગર ચઢી આવ્યા.પત્ની લલિતાબેન એક બિમારીમાં સપડાયા.પૈસાના અભાવે લાલભાઈ પત્નીની યોગ્ય સારવાર ના કરાવી શક્યા.અને આખરે 2014માં લલિતાબેને દુનિયામાંથી વિદાઈ લીધી.જો કે મોત પહેલા લલિતાબેન પોતાની પતિ લાલભાઈ પાસે ગરિબોની સેવા કરવાનું એક વચન માગ્યું.અને લાલભાઈએ પણ તેમના નિધન બાદ આ વચન પુરુ પણ કર્યું.પત્નીને આપેલું વચન પુરુ કરવા લાલભાઈએ અથાગ મહેનત કરી.દિવસ રાત એક કરી રુપિયા એકત્ર કર્યા.ખોડૂ ગામ તરફ જવાના રસ્તે પાંચ એકર જમીન ખરીદી અને તેમાં એક વૃદ્ધાશ્રમની સ્થાપના કરી હતી.પત્નિને આપેલું વચન નિભાવી લાલભાઈ વૃદ્ધશ્રમમાં એક મંદિર પણ બનાવ્યું અને તેમાં લલિતાબેનની મૂર્તિની સ્થાપના કરી.એન્ટિક ચીજવસ્તુઓનો વ્યવસાય હોવાથી મંદિરને પણ તેની સજાવ્યું.
આ પણ વાંચો :એક એવું ગામ જ્યાં 40 વર્ષથી નથી સંભળાયો ભુલકાઓનો કલરવ..શું છે રોચક ઇતિહાસ ?
હાલમાં મંદિરની શુ છે સ્થતિ
નારી સન્માનની આ અદભૂત કહાની એક ઈતિહાસ બની છે.હાલ આ મંદિરમાં સવાર-સાંજ લલિતાબેનની પૂજા અને આરતી થાય છે.અને લોકો વૃદ્ધશ્રમની મુલાકાત પ્રેરણા મેળવે છે.વૃદ્ધાશ્રમમાં રહેતા લોકો પણ તેને પોતાનું ઘર મળ્યું હોય તેવો અહેસાસ કરે છેલોકો લલિતાબેનની સેવાભાવનાને યાદ કરી તેમની સામે નતમસ્તક થાય છે.અને સેવા અને સમર્પણના પાઠ શીખે છે..પ્રેમની પરબ બનેલો આશ્રમ ધરતી પર પ્રેમ, ગરીબોની સેવાનું સૌથી મોટું ઉદાહરણ બન્યો છે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4