Ott India News Logo
Recent Posts
Connect with:
Saturday / September 24.
Homeન્યૂઝખેડૂતના આપઘાત બાદ વેગડી ગામના 3 કારખાના સીલ

ખેડૂતના આપઘાત બાદ વેગડી ગામના 3 કારખાના સીલ

VEGDI VILLAGE
Share Now

રાજકોટ જિલ્લાના વેગળી ગામે થોડા દિવસ પેહલા જ ખેડુતે આત્મહત્યા કરી હતી. કારણ’કે વેગળી ગામની આજુબાજુના કારખાનાનું ઝેરી પ્રવાહી ખેતરોના પાકને નુકશાન કરી રહ્યું છે. જેથી કરીને ઉગાડેલા પાકના બિયારણની વૃદ્ધિ નહિવત પ્રમાણમાં થાય છે. અને ખેડૂતને ખુબ મોટું નુકશાન થાય છે. હાલની પરિસ્થિતિમાં વરસાદ પણ ખુબ ખેંચાયો છે. તો આમ પણ ખેડૂત ચિંતિત છે. ત્યારે વેગળીના ખેડૂતની આત્મહત્યા થકી તંત્ર સજાગ થયું છે. આવા કારખાનાઓને તંત્ર શીલ કરશે. ત્યારે હાલમાં ત્રણ કારખાનાઓ શીલ કરવામાં આવ્યા છે. અને બાકીના બે કારખાનાઓ સહીત , પ્રદુષણ ફેલાવતી બધી જ ફેકટરીઓ પર કાર્યવાહી કરવામાં આવશે.

પ્રદુષણ ફેલાવતા 4 કારખાનાને બંધ કરવાનો આદેશ

POLLUTED FECTORYગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડે પ્રદુષણ ફેલાવતા 4 કારખાનાને બંધ કરવાનો આદેશ કર્યો છે. મહત્વપૂર્ણ છે કે કારખાનાઓ દ્વારા પ્રદુષણ ફેલાવતા ખેતીમાં નુકસાનીના પગલે એક ખેડૂતો આપઘાત કર્યો હતો. આ ઘટના બાદ પ્રદુષણ ફેલાવતા કારખાના બંધ કરવા માટે કિસાન સંઘ અને વેગડીના ગ્રામજનોએ વિરોધ કરીને કારખાનાઓ વિરૂદ્ધ કાર્યવાહીની માગ કરી હતી. જે મામલે તપાસ બાદ GPCBએ,મિહિર પ્લાસ્ટિક, ઇશા પ્લાસ્ટિક, રાજા પ્લાસ્ટિક અને ઓમ ફૂડ પેકેજિંગને યુનિટ બંધ કરવા ફરમાન જાહેર કર્યું છે.

GPCBના અધિકારીએ તપાસ કરીને દોષિતો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની ખાત્રી ખેડૂતોને આપી હતી

નોંધનીય છેકે 24 ઓગસ્ટના રોજ ધોરાજી તાલુકાના ખેડૂત આપઘાતના વિરોધમાં વેગડી ગામમાં બંધનું એલાન પણ અપાયું હતું. આ મામલે આજે કિસાન સંઘની આગેવાનીમાં ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ખેડૂતોના ઉગ્ર પ્રદર્શન બાદ GPCBના અધિકારીઓ વેગડી ગામ પહોંચ્યા હતા. GPCBના અધિકારીએ તપાસ કરીને દોષિતો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની ખાત્રી ખેડૂતોને આપી હતી.

આ પણ વાંચો : જો બાયડનની ચેતવણી, અમે માફ નહીં કરીએ. તેમને શોધીશું, મારીશું અને તેમના કર્મની સજા આપીશું

કપાસનો પાક નિષ્ફળ જવાથી આપઘાત કર્યાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો

SUICIDE OF FARMERમહત્વનું છે કે ધોરાજીના વેગડી ગામના ખેડૂતે આપઘાત કર્યો હતો. વેગડીના ખેડૂતે પોતાના જ ખેતરમાં ઝાડ પર ગળાફાંસો ખાઈને મોતને વ્હાલું કર્યું હતું. આર્થિક સ્થિતિ ખરાબ હોવાથી અને કપાસનો પાક નિષ્ફળ જવાથી આપઘાત કર્યાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો. મોતને ભેટેલા ખેડૂતના ખેતર નજીક વેગડી GIDCના પ્લાસ્ટિક કારખાનાઓ છે. આ કારખાનામાંથી પ્લાસ્ટિકની બેગનું ધોવાણ કરવામાં આવે છે જેથી હવા અને ગેસ મારફતે પ્રદુષણ ફેલાતા કપાસનો પાક બળી ગયો હોવાનું સ્થાનિકોનું કહેવું છે. ખેડૂતના આપઘાતથી 4 દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment