Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / May 18.
Homeસ્પોર્ટ્સT20 World Cup: 29 વર્ષમાં પ્રથમ વખત હાર્યું ભારત, પાકિસ્તાને 10 વિકેટથી મેળવી જીત

T20 World Cup: 29 વર્ષમાં પ્રથમ વખત હાર્યું ભારત, પાકિસ્તાને 10 વિકેટથી મેળવી જીત

india pakistan t 20 worldcup match
Share Now

ટી 20 વર્લ્ડ કપ 2021 માં ગઈ કાલે ભારત પોતાની પ્રથમ મેચ પાકિસ્તાન સામે 10 વિકેટથી હારી ગયું હતું. પાકિસ્તાનની ટીમે 13 બોલ બાકી રાખીને મેચ જીતી લીધી હતી. બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાને શાનદાર બેટિંગ કરી અને ટીમને વિજય આપવી હતી. રિઝવાન 55 બોલમાં 79 અને બાબર 52 બોલમાં 68 રને અણનમ રહ્યા હતા. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ભારતે સાત વિકેટે 151 રન બનાવ્યા હતા. જવાબમાં પાકિસ્તાનની ટીમે 17.5 ઓવરમાં 152 રન બનાવીને મેચ જીતી લીધી હતી.

ભારતીય ટીમે 20 થી 25 રન ઓછા બનાવ્યા

પાકિસ્તાન સામેની હાર બાદ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું કે ભારતીય ટીમે 20 થી 25 રન ઓછા બનાવ્યા હતા. તેના કારણે પાકિસ્તાનના બેટ્સમેનો પર વધારે દબાણ ન હતું અને તેઓએ સરળતાથી મેચ જીતી ગયા હતા. તેમણે કહ્યું કે,“શાહીન આફ્રિદીએ અમારા બેટ્સમેનોને દબાવમાં રાખ્યા હતા અને તેના સ્પેલને કારણે જ અમારી ટીમ વિખેરાઈ ગઈ હતી.

T20 World Cup IND vs PAK

આ પણ વાંચો:છેલ્લા 10 વર્ષમાં ભારતનો પાકિસ્તાન સામેની મોટાભાગની મેચોમાં વિજય

પત્રકાર પરિશ દરમ્યાન એક રિપોર્ટરે વિરાટને ટીમ કોમ્બિનેશન વિશે સવાલ પૂછ્યો હતો. તેમજ પૂછ્યું હતું કે હવે પછીની મેચમાં તમે કોઈને ડ્રોપ કરશો, શું તમે રોહિત શર્માને હટાવશો. ત્યારે વિરાટ કોહલીએ ગુસ્સો થઇ ગયા હતા.  જો તમારે કોઈ વિવાદ જોઈતો હોય, તો મને પહેલા કહી દો. 

પાકિસ્તાની ખેલાડી અમારા કરતા સારું રમ્યા

વિરાટ કોહલીએ કહ્યું કે, અમે એવી ટીમ છીએ જે રમતનું સન્માન કરે છે અને અમે એવા નથી કે જેને એક જ રમતથી આગળની દિશા દેખાતી નથી. અમે દરેક ટીમ સાથે સમાન વર્તન કરીએ છીએ. અમે હવે સકારાત્મક અભિગમ સાથે આગળ વધીશું. પાકિસ્તાન આજે અમારા કરતા સારું રમ્યું. તેમને ક્રેડિટ આપવી જરૂરી છે. અમે તેમના પર દબાણ લાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે અમારા કરતા ઘણું સારું રમ્યા. એ વાતની કોઈ ગેરેંટી નથી કે અમે રમીશું એ દરેક મેચ જીતીશું. અમે અમારી પરિસ્થિતિ અનુસાર સારો સ્કોર કર્યો. 

પાકિસ્તાનની બોલિંગે અમને તક ન આપી 

પાકિસ્તાનની બેટિંગ દરમિયાન ઝાકળ પડવાની શરૂઆત થતાં જ તેનો તેમને ઘણો ફાયદો થયો. ઘણા નાના પરિબળોએ મોટો તફાવત કર્યો. જો અમારી પાસે 20-25 વધુ રન હોત તો અમને ફાયદો થયો હોત. પરંતુ પાકિસ્તાનની બોલિંગે અમને તે મેળવવાની તક આપી ન હતી. તેમણે કહ્યું કે, ક્રિકેટમાં ટોસ પણ મહત્વની ભૂમિકા ભજવે છે. 

વર્લ્ડ કપમાં ભારતના વિજય રથને રોક્યો

તમને જણાવી દઈએ કે છેલ્લી 12 વર્લ્ડ કપની મેચોમાં ટીમ ઈન્ડિયા પાકિસ્તાન સામે સતત જીતી રહી હતી. પરંતુ રવિવારે 12 મી મેચમાં ટીમ ઇન્ડિયાને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. કોઈને આશા ન હતી કે ભારતીય ટીમ આ રીતે મેચ હારી જશે. પાકિસ્તાનના ઓપનર રિઝવાન અને બાબર આઝમે પ્રથમ વિકેટ માટે 152 રનની અણનમ ભાગીદારી કરીને ભારતને 10 વિકેટે હરાવ્યું હતું. આ સાથે, છેલ્લા 29 વર્ષથી પાકિસ્તાન સામે વિજય અભિયાનનો પણ અંત આવ્યો. ભારતે આ મેચ સુધી 1992 પછી વર્લ્ડ કપમાં તમામ 12 મેચ જીતી હતી. પરંતુ ટીમ ઈન્ડિયાનો આ વિજય રથ પર ગઈ કાલે રવિવારે બ્રેક વાગી હતી.

ઉલ્લેખનીય છે કે, ટી 20 વર્લ્ડ કપ 2021 માં ગઈ કાલે ભારત પોતાની પર્થ મેચ પાકિસ્તાન સામે 10 વિકેટથી હારી ગયું હતું. પાકિસ્તાનની ટીમે 13 બોલ બાકી રાખીને મેચ જીતી લીધી હતી. બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાને શાનદાર બેટિંગ કરી અને ટીમને વિજય આપવી હતી. રિઝવાન 55 બોલમાં 79 અને બાબર 52 બોલમાં 68 રને અણનમ રહ્યા હતા. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ભારતે સાત વિકેટે 151 રન બનાવ્યા હતા. જવાબમાં પાકિસ્તાનની ટીમે 17.5 ઓવરમાં 152 રન બનાવીને મેચ જીતી લીધી હતી.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment