Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / September 25.
Homeન્યૂઝTaarak Mehta Ka Ooltah Chashmah: નટ્ટુ કાકાની કેન્સર પછી થઈ આ હાલત

Taarak Mehta Ka Ooltah Chashmah: નટ્ટુ કાકાની કેન્સર પછી થઈ આ હાલત

NATUKAKA,TARAK MEHTA KA OOLTA CHASHMA,LATTEST NEWS
Share Now

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના(Taarak Mehta Ka Ooltah Chashmah) નટુકાકા(Natu kaka) એટલેકે ઘનશ્યામ નાયકને(Ghanshyam Nayak) કોઈ પરિચયની જરૂર નથી. ટીવી પર આ શોની શરૂઆત થઈ ત્યારથી ઘનશ્યામ નાયક પ્રેક્ષકોના મનપસંદ કલાકારોની યાદીમાં જોડાયા છે. નટ્ટુ કાકાનું પાત્ર ભજવનાર ઘનશ્યામ નાયક લોકોના દિલમાં પોતાની જગ્યા બનાવવામાં સફળ રહ્યા છે. જો કે, ટેલિવિઝન પર લોકોને પોતાના અભિનય દ્વારા મનોરંજન પૂરું પાડતા ઘનશ્યામ નાયક હાલ કેન્સરથી પીડાઈ રહ્યા છે. 

એપ્રિલ મહિનામાં થયુ હતું કેન્સર

ઘનશ્યામ નાયકને એપ્રિલ મહિનામાં કેન્સર થયુ હતું. જ્યારે ઘનશ્યામ નાયક કેન્સરથી પીડિત હોવાના સમાચાર સામે આવ્યા. ત્યારે તેમના ચાહકો દ્વારા તે જલ્દી સ્વસ્થ થઇ જાય તેવી શુભેચ્છા પાઠવી રહ્યા હતા. તેઓ કેન્સર પીડિત હોવા છતાં પણ પ્રેક્ષકોના મનોરંજન માટે તે કામ કરી રહ્યા હતા. તાજેતરમાં જ ઘનશ્યામ નાયકની કેટલીક તસવીરો વાયરલ થઈ રહી છે.

NATUKAKA,GHANSHYAM NAYAK,TARAK MEHTA KA OOLTA CHASHMA

આ પણ વાંચો:છત્તીસગઢમાં બદલાશે સીએમ? મતભેદો વચ્ચે ભૂપેશ બઘેલ અને ટીએસ સિંહ દેવ પહોંચ્યા દિલ્હી

નટ્ટુ કાકાની તસવીરો આવી સામે

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના પ્રેક્ષકોના મનપસંદ કલાકાર નટુ કાકાની(Natu kaka) કેટલીક તસવીરો ખૂબ વાયરલ થઈ રહી છે. જ્યારથી નટ્ટુ કાકાની તસવીરો વાયરલ થઈ છે, લોકો તેના સારા સ્વાસ્થ્ય માટે પ્રાથના કરી રહ્યા છે. લોકો સોશિયલ મીડિયા પર કોમેન્ટ કરીને પોતાની લાગણી વ્યક્ત કરી રહ્યા છે. આ ફોટામાં નટુ કાકા ઉર્ફ ઘનશ્યામ નાયક ખૂબ જ નબળા દેખાઈ રહ્યા છે. પરંતુ તેના ચહેરા પરના સ્મિત જોઈને લોકો ખુશ છે. તેમનું સ્મિત સ્પષ્ટ કરે છે કે ઘનશ્યામ નાયક આ ગંભીર સમસ્યા સામે હિંમતપૂર્વક લડી રહ્યા છે.

લોકોના દિલ જીતી રહ્યા છે

નટ્ટુ કાકા એટલે કે ઘનશ્યામ નાયક બધી મુશ્કેલીઓ હોવા છતાં પણ તેઓ પોતાના સેટ પર કામ કરી રહ્યા છે.  77 વર્ષની ઉંમરે પણ તેઓ કામ પ્રત્યે સમર્પિત છે. અને તેના ચાહકોને મનોરંજન પૂરું પાડી રહ્યા  છે. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના બાકીના સ્ટાર્સની જેમ ઘનશ્યામ નાયક પણ લોકોમાં ખૂબ જ લોકપ્રિય છે. વર્ષોથી ઘનશ્યામ નાયકે પોતાની એક્ટિંગથી લોકોના દિલ જીતી રહ્યા છે.

કેન્સરથી પીડિત હોવાના સમાચાર જૂનમાં આવ્યા હતા

થોડા મહિના પહેલા ઘનશ્યામ નાયકની ગરદન પર કેટલાક સ્પોર્ટ્સ પડ્યા હતા. ત્યારબાદ તેમણે તેની સારવાર કરાવી. એપ્રિલ મહિનામાં તેને ખબર પડી કે તે કેન્સરથી પીડિત છે. પરંતુ, જૂન મહિનામાં, આ સમાચાર લોકો સમક્ષ આવ્યા. ઘનશ્યામ નાયક હાલમાં કીમોથેરાપી હેઠળ છે. આ પહેલા તેમણે ગળાની સર્જરી પણ કરાવી હતી.

જૂનમાં કેન્સરના સમાચાર આવ્યા હતા

તમને જણાવી દઈએ કે, જૂનમાં એક જાણીતા સમાચાર પત્રને  આપેલા ઈન્ટરવ્યુમાં ઘનશ્યામના પુત્ર વિકાસે જણાવ્યું હતું કે પાંચ મહિના પહેલા ઘનશ્યામ નાયકના ગળામાં કેટલીક ગાંઠ જોવા મળી હતી. ત્યારબાદ તેમણે આગળની સારવાર શરૂ કરવાનો નિર્ણય લીધો હતો. ઘનશ્યામ નાયકના પુત્રએ જણાવ્યું હતું કે એપ્રિલમાં ગળાનું પોઝિટ્રોન ઉત્સર્જન ટોમોગ્રાફી સ્કેનિંગ કર્યું હતું જેના કારણે કેન્સર હોવાની જાણ થઈ હતી. 

ઘનશ્યામ નાયકનો પરિવાર કોઈ જોખમ લેવા માંગતો નથી

આ રોગની ગંભીરતા સમજીને નટુ કાકા એટલે કે ઘનશ્યામ નાયક નો પરિવારે પણ કોઈ જોખમ લીધા વગર ઘનશ્યામ નાયકની કીમોથેરાપી શરૂ કરી હતી. ઘનશ્યામ નાયકની સારવાર એ જ ડોકટરો દ્વારા કરવામાં આવી રહી છે, જેમણે પ્રારંભિક તબક્કામાં નિદાન કર્યું હતું. અત્યારે ઘનશ્યામ નાયકનું કેમો સેસન ચાલી રહ્યું છે. સ્કેનિંગ પણ નિયમિત ધોરણે કરવામાં આવી રહ્યું છે.

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

iOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment