અમદાવાદ (Ahmedabad)ના અમરાઇવાડી વિસ્તારમાં રહેતી પરિણીતા સાથે નજીકના સંબંધીએ એકલતાનો લાભ લઇ અને શારીરિક અડપલા કર્યાં હતા. પરિણીતાનો પતિ ઉત્તર પ્રદેશ ગયો હતો ત્યારે તેનો નજીકનો સંબંધી (Relative)મહેમાન બનીને ઘરે આવી પહોંચ્યો હતો. જ્યાં તેને પરિણીતાને પાછળથી પકડી અને કિસ કરી હતી. એટલુ જ નહીં એકલાતાનો લાભ લઇ બેડ પર સુવડાવી અભદ્ર વ્યવહાર કર્યો હતો. આ સમગ્ર મામલે પરિણીતાએ સંબંધી વિરૂદ્ધ પોલીસ સ્ટેશન (Police station)માં ફરિયાદ નોંધાવી છે.
Ahmedabad માં નજીકના સંબંધીએ પરિણીતા સાથે કરી મજાક
સમગ્ર ઘટના કંઇક એવી છે કે, અમદાવાદના અમરાઇવાડી વિસ્તારમાં 22 વર્ષની પરિણીતા તેના પરિવાર સાથે રહે છે. તેને સંતાનમાં બે વર્ષની દીકરી છે. તેનો પતિ કોઈ કામ હોવાના કારણે વતન ઉત્તર પ્રદેશ ગયો હતો. તેવામાં પરિણીતા ઘરમાં એકલી હતી, ત્યારે તેના પિતાના મામાનો દીકરો ઘરે આવી પહોંચ્યો હતો. અહીં તેણે પરિણીતાની સાથે ઉદ્ધતાઈભર્યું વતન કરતા મજાકમાં કહ્યું હતું કે, જમવાનું જલ્દી આપ નહીં તો તને ખાઈ જઈશ. પરિણીતા તેના આવા વ્યવહારથી ડઘાઈ ગઈ હતી અને તેને મજાક કરવાની ના પાડી હતી.
આ પણ વાંચો: Aravalli: ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 4 લાખ જેટલા મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે
Ahmedabad ની ઘટનામાં પરિણીતાએ પોલીસ ફરિયાદ નોંધાવી
પરિણીતાએ હિંમત કરી ધક્કો માર્યો અને યુવકને દૂર હડસેલી દીધો. બાદમાં ત્યાંથી તે ઘરમાંથી બહાર નીકળી ગઈ હતી. અહીં તેમને પતિ અને પરિવારજનોને જાણ કરી હતી. જ્યાં પતિએ પોલીસમાં જાણ કરવાનું કહ્યું હતું. જેના પગલે પરિણીતાએ માતા સાથે પોલીસ સ્ટેશનમાં યુવક વિરૂદ્ધ પોલીસ ફરિયાદ (Complaint)નોંધાવી છે. હાલમાં તો પોલીસે યુવકની ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કર્યાં છે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4